________________
૮૨]
શ્રી આનંદઘન-ચાવીશી અર્થ—જે રૂપ ન હોય તે બંધન સંભવ્યું ક્યાંથી? એટલે જેને બંધ નહિ તેને છુટકારો અને શરીર સંભવતાં નથી. અને બંધન અને મેક્ષ વગર સાદિ અનંતને ભંગ છે તે સુસંગત કેમ હોઈ શકે ? (૪)
વિવેચન–હવે આ પ્રાણી શંકામાં અંદરની શંકા કરે છે. આપ અરૂપી છે, તે અરૂપીને બંધન ન હોય, કારણ કે બંધન માટે રૂપની જરૂર છે. તે પછી આપને બંધન કેમ સંભવે ? અને જ્યાં કર્મ બંધ ન હોય ત્યાં પછી તેમાંથી મોક્ષ કાંઈ પણ હોતું નથી, કારણ કે બંધન હોય તે તેમાંથી મુકાવાનું–છૂટવાનું હોય. અને જ્યારે બંધ અને મેક્ષ ન હોય તે સાદિ અનંતને આપને ભાંગ કહેવાય છે, તેને સંભવ કેમ હોય ? આ તે મારી ગૂંચવણમાં વધારે જ થતું જાય છે. આપની બધી વાત જેમ જેમ હું વિચારું છું, તેમ તેમ મારી શંકાઓ વધતી જાય છે. તે આપનું ધ્યાન હું કેમ કરું, તે આપ મને સમજાવે.
ચાર ભાંગા છેઃ અનાદિ અનંત, અનાદિસાંત, સાદિ અનંત અને સાદિસાંત. તેમાં આપને સાદિઅનંતને ભાંગે છે તે બેસતે કેમ આવે ? સર્વ સિદ્ધો આ સાદિ અનંતને ભાગે વતે છે. સર્વ જેને આશ્રયીને મોક્ષ અનાદિ અને અનંત ભાગે છે, એટલે મોક્ષની આદિ પણ નથી અને અંત પણ નથી. પણ પ્રત્યેક જીવ આશ્રયી મેક્ષની આદિ ખરી, પણ અંત નહિ. તે આપના સંબંધમાં સાદિઅનંતને ભાંગે સુસંગત કેમ થાય, અને આપનું દયાન હું કેમ કરું તે આપ મને સમજાવો. (૪)
દ્રવ્ય વિના તેમ સત્તા નવી લહે રે, સત્તા વિણ એ રૂપ? રૂપ વિના કેમ સિદ્ધ અનંતતા રે, ભાવું અકલ સરૂપ. ચરમ૦ ૫
અર્થ-દ્રવ્ય-ચીજ વગર સતા-છતાપણું ન હોય, અને સત્તા વગર રૂપ તે કેમ હોઈ શકે ? અને રૂપ વગર સિદ્ધની અનંતતા કેમ હોઈ શકે ? ત્યારે આપનું અકળ સ્વરૂપ મારે કેમ ધ્યાવવું તે આપ મને જણા–સમજાવે. (૫)
વિવેચનઅને વધારે શંકા-સમાધાન કરાવવા માટે પ્રભુને કહે છે કે દ્રવ્ય વગર સતા હોઈ શકે નહિ અને સત્તા વગર રૂપ કેમ સંભવે ? અને રૂપ વગર સિદ્ધની અનંતતા કેમ હોય? તે અકળ–અકલ્પ સ્વરૂપને કેવી રીતે ભાવું? આ ગાથામાં દ્રવ્યાનુયેગનું ઊડું તત્વજ્ઞાન છે, તે આપણે સમજવા યત્ન કરીએ.
શબ્દાર્થ-દ્રવ્ય = વસ્તુ, ચીજ. વિના = વગર, સિવાય. સત્તા = સતા, હોવાપણું, છતા પણું. નવી = ન (નકારાત્મક). લહે = પામીએ. સત્તા = સત્તા, હોવાપણું. વિણ = વગર, સિવાય. એ = કેમ, શે. રૂપ = આકાર, રૂપ = આકાર, સ્વરૂપ. વિના = વગર, સિવાય. કેમ = કઈ રીતે, કેવી રીતે. સિદ્ધ = મોક્ષમાં ગયેલાની, મુક્તની. અનંતતા = પાર વગરપણું. ભાવું = ધ્યાવું, જાણું. અકલ = ન કળી શકાય તેવું, અકર્યો. સરૂપ = સ્વરૂપ. (૫).