________________
લેવા, ફાઈલો સાથે વ્યવહાર જેમ છે તેમ રાખવો કે ઓછો કરી નાખવો અને જેમ છે તેમ રાખીએ તો અંદર એમના માટે કઈ વ્યવહારિક સમજણ ગોઠવવી, એના માટેની દાદાની ઘણી બધી બોધકળાઓ આપણને આ ગ્રંથમાં જાણવા મળશે. વ્યવહારના ગૂંચવાડા ઉકેલવા માટેની દાદાની જે અનોખી સૂઝનો ભંડાર જાણે મહાત્માઓ માટે ખુલ્યો હોય એવો દરેકને અનુભવ થશે.
આપણે તો હવે જ્ઞાની પુરુષના આ જીવન ચરિત્રનું અધ્યયન કરી વ્યવહારમાં એમના જેવી સૂઝ, સમજ, ચોકસાઈ, જાગૃતિ અને પુરુષાર્થ રહે એવા નિશ્ચય સાથે, ‘નિશ્ચય-વ્યવહાર’ની સમાનતાના સથવારે મોક્ષનો પુરુષાર્થ આદરી લઈએ એ જ અંતરની અભ્યર્થના.
18
- દીપક દેસાઈ