________________
દીમાદષ્ટિ: અસહ કનુ' ફલ શીધ્ર મોક્ષ
(૩૧) આવા શીધ્ર મિક્ષફલ આપનાર અસંમેહ કર્મો કોને હોય છે? તે માટે અત્રે કહ્યું કે-ભવાતીત અર્થગામીઓને, એટલે સંસારથી અતીત–પર એવા અર્થ પ્રત્યે ગમન કરનારાઓને, સમ્યક પર તત્ત્વને જાણનારા પર તત્વવેદીઓને આ અસંહ કર્મો હોય છે એમ તાત્પર્ય છે. જેને આ પર તત્વની ગમ-સમજણ પડે છે, તેઓ જ આ પર તત્વ પ્રત્યે ગમન કરનારા હોય છે.
આમ અનુક્રમે બુદ્ધિકિયાનું ફલ સંસાર છે, જ્ઞાનક્રિયાનું ફલ મુક્તિના અંગરૂપ છેપરંપરાએ મુક્તિ છે, અને અસંમોહ ક્રિયાનું ફલ શીધ્ર અવિલંબ પણે મોક્ષ છે, અનંતર મુક્તિ છે.
બુદ્ધિક્રિયા ભવફલ દીએજી, જ્ઞાનક્રિયા શિવઅંગ; અસંમેહ કિરિયા દીએજી, શીધ્ર મુગતિફલ ચંગ. મન.”–શ્રી . ઇ. સ. ૪-૧૮
ત્રિવિધ બેધનો સાર સંક્ષેપ આશયના–અભિપ્રાયના ભેદે કરીને ફલમાં ભેદ પડે છે. અને આશયને ભેદ રાગાદિની તરતમતાથી, તેમજ બુદ્ધિ-જ્ઞાન-અસમેહરૂપ બંધના કારણભેદથી પડે છે. બે ત્રણ પ્રકારના હોય છે-બુદ્ધિરૂપ, જ્ઞાનરૂપ અને અસંમોહરૂપ. આ બોધના ભેદથી સર્વ જીવોના સર્વ કર્મોના પ્રકારમાં ભેદ પડે છે. (૧) ઇંદ્રિયના આલંબને ઉપજતો બેધ તે
બુદ્ધિ” કહેવાય છે (૨) શ્રતના-શાસ્ત્રના આધારે ઉપજ બોધ તે “જ્ઞાન” કહેવાય છે. (૩) અને સદનુષ્ઠાનયુક્ત જ્ઞાન તે “અસંમેહ' રૂપ બેધ કહેવાય છે તે બધા જ સર્વોત્કૃષ્ટ હોઈ “બોધરાજ' કહેવાય છે. જેમકે યાત્રાળુને દેખી તીર્થે જવાની બુદ્ધિ થાય, તે બુદ્ધિ છે; તીર્થયાત્રાની વિધિનું વિજ્ઞાન, તે જ્ઞાન છે અને તીર્થયાત્રાની વિધિના વિજ્ઞાન પ્રમાણે તીર્થગમન તીથફરસણ તે અસમેહ છે. “આ રત્ન છે” એવું રત્નનું સામાન્ય જાણપણું તે બુદ્ધિનું ઉદાહરણ છે; આગમ આધારે આ રત્નનું આ સ્વરૂપ છે એમ જાણવું તે જ્ઞાનનું ઉદાહરણ છે, અને તે જ્ઞાનગર્ભિતપણે જ્ઞાનથી તે રત્નનું સ્વરૂપ એળખી તે રત્નની પ્રાપ્તિ આદિ થવી તે અસંમેહનું સમ્યફ સાધક ઉદાહરણ છે. ક્રિયામાં આદર, પ્રીતિ, અવિન, સંપત્તિપ્રાપ્તિ, જિજ્ઞાસા, અને તજજ્ઞસેવા તજજ્ઞ અનુગ્રહ-એ સદનુષ્ઠાનના લક્ષણ છે.
તેમાં (૧) પ્રાણીઓના સામાન્યપણે સર્વે બુદ્ધિપૂર્વક કર્મો- ઇદ્રિયજન્ય બેધવાળા કર્મો તે વિપાકવિરસ હોઈ તેનું ફલ પરિણામ સંસાર છે. (૨) કુલગીઓના સર્વ કર્મો જ્ઞાનપૂર્વક એટલે કે શ્રુત-શાસ્ત્રને અનુસરનારા હોય છે, અને શાસ્ત્રનું સામર્થ્ય અમૃત જેવું છે, તેથી ઉત્તરોત્તર ઉત્તમ ફલપરંપરા સાંપડે છે. માટે શાસ્ત્રાનુગામી એવા કુલયોગીઓના કર્મ મુક્તિના અંગરૂપ છે, પરંપરાએ મુક્તિને કારણરૂપ થઈ પડે છે. (૩) અને સંસારાતીત