________________
૪૮૦ ]
શ્રી આન ઘન-ચાવીશી
બાબત છે. આમાં અનેક બાબતેનો સમાવેશ થાય છે. પ્રભુ પોતે તે અવિકારી અને અરૂપી છે, તે તેઓનું ધ્યાન કેમ કરવું તે વાત પણ વિચારવા ચેગ્ય છે અને તે તે સાત રાજ અળગા જઈને બેઠેલા છે અને પ્રભુના ધ્યાન વગર પ્રભુ જેવા થઇ શકાય નહિ તે પણ વાત જાણવામાં છે. અહીં આ કાળ અને સર્વ કાળની બેવડી ગૂંચવણ થઈ. ધ્યાન વગર સિદ્ધિ નથી, તે એ અવિકારી અને અરૂપી ધ્યાન કઇ રીતે કરવું ?–તેવેા સવાલ આ જિજ્ઞાસુને ઊચો. તેના જવાબ આ પ્રાણી પ્રભુ પાસે માંગે છે. પ્રભુ એ સવાલના જવાબ આપે છે તે આવતી ગાથામાં જોવામાં આવશે. ધ્યાન સાકારીનું થઈ શકે છે, અને પ્રભુ નિરાકાર છે, તે વિચારી જવાબ આપવાના છે. (૧)
આપ સરૂપે રે આતમમાં રમે રે, તેહના ધુર બે ભેદ; અસંખ ઉક્કોસે સાકારી પદે રે, નિરાકારી નિરભેદ. ચરમ૦ ૨
અથ—પેાતાના સ્વરૂપમાં હેાય ત્યારે તે આત્મામાં રમણ કરે છે, આત્મભાવમાં રમે છે; તેના પ્રથમથી તે બે પ્રકાર છે : (૧) અસંખ્ય ઉત્કૃષ્ટ ભાવે એ સાકારી પદે છે, તેનું રૂપ હાય છે. અને (૨) જ્યારે તે સિદ્ધ થાય છે, ત્યારે તે આકાર વગરના, એકસરખા છે અને ભેદ–પ્રકાર વગરના છે. (૨)
વિવેચન—આત્મસ્વરૂપે એ પરમાત્મા આત્મામાં રમણ કરે છે. પ્રથમ તે તેના બે પ્રકાર પડે છે: અસંખ્ય વર્ષો સુધી તે સાકારીપણે રહે અને પછી છેવટે તે નિરાકારી અને નિભેદ્યુ થાય. આવા પરમાત્માને તે કેમ ભજવા ? નિરાકારીને આકાર કેમ આપવા ? આત્મા જ્યારે પોતાના સ્વરૂપમાં હોય છે, એટલે કે જ્ઞાન-દર્શીન-ચારિત્રમાં હોય છે, ત્યારે એ પોતાના ગુણમાં રમણ કરે છે. પણ અસંખ્ય વર્ષો સુધી એને ઘાતી ક` લાગેલાં હેાય છે. જ્ઞાનાવરણીય, દ નાવરણીય, મેાહનીય અને અંતરાય કને ઘાતી ક કહેવામાં આવે છે. કેટલાક પ્રાણી ઘાતી ક વાળા હાય છે અને કોઈ કોઈ અઘાતી કર્મોવાળા હોય છે. તે એ પ્રકાર પૈકી કોઈ તીર્થંકર હોય છે, માન-પ્રતિષ્ઠા-પૂજાને પાત્ર હોય છે અને કોઈ અતીર્થંકર હોય છે. ઉત્કૃષ્ટ કાળે ૧૭૦ તીર્થંકર લાલે છે અને અતીર્થંકર તેા નવ ક્રોડ હોઈ શકે છે. તીર્થંકર બધા સિદ્ધ થાય છે. તે અવિકારી અને અભેદ્દી કહેવાય છે; કારણ કે સિદ્ધ તરીકે તે પછી કોઈને ભેદ રહેતા નથી, સ` સમાન છે. આવા અવિકારી પ્રભુનું ધ્યાન કેમ કરવું?–એ સવાલ છે અને આ પ્રાણી પ્રભુને તેના સવાલ કરે છે. (૨)
શબ્દા—આપ = આત્મા, પોતે, નિજ. સરૂપે = સ્વરૂપે, રૂપે, સ્વભાવે, આતમમાં = આત્મામાં, પોતામાં, રમે = રમણ કરે, વલસે. તેહના = તેના. ર = પહેલેથી, પ્રથમથી. એ = એકને વધતાં એક. ભેદ = પ્રકાર. અસંખ્ = અસંખ્ય, જે ગણી ન શકાય તેટલા. ઉક્કોસે = ઉત્કૃષ્ટ, વધારેમાં વધારે. સાકારી = આકારે કરી સહિત, તી''કર. પદે = પદવીએ. નિરાકારી = આકાર વગરના, રૂપ વગરના, સિદ્ધ. નિરભેદ = ભેદ વગરના, એક્સરખા, નિભેદ. (૨)