________________
( 6) અંહત સ્થાન છે જ
ત્રણ કરણ દ્વારા અનુક્રમે ગ્રંથભેદ અને સમ્યગદર્શનની પ્રાપ્તિનું રહસ્યમય સ્વરૂપ વિશદ રીતે વર્ણવવામાં આવ્યું છે.
કર્મ સાહિત્યના અધ્યયનથી પણ તેનું રહસ્ય સમજી શકાય છે. ગશામાં પણ આત્મદર્શનના ઉપાય રૂપે જે અષ્ટાંગ યેગની પ્રક્રિયા બતાવવામાં આવી છે તેમાં “સમાધિ અને “સમાપત્તિનું
જે સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે, તેને અભ્યાસ સાપેક્ષ કરવામાં છે આવે તે યથાપ્રવૃત્તિ આદિ ત્રણે કરણનું રહસ્ય સ્પષ્ટ થઈ શકે છે.
ગદષ્ટિ સમુચ્ચય'માં કહ્યું છે કેઃ “યેગીને ગુરુભક્તિના પ્રભાવે” સમાપત્તિની સિદ્ધિ થતાં તીર્થંકર પરમાત્માનાં દર્શન થાય છે, તેમ જ તે ગ્રંથમાં દિવ્યદષ્ટિને ગદષ્ટિ રૂપે વર્ણવી છે. તેના ઉત્તરોત્તર વિકાસથી સિદ્ધસ્વરૂપનું સ્પષ્ટ-સ્પષ્ટતર દર્શન (શ્રદ્ધા) થાય છે. સમાપત્તિનું લક્ષણ “જ્ઞાનસારમાં આ મુજબ બતાવેલું છે?
मणावित प्रतिच्छाया, समापत्तिः परात्मनः । क्षीणवृतौ भवेद्, ध्यानादन्तरात्मनि निर्मले ॥३॥
(ધ્યાનાષ્ટક) પરમાત્માના ધ્યાન વડે જ્યારે ચિત્તની મલિનવૃત્તિઓ ક્ષીણ થાય છે ત્યારે અંતરાત્મા નિર્મળ બને છે. નિર્મળ આત્મામાં પરમાત્માનું પ્રતિબિંધ પડે છે. તે જ “સમાપત્તિ છે.
નિર્મળ મણિ કે અરીસા સામે રાખવામાં આવેલા પદાર્થનું આબેહુબ પ્રતિબિંબ તે મણિ કે અરીસામાં પડે છે, તે સર્વને પ્રત્યક્ષ દેખાય છે, તેવી રીતે ધ્યાતાનાં નિર્મળ અંતઃકરણમાં યેવસ્વરૂપ પરમાત્માનું પ્રતિબિંબ પડતાં સાક્ષાત્ પરમાત્માનાં દર્શન થાય છે. તેને આત્મદર્શન સ્વરૂપદર્શન, જિનદર્શન કે આત્મસાક્ષાત્કાર પણું કહી શકાય છે, કારણ તે સમયે સાત સાત રાજલેક અપેક્ષાએ
Scanned by CamScanner