________________
શ્રી આનંદઘનજીનું કહેવાતું
શ્રી મહાવીર જિન સ્તવન ભૂમિકા–આ વિશમાં તીર્થકરનું બીજું સ્તવન થયું. તે જ્ઞાનસારની કૃતિ છે કે કોઈ બીજાની કૃતિ છે તે સ્પષ્ટ થતું નથી. જ્ઞાનસારે બે સ્તવન બનાવ્યાં છે. તેની ખાસિયત એ છે કે એના કર્તા તરીકે તેમણે આનંદઘનજીનું નામ આપ્યું છે. પણ ૨૩ (૧)થી ૨૩ (૨) અથવા ૨૪ (૧) થી ૨૪ (૨) એ બેમાંથી કયું સ્તવન એમનું બનાવેલું છે, તે તેઓ સ્પષ્ટ કરતા નથી. પણ ભાષાષ્ટિએ વિચાર કરતાં એ ચારે સ્તવને આનંદઘનજીની કૃતિ તે લાગતી જ નથી, કારણ કે એ ચારે સ્તવનમાં વપરાયેલી ભાષા અને આનંદઘનજીને શબ્દપ્રયોગ છાને ન રહી શકે, જુદો પડી જાય છે. આ સ્તવનમાં બતાવેલા દ્રવ્યાનુયેગના વિચારે પણ ઘણા સંઘટ્ટ છે, અને તેમાં આનંદઘનને સરળ ભાષાપ્રયોગ મળતું નથી તેથી સાહિત્યની દૃષ્ટિએ એ જરૂર અન્યની કૃતિ છે એમ લાગ્યા વગર રહેતું નથી. એ વાત તે અક્કસ સ્થિતિમાં રહેશે, કારણ કે જ્ઞાનસાર, જેમણે ત્રીસ વર્ષ સુધી આનંદઘનનાં ૨૧ અથવા ૨૨ સ્તવન પર વિચાર કરી પિતાના મંતવ્યો નોંધી લીધાં છે તે કહે છે કે તેમને આનંદઘનજીનાં બે સ્તવનો એક પ્રત પરથી જડ્યાં અને તેના પર તેમણે અર્થ લખે. અને તે અહીં દાખલ કર્યા છે. તે ૨૩ (૧) અને ૨૪ (૧) છે કે ૨૩ (૨) અને ૨૪ (૨) છે, કે કયાં છે તે તેમણે સ્પષ્ટ કર્યું નથી.
જ્ઞાનવિમળસૂરિએ બાવીસ સ્તવન પર અર્થ લખે છે. ઉપરાંત, તેમણે તેવીસમા અને વીસમા જિનનાં સ્તવને બનાવ્યાં છે. તે પણ સરખામણી ગ્ય હોવાથી અહીં ૨૩ (૩) અને ૨૪ (૩) તરીકે દાખલ કર્યા છે. કાંઈ નહીં તે ભાષાની સમજણ માટે તે સ્તવને ઉપયોગી છે. - આ ૨૪ (૨) સ્તવનને કેન્દ્રસ્થ વિચાર “અકય, શબ્દમાં સમાય છેપ્રભુ-ભગવાનનું સ્વરૂપ બેસે તેવું નથી, કળી-કલ્પી શકાય તેવું નથી, કોઈની સાથે સરખાવી શકાય તેવું નથી. એ કેવી રીતે અકલ્પ છે તે આ સ્તવનમાં બતાવ્યું છે. આપણે તે પર વિચાર કરીએ.
બાકી, સંસારની અનેક આંટીઘૂંટીમાં તથા પૌગલિક વાસનામાં લુબ્ધ થયેલા આ પ્રાણીને પરમાત્મતત્વનો વિચાર જ આવતું નથી; એ તે પિતાને જે મળ્યું તે ભેળવવામાં અને વધારે મેળવવામાં ખૂબ આડાઅવળા પ્રયાસો કરે છે, વલખાં મારે છે અને પિતે જે વિચાર, ઉચ્ચાર કે ક્રિયા કરે તે પ્રત્યેકના જવાબ આપવા પડશે, તેને વિચાર પણ કરતું નથી, પણ અભિમાન નમાં છાતી કાઢીને ચાલે છે અને કાં તે તદ્દન રાંકડો બની યાચના કરે છે; અને એવી રીતે અભિમાન કે રાંકપણામાં જીવન ગુજારે છે અને મોતે કમોતે મરી જાય છે. આવા પ્રાણીને અનેક સ્થિતિમાંથી પસાર થવું પડે છે, એ એક ખાડામાંથી નીકળી બીજામાં પડે છે. અને એને