________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી : પછી મારા ભાઈ મરી ગયા ત્યારે મેં ભાભીને પૂછયું કે ‘ભાઈ તો ગયા, તો તમે કેમ ન ગયા ? તમે કહેતા'તા ને ?' તો કહે, ‘એમ તે કંઈ મરી જવાતું હશે ? તમે જાવ.'
પ્રશ્નકર્તા : ‘તમે જાવ,' કહે છે...
૨૦૮
દાદાશ્રી : હં, કપટ બધું, કપટ સમજી ગયેલો હું. ત્રણ મિનિટમાં સીધા કરી નાખું, જો મણિભાઈ ના હોય તો. મણિભાઈ મને કહે કે ‘આને સીધા કરી આપ,’ તો ત્રણ મિનિટમાં સીધા કરી આપું એને. આખી જિંદગી પાંસરા કરી આપું, ખો ભૂલી જાય. પણ એ તો મારું ચાલે નહીં, એટલે હું શું બોલું ત્યાં ? નહીં તો હું કહી દઉ કે પેલી ઈસ્ત્રી સારી આ કપડાં તો એ કરી આપે, જ્યારે આ બઈ કામ લાગે નહીં.
ઓળખે તખશીખ ભાભીતે, તે ન આવે ગુતામાં
પ્રશ્નકર્તા : દાદા, આપ ભાભીનું કપટ સમજી જતા ત્યાર પછી બહાર એમની સાથે અથડામણ થઈ જતી ?
દાદાશ્રી : હા, તે એક ફેરો મારે ને એમને ભાંજગડ પડી ગયેલી. મારે ને એમને ફાવે નહીં. તે બોલાબોલ કરતા હતા, ત્યારે મારી વાણી એમની જોડે કેવી નીકળે ? લોકોએ સમજી જાય કે આધાશીશી ચઢે એવી વાણી નીકળી. કેવી ? આધાશીશી ચઢે એવી.
એટલે પછી એ બોલે એવું ને, તો જવાબ આવી રીતે હોય. કારણ કે અમારા ભાભી છે તે મને ગુનામાં ઘાલી દેવા ફરે પણ હું ભાભીને પગથી માથા સુધી ઓળખું એટલે હું તરત કહી આપું. મારેય બોલવા જોઈએ ને, હું બોલ્યા વગર રહું નહીં ને !
દિવાળીબા કહે, ‘તમે બોલો છો તો મારા માથાની આધાશીશી ચડી જાય છે.’ મેં કહ્યું, ‘ત્યારે તમે બોલો છો ત્યારે મારા માથાને નહીં થતું હોય ?’ એ વળી એથીય વસમું બોલે, આવડું આવડું બોલે. આમને (હીરાબાને) બોલતા ના આવડે. એ ને બા, બેઉ જણા બોલે નહીં બિચારા. અમે બેઉ બોલીએ ખૂબ, તે મોટાભાઈ શું જાણે, કે તું આવું બોલું છું તેથી આવું થાય છે.