________________
(૭૦૮)
ગદષ્ટિસમુચચય છે ! કથા સુણી સુણી ફૂટ્યા કાન, તેય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” (૩) ગ્રહણું–શ્રવણ થયા પછી ગ્રહણ થાય છે. જે સાવધાનપણે ઉત્કટ તલસાટથી શ્રવણ કર્યું, તેનું અર્થ ગ્રહણ થાય છે. (૪) ધારણુ-ગ્રહણ પછી તેનું ધારણ-અવધારણ થાય છે. તેના સંસ્કારનું ચિત્તમાં ટકી રહેવું–અવિસ્મૃત રહેવું તે ધારણ છે. (૫) વિજ્ઞાન-ધારણ પછી વિજ્ઞાનવિશેષ જ્ઞાન થાય છે, વિશેષ બેધ થાય છે. ઉત્તરોત્તર દઢ સંસ્કારથી પ્રાપ્ત બોધ બળવાન બનતો જાય છે. (૬) ઈહા-વિજ્ઞાન-બોધ પછી ઈહા-ચિંતન, શંકા સમાધાન, તર્ક વગેરે થાય છે. (૭) અપોહ–હા પછી અપોહ થાય છે. શંકા-સંદેહનું નિરાકરણ થાય છે, બાધક અંશનું નિરાકરણ–દૂર કરવાપણું થાય છે. (૮) તત્ત્વાભિનિવેશઅપહ થયા પછી, સર્વ શંકા-સમાધાન થઈ ગયા પછી, સર્વ તર્કનું નિરાકરણ થયા પછી તત્વવિનિર્ણય થાય છે, એટલે તત્ત્વમાં અભિનિવેશ-દઢ નિશ્ચયરૂપ પ્રવેશ થાય છે, તત્વ નિરધાર થાય છે. આવા આ આઠ ગુણથી યુક્ત આ પ્રવૃત્તચક્ર યેગી પુરુષો હોય છે. તથા–
आद्यावश्चकयोगाप्त्या तदन्यद्वयलाभिनः । एतेऽधिकारिणो योगप्रयोगस्येति तद्विदः ॥२१३॥ આદ્ય અવંચક વેગથી, અન્ય અવંચક પ્રાસ;
ગ્ય આ યુગ પ્રયોગના કહે યેગીએ આસ, ૨૧૩, અથ –પહેલા અવંચક યોગની પ્રાપ્તિથી તેનાથી અન્ય બે અવંચકનો લાભ પામેલા એવા તેઓ હોય છે. એઓ આ ગપ્રયોગના અધિકારીઓ છે, એમ યોગવિદ વદે છે.
વિવેચન તથા હેતુભૂત એવી આધ અવચંકે યોગની પ્રાપ્તિથી તેઓ તેનાથી અન્ય એવા બે અવંચકન-ક્યિા અવંચક ને કુલ અવંચકના યેગને લાભ પામેલા હોય છે. તેની અવધ્ય-અમેઘ-અચૂક ભવ્યતાથી તેઓ એવા સ્વરૂપવાળા હોય છે. એઓ આ યોગપ્રયાગના અધિકારીઓ છે, એમ તે યોગના જાણનારાઓ કહે છે.
ઉપરમાં પ્રવૃત્તચક ગીના બે લક્ષણ કહ્યા-(૧) પ્રથમ યમયને લાભ પામેલા, (૨) બાકીના યમયના અથી. અહીં તેનું ત્રીજું લક્ષણ કહ્યું છે - આદ્ય અવંચક ગની - વૃત્તિ માધાવાયો –હેતુભૂત એવી અઘ અવંચક યુગની પ્રાપ્તિ થકી, ચાટામિન –તેનાથી અન્ય 6યના લાભી ક્રિયાઅવંચક-ફલાવંચક એ એને લાભ ધરાવનારા –તેની અવંધ્ય ભવ્યતાથી એવંભૂત, એવા સ્વરૂપવાળા તેઓ, શું ? તો કે -અધિળિઃ – અધિકારીઓ, કાના? તો કે વોઝોનg-અધિકત એવા યુગપ્રયોગના હૃત્તિ-એમ તરિક તેના જસુકારે, યોગવિદો કહે છે–એમ શેષ છે.