SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ [૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ ૨૦૭ મારા મનમાં એમ થાય કે આ ભાભીએ પાણી પાઈ દીધું. મને મિજાજ બહુ આવી જાતિ પર. એટલે મારા મનમાં ખટકો રહ્યા કરે, ચીઢ ચઢે કે આ શું બોલે છે ? આ બૈરી એમને દબાવી જાય છે. આ વાઘ જેવો, સિંહ જેવો એને આ દબાવે છે, તે હું બહુ અકળાતો'તો. અને મોટાભાઈએ તો માની લીધું કે આ કરેક્ટ વાત છે. ત્રણેય કાળ સત્ય બોલે છે આ. શું માની લીધું ? તમે ના હોય તો મારાથી જીવાય નહીં. ભઈ ખુશ થઈ જાય કે આવી સારી મળી છે ! શું મહારાણી મળ્યા છે ! એમના મનમાં એમ કે ઓહોહો ! આવી સ્ત્રી મળે નહીં ફરી. ધીમે ધીમે, ધીમે ધીમે એ ભાઈની ઉપર ચોગરદમથી એનું જાળું નાખીને બિવડાવી દે. એટલે પાંજરામાં પૂરેલા વાઘ જેવા થઈ ગયા ભાઈ. એ પોતે મારા બ્રધરની જોડે સ્ત્રીચારિત્ર રમ્યા, તે મેં પકડી લીધું બધું. હું તો સમજી ગયો, ઓહોહો ! સ્ત્રી આટલી બધી કઠણ ! આ બઈ રોજ આવું પીવડાય પીવડાય કરે, જાણે વાવણ આમ શિકાર મારવા જતી હોય ને એવું. ‘તમે ના હોય તો મારાથી જીવાય નહીં, મારાથી રહી નહીં શકાય.” પ્રશ્નકર્તા ઃ આવું એમને કહે ! સિંહ જેવા ભાઈને કપટથી બનાવી દીધા બકરી દાદાશ્રી : તે અમારા ઘરમાં આવીને આટલું બધું ફેર કરી નાખ્યું, મારા મોટાભાઈમાં ! અને તે શી રીતે બકરી બનાવી ગયા હશે તે જાણો છો ને તમે ? કપટ કરીને. કપટ કરીને ભાઈને બકરી બનાવી દીધા. પ્રશ્નકર્તા : બીજા શું કપટ કરે ભાઈ સાથે ? દાદાશ્રી : અમારા ભાભી તે આખો દહાડો ખા ખા જ કર્યા કરે અને પછી અમારા મોટાભાઈ આવે ને, ત્યારે કહે, “મને કશું ખવાતું જ નથી, બળ્યું !” મને એમણે શિખવાડેલી આ સ્ત્રી જાતિની આખીય વિદ્યા, સ્ત્રીચારિત્ર. હોય જુદું ને બોલે જુદું. પ્રશ્નકર્તા : બરોબર, દાદા.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy