________________
૨૪-૨: શ્રી મહાવીર જિન સ્તવન
[૪૮૧ સુખમ નામકરમ નિરાકાર જે રે, તેહ ભેદે નહિ અંત; નિરાકાર જે નિરગતિ કર્મથી રે, તેહ અભેદ અનંત. ચરમ૦ ૩
અર્થ_એક તે ચર્મચક્ષુથી ન દેખાય તેવું નિરાકારપણું, તેના પ્રકારને અંત આવતે નથી. અને નિર્ગ તિક કર્મના યેગે જે આકારરહિતપણું–નિરંજન નિરાકારપણું પ્રાપ્ત થાય છે, તેના પ્રકાર પણ અનંત છે. (૩)
વિવેચન–હજુ સવાલ ચાલે છે. નિરાકારપણે બે જાતનું છે. એક સૂમ નામકર્મને લઈને, અને તેના તે અનંતા ભેદ છે. બીજુ નિર્ગતકર્મથી નિરાકારીપણું પ્રાપ્ત થાય છે, કર્મ ન હોય ત્યારે તેના પણ અનંત ભેદ છે. દરેક સિદ્ધો અસંખ્યાત પ્રદેશાત્મક છે અને અનંતા પ્રાણ સિદ્ધ થયેલા છે તેથી તેના અનંતા ભેદ થાય. સૂમ નામકર્મના ઉદયે અનંત
સૂફમ થાય છે. પૃથ્વીકાય, અપકાય, તેજસકાય, વાઉકાય અને વનસ્પતિ–સૂકમને આ સૂમ નામકર્મને ઉદય હોય છે, તેથી પણ તે પ્રાણીનું શરીર ન દેખાય. અને સર્વ કર્મને નાશ થતાં નિરાકારીપણું મળે તે સિદ્ધના જી અનંત હોવાથી સરવાળે અનંતા થાય. આ બે પ્રકારના અનંતા બતાવવાને હેતુ એ છે કે કર્મજન્ય સૂક્ષ્મપણું અને કર્મનાશજન્ય અવિકારીપણું, આવું આપનું તે કાંઈ રૂપ નથી. ત્યારે મારે સવાલ એ છે કે આપને કઈ રીતે ધાવવા? આને માર્ગ અને મળતું નથી. આપ કાંઈ રસ્તે બતાવે ત્યારે મને સૂઝ પડે.
નિગદના સર્વ પ્રાણીઓને સૂકમ શરીર હોય છે. તેઓનાં શરીર દેખાતાં નથી અને આપ અને બીજા અનંત સિદ્ધ કર્મ રહિત થવાથી અવિકારી અને અશરીરી થયા છે. આપ નિરાકાર છે, તે પછી મારે આપનું ધ્યાન કઈ રીતે કરવું ? પ્રથમ ગાથાથી જે સવાલ ઉપસ્થિત થયેલ છે તે ચાલુ છે. હજુ તે જ આકારે જુદી જુદી દલીલથી એ સવાલ આ પ્રાણી ચાલુ રાખે છે. (૩)
રૂપ નહિ કંઈ મેં બંધન ઘટયું રે; બંધ ન મોક્ષ ન કાય;
બંધ મખ વિષ્ણુ સાદિ અનંતનું રે, ભંગ સંગ કેમ હોય? ચરમ૦ ૪ શબ્દાર્થ–સુખમ = સુક્ષ્મ, બાદર નહીં તે સૂક્ષ્મ નામકમને ઉદય. નામકરમ = નામક, સમ દશકા પૈકી પ્રથમ નામકમ. નિરાકાર જે = ચમચક્ષુથી ન દેખાય તેવું. તેહ = તે, સ, એ. ભેદે = પ્રકારે. નહિ = ન (નકારાત્મક). અંત = છેડો, પાર. નિરાકાર = આકાર રહિત, નિરંજન નિરાકાર. જે = કે, જે કોઈ નિરગતિ = નિગતિક, જેમની કોઈ ગતિ નથી. કર્મ = નિઃકર્મા, કમરહિત. ભેદ = પ્રકાર, અનંત = પાર-છેડા વગરના, અપરં પાર. (૩)
શબ્દાર્થ—રૂપ = સ્વરૂપ; આકાર. નહિ =ન. કંઈ = ક્યાંથી, ક્યા પ્રકારે, કેવી રીતે. બંધન = બંધાઈ જવું તે. ઘટયું = સંભવ્યું, યોગ્ય થયું. બંધ ન = બંધ નહિ, બંધાવું નહિ. મોક્ષ = મુકાવું તે. છૂટા થવું તે, કર્મ વગરના થવું તે. ન= નહિ. કાય = શરીર. બંધ = બંધન, બંધાવું તે. મોખ = મોક્ષ, મુકાવું તે વિણ = વગર. સાદિ = જેની શરૂઆત છે તેવું. અનંત = અંત વગરનું. ભંગ = ભાંગે. પ્રકાર, સંગ = સાથે હોવાપણું, તેપણું. કેમ = શી રીતે હોય = સંભવે, થાય. (૪)