________________
[ S) અરહંત ધ્યાન
આg
પરમ વિશુદ્ધ ભાવના ભાવ સાધક સ્ફટિક રત્ન તુલ્ય નિર્મળ આત્મસ્વરૂપમાં નિમગ્ન બની એકત્વ-મિલનને અનુભવ સરળતાથી કરી શકે છે.
અથવા તે આપ વીતરાગ અને કૃતકૃત્ય હોવાથી ચારે અઘાતી કર્મની સ્થિતિને સમાન બનાવવા માટે જ લેકવ્યાપી બન્યા છે, પરંતુ આ નિમિતે ધ્યેય રૂપે મારા આત્મમંદિરમાં પધાર્યા છે, એ અમારે મન પરમ આનંદની વાત છે.
ભરતક્ષેત્રમાં અત્યારે કેવલી ભગવંત વગેરે અતિશાયી જ્ઞાની મહાપુરુષને અત્યંત વિરહ છે. મહાવિદેહક્ષેત્રમાં તે સદા તીર્થકર પરમાત્મા ક્રોડ કેવલી ભગવંતે અને અબજોની સંખ્યામાં સાધુ ભગવંતે વિદ્યમાન હોય છે. ત્યાંથી અખલિતપણે મોક્ષમાર્ગ ચાલુ છે. જઘન્યથી એક સમયમાં એક, ઉત્કૃષ્ટથી એક સમયમાં એકસે આઠ સિદ્ધ થાય છે. સિદ્ધિગમનને ઉત્કૃષ્ટ વિરહ પણ છ માસને જ પડે છે.
આ રીતે વિચારતા નક્કી થાય છે કે વર્તમાનમાં પણ કેવલી સમુદ્દઘાત કરનાર કેવલી ભગવંતે હોય છે.
સર્વવ્યાપી બનેલા તે કેવળી ભગવંતે સર્વે સાધક આત્માઓને અતિ આશ્ચર્ય અને આનંદ આપનાર (કરનારા) બને છે (કારણ કે તેઓ તે સમયે ધ્યાન દશામાં મગ્ન બનેલા ચેગીઓને ધ્યેય રૂપે પરમ આલંબનભત બનેલા હોય છે, તેથી તે વેળાએ પરમાત્માનું નિષ્કલ નિરાકાર ધ્યાન કરવાથી અભેદ પ્રણિધાન શીધ્ર સિદ્ધ થાય છે.
४ “यद्वा...सिद्धयन्ति निष्ठितार्था भवन्ति लोक व्यापि समये, कलारहितमिदमेव तत्त्व ध्यायतोऽस्मादिति ॥"
(સિદ્ધહેમ શબ્દજાસ કૃત ટીકા)
૧૯.
Scanned by CamScanner