________________
અને પોતે જ્ઞાનદશાથી જ્ઞાની પુરુષ થઈ “દાદા ભગવાન સ્વરૂપ સુધી પહોંચી શક્યા.
આવો દાદો નહીં મળે, આવું દાદાનું જ્ઞાન નહીં મળે ને આવું જીવન ચરિત્રેય જાણવા નહીં મળે. અદ્ભુત ! અદ્ભુત ! અદ્ભુત !
બાળપણથી જ એમના જીવનનો ધ્યેય શું હતો? તો કહે છે, “મને ઉપરી પોસાતા નહોતા. મારે ભગવાન જાણવા હતા. સાચા ભગવાન
ક્યાં છે, શું કરે છે, કેવા સ્વરૂપે છે, એ પ્રાપ્તિ માટે મારું જીવન હતું.” અને એ શોધતા શોધતા પછી જીવનમાં જે ભણતર આવ્યું, ફાધર-મધર, ભાઈ-ભાભી બધા સાથેના વ્યવહારમાં પણ એમની આ શોધખોળ અટકી નહોતી અને છેવટે પ્રાપ્ત કરી શક્યા. એમને નિરંતર ચિત્તમાં આ ભગવાન સંબંધી ઍનાલિસિસ ચાલ્યા કરતું. એ મારી મહીં જ બેઠા છે, દરેકની મહીં બેઠા છે, એવી તો એમને ખાતરી થઈ ગઈ'તી. અને એ છેવટે ૧૯૫૮માં જ્ઞાન પ્રગટ થયું ત્યારે પૂર્ણાહુતિ થઈ. પછી તો જગત કલ્યાણ માટે આખું જીવન ગયું, પણ આવા જ્ઞાની પુરુષના બાળપણનું વર્ણન એમના જ મોઢે, એમના જ શબ્દોમાં તળપદી ભાષામાં આપણને મળે છે અને ચોખ્ખી વાત પાછી, પોતે જોયેલી ને પોતાની જ અનુભવેલી. એટલે ખરેખર આ અદ્ભુત પુસ્તક બન્યું છે.
જગત કલ્યાણના આ મિશનમાં દાદાની કૃપા છે, નીરુમાના આશીર્વાદ છે ને દેવ-દેવીઓની આમાં જબરજસ્ત સહાય છે. એટલે આવા અનુપમ જ્ઞાની પુરુષની ઓળખાણ જગતને પડે એમાં આપણે તો મહેનત કરીએ છીએ પણ દેવ-દેવીઓ, દાદા ને નીરુમા આ બધાની અનેકગણી કૃપાથી સરસ કામ થઈ રહ્યું છે. આપણે તો આનંદ કરો ને દાદાના ગુણગાન ગાયા કરો. એ આરાધના કરતા કરતા, એમની ભજન-ભક્તિ કરતા કરતા, તે રૂપ થઈને રહીશું.
દાદાની આપ્તવાણીઓ અને બીજી ચોપડીઓમાંથી આપણને જ્ઞાનકળા તો બહુ જાણવા-શીખવા મળે છે, પણ વ્યવહાર-કુટુંબ-ધંધામાં
ક્યારેક એવા પ્રસંગો આવી જાય છે કે નિશ્ચયથી આપણે પાંચ આજ્ઞા પાળવાનો પુરુષાર્થ તો કરતા હોઈએ છીએ, પણ વ્યવહારમાં હવે શું નિર્ણય
17