________________
ઉપસંહાર : પ્રવૃત્ત ચક સાધકની સાથે દિશા ભણી પ્રગતિ
આમ બાધક દિશામાંથી ફરીને ષ કારક ચક સાધક દિશામાં ચાલવા લાગે છે, એટલે પછી ચાલુ થયેલ ઘટિકાયંત્ર જેમ અમુક દિશા ભણું જ ગતિ કરે છે, તેમ આ
ચાલુ થયેલું-પ્રવૃત્ત થયેલું ગચક્ર-યંત્ર પણ સાધ્ય એવી સિદ્ધ સાધ્ય દિશા દશાની દિશા ભણી જ પ્રગતિ કર્યા કરે છે. વળી એક વખતે ચલાવવામાં ભણું પ્રગતિ આવેલું યંત્ર-ચક ઉત્તરોત્તર વધારે ગતિવેગને (Velocity) પકડતું
જાય છે, તેમ આ યોગ-ચક્ર એક વખત ભાવથી પ્રવૃત્ત કરવામાં આવતાં પછી ઉત્તરોત્તર વધારે પ્રગતિરૂ૫ ગતિને પામતું જાય છે, ઉત્તરોત્તર વધુ ને વધુ સંવેગ પામી ચઢતી ચઢતી વેગ-ભૂમિકાઓને સ્પર્શતું જાય છે, એટલે ઉત્તરોત્તર ચઢતા પરિણામ થતા જાય છે, ઉત્તરોત્તર આપયોગ જાગૃતિ વધતી જાય છે.
અને આ અહિંસાદિ પાંચ યમની શુદ્ધિની તરતમતાના કારણે તેની ચાર કક્ષા–ચાર ભૂમિકાઓ કહેવામાં આવી છે–ઈચ્છાયામ, પ્રવૃત્તિયમ, સ્થિરથમ અને સિદ્ધિયમ, અહિંસાદિની ઉત્તરોત્તર અધિકાધિક શુદ્ધિની માત્રા (Degree) પ્રમાણે આ વિભાગ પાઠવામાં આવ્યા છે. એક ને એક અહિંસાની શુદ્ધિ અંશ પ્રમાણે આમ ચાર કેટિ હોય છે. જેમ ઉષ્ણતા અંશ (Degree) પ્રમાણે શરીરની ઉષ્ણ દશામાં ફેર પડે છે, તેમ આત્મશુદ્ધતાના અંશ પ્રમાણે આત્માની અહિંસાદિ યોગદશામાં ફેર પડે છે. અહિંસાદિ યમની આ ચાર કટિમાંથી આ પ્રવૃત્તચક્ર મેગીને પ્રથમની બે ઈચ્છાયમ ને પ્રવૃત્તિયમ તે પ્રાપ્ત થઈ ચૂકી હોય છે, અને બાકીની બે કટિ પ્રાપ્ત કરવાના-સ્પર્શવાના તે અત્યંત અથી હોય છે, તીવ્ર અભિલાષી હોય છે. અને તે માટે તેમને સત પુરુષાર્થ સદાય ચાલુ જ હોય છે, એમનું “પ્રવૃત્ત ચક્ર નિરંતર પ્રવૃત્ત જ હોય છે. આમ થવાનું કારણ તેઓની સદુપાય પ્રવૃત્તિ છે, સસાધન પ્રત્યેની પુરુષાર્થશીલતા છે. એટલે તેઓ સત્ ઉપાયમાં તીવ્ર સંવેગથી, અત્યંત અદમ્ય ઉત્સાહથી, પૂર્ણ ઉછરંગથી પ્રવૃત્ત જ હોય છે, રઢ લગાડીને મંડી પડ્યા જ હોય છે, (જુઓ પૃ. ૧૫૪).
અને આમ તેઓ સદુપાયમાં સતત પ્રવૃત્ત હોય છે, તેથી જ તેઓ શુશ્રષા આદિ આઠ બુદ્ધિગુણથી સંપન્ન હોય છે. તે આ પ્રકારેઃ (૧) શુશ્રષા-તત્ત્વશ્રવણની અંતરંગ તીવ્ર ઈચ્છા.
જેમ કઈ તરુણ, સુખી અને રમણીથી પરિવારે પુરુષ કિન્નર ગીત શુશ્રુષાદિ સાંભળવાને ઇછે, તેના કરતાં અનેકગણ ઉત્કટ ઇચ્છાતલસાટ તત્વ આઠ ગુણ સાંભળવા માટે આ મુમુક્ષુને હોય. આવી શુશ્રુષા જ બધપ્રવાહની સરવાણ
છે, આવી શુશ્રષા ન હોય તે સાંભળ્યું તે સ્થલ કુપ સમાન થઈ પડે છે, અથવા ઉંઘતો રાજા કથા સાંભળતું હોય તેના જેવું થઈ પડે છે. (૨) શ્રવણ–આવી સાચી શુશ્રષા-સાંભળવાની તીવ્ર ઈચ્છા હોય, તો જ પછી સાચું શ્રવણ થાય છે. આ શ્રવણ એટલે કર્ણમાં માત્ર શબ્દ અથડાવા તે નથી, પણ આત્મા દ્વારા અર્થ અનુસંધાનપૂર્વક સાવધાનતાવાળું શ્રવણ તે સાચું શ્રવણ છે. બાકી તે એક કાનેથી બીજે કાને કાઢી નાખ્યા જેવું થાય