________________
૨૪–૨ : શ્રી મહાવીર્ જિન સ્તવન
[ ૪૯
ખરી સ્થિતિનું ભાન કરાવનાર કોઇ નીકળી આવે અને તેનું ધ્યાન દોરે તે એનામાં જ્ઞાન ભાસતું જ નથી. અને એ આવ્યા હાય તેવા ખાલી હાથે અત્ર સર્વાં મૂકીને ચાલ્યા જાય છે. તેવા માણસને વિચારમાં નાખી દે તેવું આ સ્તવન છે. તે કેની કૃતિ છે તે સહજ વિચારી ગયા. હવે એ શું કહે છે તે આપણી આવડત પ્રમાણે આપણે વિચારીએ.
સ્તવન
( પથડો નિહાળું રે બીજા જિનતણા-એ દેશી ) ચરમ જિણેસર વિગત સ્વરૂપનું, ભાવું કેમ રસ્વરૂપ?
સાકારી વિષ્ણુ ધ્યાન ન સંભવે રે, એ અવિકાર અરૂપ. ચરમ૦ ૧ અથ—છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનું સ્વરૂપ તે અત્યારે નાશ પામેલ છે; તે શુદ્ધ ચેતના કહે છે કે સાકારી ન હાય તેનું ધ્યાન તે શકય કેમ થઈ શકે ? એ તે પોતે કોઇ જાતના વિકાર વગરના છે, ફેરફાર વગરના છે, પોતાના રૂપ–આકાર વગરના છે. તે શુદ્ધ ચેતના કહે છે કે એનું હું ધ્યાન કેમ કરીને કરું ? મારા રસ્તામાં અનેક મુશ્કેલીએ છે. (૧)
વિવેચન—છેલ્લા તીથંકર, જે વિગતસ્વરૂપી છે, જેનું સ્વરૂપ સમજવું ઘણું મુશ્કેલ છે, તે હું કેવી રીતે ભાવું ? કારણ કે સાકારી વગર તે સ્વરૂપને ખ્યાલ આવવે ઘણા મુશ્કેલ છે. અને તે પોતે અવિકારી અને અરૂપી છે. આવા અવિકારી અને અરૂપીનું ધ્યાન પણ કેમ કરવું ? કારણ કે ધ્યાન કરતાં રૂપ તે જોઇએ. આ મુસીબતના જવાબ આપે છે તે આપણે આગળ જતાં વિચારીશું.
આ વિગતસ્વરૂપીનું ધ્યાન મનઃપવજ્ઞાનીથી પણ જાણી ન શકાય તેવું છે. રૂપસ્થ ધર્મધ્યાન સુધી આકાર હોય છે અને ત્યાં સુધી તે મૂર્તિપૂજાને સ્વીકાર આગમમાં કર્યો છે. રૂપાતીત ધર્મ ધ્યાનના પ્રકાર પ્રાપ્ત કરવેા એ કેટલેા મુશ્કેલ છે તે આપણે વિચારવા જેવું છે. બાકી, આ કાળનાં સંઘયણ અને સંસ્થાન વિચારતાં તે રૂપ વગર ધ્યાન સંભવતું નથી; ત્યારે કેમ કરીને પ્રભુનું ધ્યાન આ કાળમાં થઈ શકે ?–એવે આ પ્રાણીને પ્રશ્ન થવા તે સાહજિક શબ્દા—ચરમ = છેલ્લા. જિણેસર = જિનેશ્વર, તીથંકર. વિગત = ગયેલું છે, નાશ પામેલ છે, નથી. સ્વરૂપ = પોતાનું રૂપ, દેખાવ. ભાવુ = જાણું, ધ્યાનમાં લઉં. કેમ = કઈ રીતે. સ્વરૂપ = પોતાનું રૂપ, બાહ્ય દેખાવ. સાકારી – આકારને ધારણ કરનાર, આકાર સહિત હોય તે. વિષ્ણુ = વગર, વિના, સિવાય ધ્યાન = એકાગ્રતા, શાસ્ત્રમાં બતાવેલ ધ્યાનના પ્રકારો, ન સંભવે = શક્ય નથી. એ = તે, પેલા, તીથ''કર અવિકાર = જેમાં વિકાર ન થાય તેવા, અવિકારી, ફેરફાર વગરના. અરૂપ= રૂપ વગરના, અરૂપી. (૧)
૧. જ્ઞાનસારનું આ સ્તવન ભીમશી માણેકના ગ્રંથમાં છપાયેલું છે. તેને સરખાવવા માટે ખીજી કોઈ પ્રત મળી નથી તેથી એનાં પાઠાંતર આપી શકાયાં નથી. સ્તવનમાં ભ્રૂણા અ`માગધી શબ્દો આવે છે; તે સમજવા માટે વિવેચન જોવુ.
૨. ભીમશી માણેકના ગ્રંથમાં અહીં ‘સારી' પાડે છે; પણ મને સારી’ને બન્ને સાકારી' પાડે યોગ્ય લાગે છે; એટલે અથને ધ્યાનમાં લઈ મેં સાકારી' પાડે લીધો છે.