________________
૨: શ્રી અજિતનાથ સ્તવન
[૫૩ ગેરહાજરીમાં, ઉત્કૃષ્ટ બધથી વાસિત થયેલા વિશિષ્ટ જ્ઞાની પાસેથી બેધ લે, એમાં જરા પણ વાંધો નથી.
જે એમ કરવામાં ન આવે અને માત્ર દિવ્ય જ્ઞાની મળશે તે જ બોધને સ્વીકાર કરવામાં આવશે એવો આગ્રહ રાખવામાં આવે તે ભારે અગવડ થાય; ડી વધારે પ્રગતિ પણ અટકી જાય અને આત્મા ભારે થઈ સંસારચકમાં રખડી પડે અને અટવાઈ જાય. માટે મળી શકતાં સાધનને લાભ લેવો અને જે પ્રાપ્ય બેધ છે તેનું અવલંબન કરી તેનાથી બનતી પ્રગતિ સાધવી; માત્ર તેની મર્યાદા ક્યાં છે અને શા માટે છે, તેને ખ્યાલ કરી રાખો. આ ખ્યાલને પરિણામે બોધને તજી દેવાથી દુબુદ્ધિ ન થાય, પણ પ્રાપ્ય સાધનને બનતે આધાર લેવાય અને તેની સાથે સાધનની મર્યાદા ધ્યાનમાં રહે, એ વાત સમજણમાં રાખવા યોગ્ય છે. (૫)
કાળલબધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ
એ જન જીવે રેજિનજી! જાણીયો રે, “આનંદઘન” મત અંબ. પંથડો. ૬
અનુસાર વખત આવશે ત્યારે આપને માર્ગ આગળ ઉપર જશું, પ્રાપ્ત કરશે. એવી આશાને ટેકે હે ભગવાન! આ પ્રાણ (હું) અત્યારે તે આનંદઘનના શુદ્ધ આત્મદશારૂપ આંબાના ફળની આશાએ જીવે છે, ટકી રહે છે, કાળ નિગમન કરે છે. અથવા હે આનંદસ્વરૂપ આંબા ! આ પ્રાણું એના ફળની પ્રાપ્તિ ભવિષ્યમાં થઈ જશે, એ આશાએ હાલ તે ટકી રહેલ છે. (૯)
ટ —કાળલબ્ધિ પામી જે શુદ્ધ પંથ-માર્ગ નિહાળશે, જોશે એ જ આશાને અવલંબન છે. તેટલા માટે હે જિન! એમ કરી જાણજો કે એ જન–પ્રાણી મારી સરખે એમ જ કરી જવે છે. તે આનંદઘન મત, જે સ્યાદ્વાદ મત, એ જ આંબે ફળે છે અથવા અંબર-આકાશ અનંત છે. બીજા એટલે બીજા તીર્થકર શ્રી અજિતનાથની વિનતી એ કહી. (૬)
વિવેચન—પણ આ પ્રાણી (નિહાળનાર ચેતનરાજ) તે વિકાસગામી . પ્રગતિસાધક માગે ગમન કરનાર (Optimist) છે અને માર્ગદર્શનના ઉપાયની પૂરી કારગતતાને અભાવે એ વાતને છોડી દે તેવું નથી. એટલે એને આશાવાદ આખરે ઝળકી ઊઠે છે. એને પંથ જરૂર નિહાળો છે, એટલે એને વીતરાગમાર્ગનું અવલોકન કરી એનું અનુસરણ જરૂર કરવું છે. એને મને વિકારોએ એટલે રાગદ્વેષ આદિ અનેક શત્રુઓએ જીતી લીધું છે, એના માર્ગ નિહાલનના ઉપાયે પૂરતા નથી એ વાત એના ધ્યાનમાં છે, તરતમ યોગના આધારે થયેલ બોધના
પાઠાંતર–નિહાળશે રે.- નિહાલસઈ રે, નિહાળશે રે, નિહાળીએ રે. અવલંબ – અવિલંબ જાણી રે - જાણજો રે, નહિ જાણીઓ છે. ત્રીજું ચરણ – એ જન જીવે રે જિન નહિ જણિયા રે (૬).
શબ્દાર્થ –કાળ = સમય, તક લબ્ધિ = પ્રાપ્તિ, લાભ લઈ = મેળવી. પંથ = માગ. નિહાળશું = જશે, દેખશે, મેળવશું. આશા = આસ્થા, આકીન, વિશ્વાસ. અવલંબ = ટેકે, આધાર. એ જન = હું પોતે. જીવે = ચલાવ્યા કરે છે, સમ પસાર કરે છે. જિન = પ્રભુજી, નાથજી. આનંદધન = આમાનંદ. મત = દર્શન, અભિપ્રાય. અંબ = આંબો, આમ્ર વૃક્ષ, સદા ફળનું ઝાડ, અવલંબન. (૬)