________________
૨૩-૩: શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[૪૬૩ અટકાવી દીધા છે, અને જેમનું આયુષ્ય ચાર પચીશી એટલે એકસો વર્ષનું છે, એ પાર્શ્વપ્રભુને હું પ્રણમું છું. (૨)
વિવેચન–વીશીમાં જેઓ તેવીસમા તીર્થંકર છે, જેઓએ પાંચ ઇંદ્રિયના તેવીશ વિષ દૂર કર્યો છે, જેમણે ગતિ અને સ્થિતિના ૨૪–૨૪ દંડક દૂર કર્યા છે, અને જેઓનું આયુષ્યચક સો વર્ષનું છે તેવા પાર્શ્વપ્રભુને હું પ્રણામ કરું છું.
આ ગાથાને અર્થ સમજાય તે છે. પાંચ ઇન્દ્રિયના વિષયે તેવી છે. સ્પર્શેન્દ્રિયના આઠ, રસેંદ્રિયના પાંચ, ધ્રાણેદ્રિયના બે, ચક્ષુરિંદ્રિયના પાંચ અને શ્રોત્રંદ્રિયના ત્રણ-એ તેવીશે વિષયને એમણે વિજય કર્યો છે અને વિષયમાં જરા પણ લપટાયા નથી. ગતિ અને સ્થિતિના ૨૪–૨૪ દંડક છે. દંડક પ્રકરણમાં ગતિ દંડકનું વર્ણન પ્રથમ દ્વારમાં અને સ્થિતિ-દંડકનું વર્ણન અઢારમા દ્વારમાં છે. ગતિ ચાર છે અને દરેક ગતિમાં કેટલે વખત રહેવાનું થાય તે સ્થિતિ દંડકમાં બતાવ્યું છે. આની વધારે વિગત દંડક નામના પ્રકરણમાં જેવી. પ્રભુનું આયુષ્યચક ચાર પચીશી એટલે સો વર્ષનું છે. એ સો વર્ષના આયુષ્યવાળા પ્રભુ શ્રી પાર્શ્વનાથને હું નમું છું, પ્રણામ કરું છું. (૨)
લોહ ઉધાતુ કરે જે કંચન, તે પારસ પાષાણો રે; નિવિવેક પણિ તુમએ નામે, એ મહિમા સુપ્રમાણ ૨. પાસ ૩
અથ—એક પારસ નામને પથ્થર છે તે લેઢા જેવી તુચ્છ ધાતુને સારામાં સારી મૂલ્યવાન સેનાની ધાતુ બનાવી દે છે. તે પારસ તે ખરેખર પથ્થર છે, એક જાતનો પાષાણ છે. તેવી જ રીતે આપના નામે વિવેકની ગેરહાજરી હોય તે પણ સારી ચીજમાં ફરી જાય છે. એ આપના નામની મોટાઈ સારા આધારથી નકકી થયેલ છે, એવો આપના નામનો મહિમા છે. (૩)
વિવચન–અને આપના નામને હું કેટલું વર્ણવું ! જે પારસ નામને પથ્થર છે તેને સ્પર્શ થવાથી લેઢા જેવી તુચ્છ અથવા હલકી ધાતુ સેના જેવી થઈ જાય છે, તેમ વિવેકની ગેરહાજરી હોય તે આપના નામથી વિવેકી થઈ જાય છે ? એ આપના નામને મહિમા છે. તેથી હું આપને આપના નામને–વર્ણવું છું. પ્રાચીન કાળથી એવી માન્યતા ચાલુ છે કે પારસ નામના પથ્થરને લગાડવાથી લેહ-લેટું પણ સુવર્ણ થઈ જાય છે, એટલે લેઢા જેવી તુચ્છ ધાતુ પણ સેના જેવી પવિત્ર-મૂલ્યવાન સરસ ધાતુ થઈ જાય છે, તેમ આપના નામના સ્પર્શ માત્રથી નિર્વિવેક હોય તે વિવેકીમાં ફરી જાય છે. આપનામાં એટલા ગુણો છે કે આપનું
શબ્દાર્થ–લેહ = લેટું કુધાતુ = સાત ધાતુમાં તુચ્છ-હલકી ધાતુ. કરે = બનાવે, નિપજાવે. કંચન = સોનું, સુવણ. પારસ = પારસ નામને એક જાતને મણિ, જે લેઢાને સોનું કરે છે. પાષણ = પથ્થર, જાતે પથ્થર છે પણ લેઢાને સોનું કરે છે. નિવિવેક = વિવેક રહિતપણું, સાચું ખોટું પારખાની શક્તિની ગેરહાજરી. પણિ = છતાં. તુમ = તમારા, આપના. નામે = નામના ગુણે કરી, મહત્તાથી. મહિમા = મોટાઈ મોટાપણું. સુપ્રમાણે = સારો, આધારભૂત. (૩)