________________
પર ]
શ્રી આનંદઘન ચોવીશી છે. યોગ એટલે ગ–મેળાપ. એ શબ્દ મેળાપ અથવા સહુચારના ખાસ અર્થમાં વપરાય છે. મિત્રને વેગ-ગ થાય, ધનને જેગ થાય, એ યોગને એક અર્થ છે. એ રીતે જ્ઞાન, જ્ઞાનને બતાવનાર, જ્ઞાનપ્રાપ્તિ માટે પુસ્તક આદિ સાધન, જ્ઞાન ગ્રડણ કરવાની શક્તિ, સંગ્રાહક–પૃથકરણસમીકરણ શક્તિએ સર્વને ગ થાય તેને ગાવંચકપણું કહેવામાં આવે છે. પ્રાણી સંસાર તરફ, પરભાવ તરફ એટલે આસક્ત હોય છે કે એને ગાવંચકપણું પ્રાપ્ત થવું જ દુર્લભ છે. એ ધન, માલ, સ્ત્રી, પુત્ર કે સ્થાનના મેહમાં ધર્મ તરફ કે આત્મા તરફ નજર પણ કરતું નથી. છતાં કઈ વખત એને “નદી ગોળ પાષાણ” ન્યાયે યેગ થઈ જાય છે.
આ યોગ થાય, ધર્મ પ્રાપ્તિના કે વિશિષ્ટ જ્ઞાનના પ્રસંગે આવે, ત્યારે તેને લાભ લે તે પ્રમાણે એનું અજ્ઞાન ઓછું થાય છે, અને વસ્તુસ્વરૂપને પ્રકાશ તેના પર પડે છે. એ જ્ઞાન પ્રમાણે એની વાસના જાગે છે. ધર્મજિજ્ઞાસા, ધર્મ રુચિ અને ધર્મભાવના યોગાવંચકપણાને પરિણામે એને થતી જાય છે.
આ વાસના એટલે અભિલાષા અથવા શ્રદ્ધાને સંસ્કાર સાથે ખાસ સંબંધ છે. યોગ થાય તે સંસ્કાર જાગે, જાગ્યા પછી જામે અને જાણ્યા પછી સ્થિર થાય. આવા પ્રકારને વાસિત બોધ હોય તેને જ આ કાળમાં આધાર છે. પ્રાણીને જે ગ થાય તેવી–તેના પ્રમાણમાં વાસના થાય અને એવી વાસનાથી સુગંધિત થયેલે બોધ થાય. હવે યોગાવંચકપણામાં તે વધઘટ ઘણું હોય છે, કોઈ પ્રાણીને વધારે સારા યેગે મળી જાય, એના ગુરુ ખૂબ પ્રૌઢ અને અનુભવી હાય, એને સ્થાન-સંગ-સહચાર-સોબત બોધને અનુકૂળ હોય, બીજાને ગુરુ સારા હોય પણ પિતાની ગ્રહણશક્તિ-યાદશક્તિ કમ હોય, એટલે આ ગાવંચકપણામાં તરતમતા ઘણી રહે છે. આ રીતે મેગની વધઘટને પરિણામે વાસનાની તરતમતા જરૂર થાય.
આપણે ચારે તરફ નજર કરીએ તે જણાય છે કે પ્રાણીના બેધમાં વધઘટ ઘણી હોય છે. કેઈને ક્ષોપશમ એવો જબ હોય છે કે એની પાસે ગમે તેવી નવી વાત મૂકવામાં આવે તે એના જામી ગયેલા બોધ અને વિશાળ વાચન અને અનુભવને પરિણામે એ બરાબર પાકા નિર્ણય પર નવા સંગોમાં પણ આવી શકે છે. આપણે હીરપ્રક્ષ, સેનપ્રશ્ન વગેરે ગ્રંથે જોઈએ છીએ ત્યારે એમ જણાય છે કે તેઓ તદ્દન નવીન સંયોગોના પ્રશ્નના જવાબે ખૂબ બુદ્ધિપૂર્વક આપે છે. બોધની તરતમતાના આ ઉત્કૃષ્ટ દાખલા છે. અને જૈન શાસ્ત્રકાર તે અનેક સ્થાનકે કહે છે કે શ્રુતજ્ઞાની જ્યારે બરાબર ઉપગ મૂકે અને તેને બંધ બરાબર જામેલ અને પૂરતું વિશાળ હોય, તે તેઓ ગમે તેવા સૂક્ષ્મ ભાવને કેવળી ભગવાનની સમાન કહી શકે. પ્રાણીને તરતમ યોગ થાય તે પ્રમાણે એને સંસ્કાર થાય છે અને એવા સંસ્કારીને જે બોધ થાય તે આ કાળમાં તે આધાર ભૂત છે. એટલે અત્યારે તે એ સમય વતે છે કે જેમાં દિવ્ય જ્ઞાનને વિરહ પડે છે, જેમાં માર્ગદર્શનના ચારે પ્રકારે પૂરતા કારગત નીવડવાની મુશ્કેલી દેખાય છે. આવા વખતમાં તરતમ વેગથી વાસિત થયેલ બેધને આધાર લેવે જ રહ્યો. દિવ્ય નયણ નથી તેથી બોધ ન જ થાય એમ ધારવાનું નથી. પણ ગૂંચવણ આવી પડે ત્યારે, દિવ્ય નયણની