________________
| |
ઈલાદવાળા
|
જ ભાગ ઉપર વરસવા લાગી. તે ધાર મારા સાડા ત્રણ ક્રોડ રોમ દ્વારા શરીરમાં પેઠી અને મારી નાભિમાં ભરાઈને ઊભરાવવા લાગી. ત્યાં ન સમાતાં તેની ઘાર બનીને તે છાતી, ગળું વગેરે માર્ગેથી પસાર થઈને મારા મસ્તકના બ્રહ્મરદ્રમાં પહોંચીને બ્રહ્મરધ્રને ફાડયું ત્યાંથી તેની જોરદાર વેગથી સેર છૂટી અને તે સીધી ઊભી ને ઊભી ઉપર સાત રાજલોકના છેડે પહોંચી. ત્યાં તે ધાર ફેલાઈને શરદ ઋતુના વાદળની આકૃતિ બની પછી તેવા અનેક દૂધાળા વાદળો વધતા અને ફેલાતા ગયા. આખું ય ગગન વાદળાથી ઠસોઠસ ભરાઈ ગયું ત્યારે તેમાંથી ઝરમર વરસાદ પડતો હોય તે રીતે તે કરુણના વાદળે સમગ્ર વિશ્વ ઉપર વરસવા લાગ્યા વિશ્વના સર્વ જનૂઓ-માનવો, દેવો, સ્ત્રીઓ પશુ, પંખીઓ, નારકો-સહુ-આ કરુણાની વર્ષોથી પરિપ્લાવિત થયા.
અહા! કેવું અદ્દભુત અને આનંદમય આ દશ્ય છે. વિશ્વમાત્ર ઉપરની મહામાતા-જગદંબાની મહાકરુણા મારી ઉપર કેવી વરસી રહી છે. તેમાં મારી પણ જીવ માત્ર પ્રત્યેની કરુણા ભળી છે. બે ય ભેગી થઈને સાત રાજલોકના ટોચસ્થાનેથી સમગ્ર વિશ્વના સર્વ જીવ-જગત ઉપર એકધારી વરસી રહી છે. પરમકૃપાળુ જગદંબાની કરુણામાં આખું વિશ્વ સ્નાન કરીને ધન્ય બની રહ્યું છે!
Scanned by CamScanner