________________
હિ. અહિત દયાના છે.
જે “રાડ' પદ હતું તેને રા દૂર થઈ ગયો. અને મને સાડ વંચાવા લાગ્યું. આથી મેં મારી જાતને પ્રશ્ન પૂછયો.
sé ?” જવાબ મળે: સારું. ' અરે ! હું તો તે–સ્વરૂપ છું. તેના દાસત્વની અનુભૂતિમાંથી અને તેના સ્વરૂપની અનુભૂતિ થવા લાગી. તે પરમ-તત્તવ, અને હું – આત્મ-તત્તવ: અમારા બે માં કશે ભેદ નથી. અમે બે એક સ્વરૂપ છીએ.
જે એનું સૈકાલિક સ્વરૂપ છે તે જ મારું સ્વરૂપ છે. આ વખતે મારા આત્મતત્ત્વમાં મને પરમાત્મતત્ત્વ દેખાવા લાગ્યું. બન્ને અભિન્ન જણાવા લાગ્યા.
આ અભેદાનુભૂતિ કરતાં મારો આત્માનંદ પરાકાષ્ટાને પામી ગયો. વિભાગ : ૯ કૃતજ્ઞતાચિંતન, ક્ષપકશ્રેણિ અને કૈવલ્ય.
ચિત્રઃ ૪૬ કૃતજ્ઞતા-ચિંતન
આવી અતિ ધન્ય અવસ્થા અનુભવતા મને એક વિચાર આવ્યોએક દિવસ હું ક્યાં હતો? કેવો અંતરને ભિખારી! અવગુણને ઉકરડાઓને સ્વામી ! દોષની ગંધાએલી ગટર જેવો ! અને આજે હું ક્યાં પહોંચ્યો? અરે ! આ બધો કોનો મહિમા ! એમને તો હું કેમ જ વિસારી શકું ! હાય; એ તો નરી કૃતધ્રતા જ કહેવાય !
એ સઘળો મહિમા મારા અસીમોપકારી. તરણતારણ
૧૫
Scanned by CamScanner