________________
C[ Sઔરહંત ધ્યાન (ઝૂ
જે વિજ્ઞાનવાદ છે તે આ Ideal Realityનું જ એક પ્રકારનું સ્પષ્ટીકરણ કે પ્રતિપાદન છે.
પ્રભુ જ્યારે આંખ સામે સ્થૂલ રૂપે હતા, ત્યારે Objective Reality રૂપે એમનું શરીર તે તે જીવો સામે હતું. પરંતુ તેમની પ્રભુ રૂપે ઉપાસના તે તે વખતે પણ Ideal Reality રૂપે હતી. અત્યારે તે પ્રભુ વિશે જે કંઈ આપણે ચિંતન-મનન-ધ્યાન આદિ કરીએ છીએ, તે બધુ જ Ideal Reality રૂપે છે. સ્થૂલ પદાર્થને જેટલો આકાર-ઘાટ અપાતે હોય તેટલે જ આપી શકાય, પણ Jdeal ને જેટલે અને જે આકાર આપવો હોય તે અત્યંત સરળતાથી આપી શકાય છે.
વિશુદ્ધ ચૈતન્ય એ જ પરમાત્મા. એ દેશ અને કાળથી પર છે. Beyond the spece and time એમ છતાં આપણી દેશકાળના સંસ્કારની વિચારણા ધ્યાનમાં લેતાં એ સદા સર્વત્ર છે, એમ પણ યથાર્થ રૂપે જ કહીએ. આપણે આ ચૈતન્યના જ બનેલા છીએ. (દેહ તે આપણું બાહ્ય પાંજરુ છે, બંધન છે) એટલે પરમાત્મા આપણી અંદર અને બહાર સદા જ બિરાજમાન છે. માત્ર જરૂર છે એની અનુભૂતિ લેવાની–અનુભૂતિ કેળવવાની. અનાદિ કાળના સંસ્કારોથી દેહાધ્યાસથી સ્થૂલ પદાથે સામે આવે એટલે તરત એવી પ્રતીતિ થાય છે. સામે ન હોય તે યે ક૫નાથી સામે લાવીને એના સ્વાદને રસાસ્વાદ લઈએ છીએ, કારણ કે આપણને આપણામાં ચેતનારૂપતા કરતાં દેહરૂપતાની જ ભ્રાંતિ સ્થિર થયેલી છે. આ દેહાધ્યાસને દૂર કરવા માટે વધારેમાં વધારે નિકટ પરમાત્માના સાંનિધ્યમાં પરમાત્માની અનુભૂતિમાં આપણે રહેવાનું છે, અને વિશુદ્ધ ચૈતન્ય સર્વ કરુણાદિ ગુણે અને સર્વ શક્તિથી યુક્ત હોવાથી આ પરમાત્માનું આપણે જે Reall. પાસે જ વિરાજમાન-યારે તરફ વિરાજમાન, સગુણસંપન Active દયાળુ
canned by CamScanner