________________
૨: શ્રી અજિતનાથ સ્તવન
[પ૧ વિવેચન–આવી રીતે અજિતનાથ ભગવાનના પંથનું અવલોકન કરતાં તે ખરેખર એમ લાગી જાય છે કે આ કાળમાં દિવ્ય ચક્ષુની ખરેખર ખામી પડી ગઈ છે. આ દિવ્ય નયણની ગેરહાજરી સાલે તેવી છે, કારણ કે વસ્તુવિચારણામાં જ્યાં મતભેદ પડે ત્યાં સાચી વિચારણા કઈ હશે તેને પાકે અને ચોક્કસ નિર્ણય કરવા માટે જે વિશિષ્ટ પ્રત્યક્ષ જ્ઞાન જોઈએ અથવા તેને બતાવનારને શોધીએ તે આ કાળમાં તે પ્રાપ્ત થઈ શક્તા નથી.
જ્ઞાન બે પ્રકારનું છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. આત્માને સીધેસીધું જ્ઞાન થાય તેને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. એમાં આંખ, કાન કે બીજી કઈ પણ ઈન્દ્રિયની દરમિયાનગીરી હોતી નથી. આત્મા પિતે જ જે વાત દેખે તેને જૈન પરિભાષામાં પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. ડાકો : પ્રતિ પ્રત્યક્ષમ્ ! અહીં “અક્ષમ્ ”ને અર્થ આત્મા થાય છે. આપણે વ્યવહારમાં જેને પ્રત્યક્ષ જ્ઞાન કહીએ છીએ, તેને જૈન પરિભાષામાં “પરોક્ષ” જ્ઞાન કહેવામાં આવે છે, જે કઈ જ્ઞાન થવામાં વચ્ચે ઇંદ્રિય આવે, ઇન્દ્રિય ન હોય તે જ્ઞાન ન થાય, તે પરોક્ષ જ્ઞાન સમજવું. આંખ જાય કે બંધ કરવામાં આવે તે તે વગર જ્ઞાન ન થાય. તે પ્રમાણે બાકીની ચાર ઇદ્રિ–સ્પર્શ રસ, પ્રાણ કે શ્રોત્ર-માટે સમજવું.
પક્ષ જ્ઞાન અને ઉપર ચરમ નયણ” (ગાથા બીજી)ની હકીકત આવી તે એક જ વાત છે. ત્યાં ચરમ નયણથી જોતાં સંસાર કેવું લાગે છે તે બતાવ્યું હતું. દિવ્ય નયન પ્રાપ્ત થાય, આત્મપ્રત્યક્ષ જ્ઞાન થાય, ત્યારે વસ્તુગતે વસ્તુનું રહસ્ય સમજાય, એટલે અત્યારે દિવ્ય નયન આપણને પિતાને નથી અથવા દિવ્ય નયણવાળા અન્યની પ્રાપ્તિ આ કાળમાં આ ક્ષેત્રમાં અશક્ય છે, એટલે એને વિરહ વસ્તુવિચારણામાં જરૂર લાગી આવે તેમ છે.
બાકી, જ્યાં શંકા પડે કે મતભેદ પડે ત્યાં જે દિવ્ય જ્ઞાન હોય અથવા દિવ્ય જ્ઞાનવાળા નજીકમાં હોય, તે તેની પાસેથી વસ્તુગત પદાર્થની ચોખવટ કરી શકાય. આત્મપ્રત્યક્ષ જ્ઞાનમાં અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનને સમાવેશ થાય છે, જ્યારે અત્યારે આપણને થતાં પક્ષ જ્ઞાનમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને સમાવેશ થાય છે. આ જ્ઞાનને વિષય ઘણે વિસ્તૃત છે. પ્રત્યક્ષ-પરોક્ષ જ્ઞાનને સમજવાની અને તેને તફાવત સમજવાની જરૂર છે. (જુઓ,
જૈન દૃષ્ટિએ કર્મ” નામને મારે ઉલ્લેખ) અહીં કહેવાની વાત એ છે કે વસ્તુગતે વસ્તુની વિચારણા કરવામાં આવે છે, ત્યારે દિવ્ય નયણનો-પ્રત્યક્ષ જ્ઞાન-વિરહ પડે છે. અત્યારે તેની આપણને પ્રાપ્તિ નથી એ વાત બરાબર યાદ આવે છે. એટલે હવે આ કાળમાં કેવા પ્રકારના જ્ઞાનને આધાર લેવો એ જ વિચારવાનું રહ્યું. દિવ્ય નયનને વિરહ છે; એટલે પંથે નિહાળવાની વાત જ મૂકી દેવી કે જેવા પ્રકારને નિહાળવાને માર્ગ સાંપડે તેથી ચલાવી લેવું, એની વચ્ચેની પસંદગીને પ્રશ્ન પ્રાપ્ત થાય છે.
ધર્મપ્રાપ્તિને માટે યોગ થવો એ પણ મડાવિકાસનો હેતુ છે. ગાવંચકપણે પણ મહાલાભનું નિમિત્ત છે. પ્રાણીની સ્થિતિ પાકવા આવી હોય ત્યારે ગાવંચકપણું પ્રાપ્ત થાય