________________
) અહિત ધ્યાન (i) |g
દર રહેલા સિદ્ધ પરમાત્મા પણ હૃદયમાં જ બિરાજમાન છે, એ અનુભવ થાય છે તથા સ્વ આત્મા પણ સત્તાએ સિદ્ધસ્વરૂપી છે, એવી. દઢ શ્રદ્ધા, પ્રતીતિ ઉત્પન્ન થવાથી શુદ્ધ ચેતના અભેદ ભાવે આત્મતવમાં લીન બની જાય છે. “પ્રતિમા શતક' ગ્રંથમાં મહાપાધ્યાય. શ્રી યશ વિ. મ. પિતાને જાત અનુભવ બતાવતાં કહે છે :
પરમાત્માના ધ્યાનમાં તન્મયતા સિદ્ધ થાય છે ત્યારે સ્વયં પરમાત્મા જાણે સામે આવીને ઊભા હોય, હદયમંદિરમાં પ્રવેશ કરતાં હોય, ત્યાં બિરાજમાન થઈ મધુર ભાષણ કરતાં હોય તેમ જ સમગ્ર શરીરમાં વ્યાપી ગયા હોય તે અનુભવ થાય છે.
જેમ સમવસરણસ્થ અરિહંત પરમાત્માનું રૂપસ્થ ધ્યાન થાય છે. તેવી રીતે સમુદ્દઘાતની પ્રક્રિયા, યેગનિધની પ્રક્રિયા અને શશીકરણ કરી એક સમય માત્રામાં લેકપુરુષના લલાટ સ્થાને સિદ્ધ શિલા ઉપર પહોંચી અનંત સિદ્ધોનાં જ્યોતિર્મય સ્વરૂપમાં લીન બનેલાં સિદ્ધ ભગવંતેનું ધ્યાન પણ થઈ શકે છે.
સિદ્ધ ભગવંતેના ધ્યાનના અભ્યાસથી સ્વઆત્માનું પણ ઉપર્યુક્ત પ્રક્રિયા પ્રમાણે ધ્યાન કરી શકાય છે. આ રીતે પૂ. મહેપાધ્યાયજીના અનુભવનું રહસ્ય અવસ્થ સમજાશે...
કેવલી સમુદઘાત પ્રક્રિયાકેવલી ભગવંત પિતાના આયુષ્ય કર્મની સ્થિતિ કરતાં જે. વેદનીયાદિ (નામ-ગોત્ર) કર્મની સ્થિતિ વધારે હોય તે સમુદ્દઘાતની પ્રક્રિયા દ્વારા તે કર્મોની સ્થિતિને આયુષ્યકર્મની સ્થિતિ સદશ બનાવે છે.
એ સમુદ્દઘાતની પ્રક્રિયામાં પહેલા સમયે પિતાના આત્મપ્રદેશને
Scanned by CamScanner