________________
(૩૯૦)
ગિદરિસસુચ્ચય અર્થ – અને અસહથી ઉપજતા એવા તે જ કર્મો, એકાંત પરિશુદ્ધિને લીધે, સંસારાતીત-પર અર્થ પ્રત્યે ગમન કરનારાઓને (પરતત્વવેદીને) શીધ્ર નિર્વાણ ફલ દેનારા હોય છે.
વિવેચન
અસમેહથી ઉપજેલા એવા કર્મો, એકાંત પરિશુદ્ધિને લીધે. ભવાતીત-સંસારતીત અર્થગામીઓને શીધ્ર નિર્વાણ ફલ આપનાર એવા હોય છે.
ઉપરમાં કહ્યા પ્રમાણે સહુઅનુષ્ઠાન સહિત જે જ્ઞાન તે અસંમોહ કહેવાય છે. એવા અસંમેહથી એટલે કે સદ્અનુષ્ઠાનયુક્ત જ્ઞાનથી જે કર્મો કરવામાં આવે છે, તે
શીધ્ર નિવણફલ આપે છે; એમાં કાળક્ષેપ કે વિલંબ થતો નથી, કારણ અસંમેહ કર્મ કે અત્રે એકાંત પરિશુદ્ધિ હોય છે, પરિપાકવશે કરીને સર્વથા શુદ્ધિ શીધ્ર મોક્ષદાયી હોય છે જેમ સુવર્ણને અગ્નિથી તપાવતાં તપાવતાં મેલરૂપ અશુદ્ધિ
દૂર થતી જાય છે ને છેવટે પરિપાક થતાં શુદ્ધ સુવર્ણ ઉત્તીર્ણ થાય છે. તેમ અત્રે પણ ગાનલથી તપાવતાં તપાવતાં આત્માની કમમલરૂપ અશુદ્ધિ દૂર થતી જાય છે, અને છેવટે શુદ્ધિનો પરિપાક થતાં શુદ્ધ આત્મારૂપ સુવર્ણ જ નિષ્પન્ન થાય છે. અને આમ જ્યારે આત્માની એકાંત પરિશુદ્ધિ થઈ, એટલે પછી મેક્ષફલને આવતાં વાર શી? આત્મા શુદ્ધોપગવંત થયે એટલે મોક્ષ હથેળીમાં જ છે, કારણ કે “જેશુદ્ધોપગવંત છે તેના આવરણ–અંતરાય ને મેહરજ દૂર થઈ જતાં, તે સ્વયમેવ પ્રગટ આત્મારૂપ-સ્વયંભૂ થઈ, યમાત્રના પારને પામે છે, અર્થાત્ કેવલજ્ઞાન પામે છે.” તે આ પ્રકારે –“જે ચૈતન્યપરિણામરૂપ લક્ષણવાળા ઉપયોગ વડે કરીને યથાશક્તિ વિશુદ્ધ થઈને વર્તે છે, તેની વિશિષ્ટ વિશુદ્ધિ શક્તિ પદે પદે ઉભેદ પામતી જાય છે–ખૂલતી જાય છે. એટલે તેની અનાદિની બંધાયેલી અતિ દઢ મોહગ્રંથિ ઉગ્રંથિત થાય છે–ઉકેલાઈ જાય છે, અને તે અત્યંત નિર્વિકાર ચૈતન્યરૂપ થાય છે. એટલે પછી તેને સમસ્ત જ્ઞાનાવરણ, દર્શનાવરણ ને અંતરાય સર્વથા દૂર થાય છે. અને આમ નિપ્રતિઘ–અપ્રતિહત આત્મશક્તિ ઉલ્લસિત થતાં, સ્વયમેવ પ્રગટ આત્મારૂપ થઈ ફેયમાત્રના અંતને પામે છે, * કેવલજ્ઞાન પામે છે. આમ ઉપયોગની એકાંત પરિશુદ્ધિ થકી યાવત મોક્ષ પ્રાપ્ત થાય છે. * “ વાવિયુદ્ધો નો વિજયવંતથિનોહરો |
મૂહો સયમેવા કારિ પ ળ મૂવાળું ” શ્રી કુંદકુંદાચાર્યજીકૃત પ્રવચનસાર,
* “यो हि नाम चैतन्यपरिणामलक्षणेनोपयोगेन यथाशक्ति विशुद्धो भूत्वा वर्तते स खलु प्रतिपदमुद्भिद्यमानविशिष्टविशुद्धिशक्तिरुग्द्रन्थितासंसारबद्धदृढतरमोहप्रन्थितयात्यन्तनिर्विकारचैतन्यो निरस्तमस्तज्ञानदर्शनावरणान्तरायो निःप्रतिविम्भितात्मशक्तिश्च स्वयमेव भूतो ज्ञेयत्वमापन्नाना मन्तमवाप्नोति।"
--શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પ્રવચનસારવૃત્તિ