________________
૪૬૪]
શ્રી આનંદઘન-ચાવીશી નામ પણ પારસ પાષણ જેટલું કામ કરે છે. આ પારસનું રૂપક લઈને આ ગાથાને વિસ્તાર કરવામાં આવ્યું છે, તે પારસનાથને મહિમા બતાવવા માટે છે. આપને મહિમા સારા આધારથી નક્કી થયેલ છે, તે બતાવ્યું. (૩)
ભાવે ભાવનિક્ષેપે મિલતા, ભેદ રહે કિમ જાણો રે ? તાને તાન મિલે ઔો અંતર, એહવો લોક ઉષાણ રે. પાસ. ૪
અર્થ—હદયના ભાવપૂર્વક ભાવનિક્ષેપાએ જ્યારે મેળાપ થાય ત્યારે તમે સમજો કે પછી આંતરે કેમ રહી શકે, નભી શકે, ચાલી શકે ? તાનમાં એકસરખા તાનવાળા મળે, પછી આંતરે કે છેટું કેમ ટકી શકે?—એવી લે તેમાં પણ કહેવત છે. આપની સાથે તાન મળે પછી અંતર કેવું ? (૪)
વિવેચન–ભાવપૂર્વક ભાવનિક્ષેપે આપને મેળાપ થતાં મારી અને આપની વચ્ચે આંતર કેમ રહે? તાનમાં તાન મળે ત્યારે ખરી મજા જામે–લેકમાં પણ એવી કહેવત છે. તે મારે આપની સાથે તાન મેળવવું છે. જૈન તત્વજ્ઞાનમાં ચાર નિક્ષેપ છેઃ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. આ ચાર નિક્ષેપ પૈકી ભાવનિક્ષેપાથી આપને ભાવીએ ત્યારે ખરે આંતરિક આનંદ જામે. જેવી રીતે સંગીતકાર ગાયન ગાવા પહેલાં નરઘાં અને હારમોનિયમ સાથે પિતાને રાગ મેળવી પછી ગાયન શરૂ કરે છે, તે પ્રમાણે મારું માન ભગવાનના તાન સાથે મળે, પછી સૂરની જમાવટ પેઠે મારી એકાગ્રતા થાય, તે ઔર આનંદ આપે. તાન સાથે તાન મેળવવાની કહેવત લોકોમાં જાણીતી છે. તેમ જ ભાવપૂર્વક આપને ધ્યાવવાનું થતાં મારી અને આપની વચ્ચે આંતરે કેમ રહે? હું આપના જે કેમ ન થાઉં? આંતરા માટે આપણે છઠ્ઠા પદ્મપ્રભુના સ્તવનમાં વિવેચન કરી ગયા છીએ. આ કારણે ભાવથી આપને હું ભાવું છું અને આશા રાખું છું કે મારે અને આપને આંતર ભાંગી જાય. એટલા માટે હું આપને પ્રણમું છું, તે આપ સ્વીકારશે. (૪)
પરમ સરૂપી પારસરસસું, અનુભવ પ્રીતિ લગાઈ રે; દોષ ટલે હોય દૃષ્ટિ સુનિર્મળ, અનુપમ એહ ભલાઈ રે પાસ. ૫ શબ્દાર્થ –ભાવે = ભાવપૂર્વક, હૃદયમિપૂર્વક. ભાવનિક્ષેપ = ચાર નિક્ષેપ પૈકી ભાવ નિક્ષેપે. મિલતા = એકત્ર થતાં, એક થતાં. ભેદ = તફાવત, જુદાઈ, અંતર. રહે = હોય, થાય. કિમ = કેમ. શા માટે, કેવી રીતે. જાણ = સમજે, અવગાહો, તાને = એકસરખા, સરખા તાનસુરવાળા. ો = શું, કેમ. અંતર = આંતર, છેટાપણું. એહો = એવો, એ પ્રમાણે. લેક = જનતામાં, લેકેતિમાં. ઉષાણ = ઉખાણ, લોકોક્તિ, કહેવત. (૪)
શબ્દાર્થ–પરમ = ઉત્કૃષ્ટ, સહુથી સરસ, સરૂપી = સ્વરૂપ ધારણ કરનાર, નિજ ગુણના ધારક. પારસરસ = લેહને સેનું બનાવે તે રસ ધારણ કરનાર, પાર્શ્વનાથ. અનુભવ = જાતઅનુભવ, ભોગવવું તે. પ્રીતિ = પ્રેમ, સ્નેહ, સગાઈ, લગાઈ = લગાવી, માંડી, ડી. દેષ = પાપ, સંસારમાં રખડાવનાર કર્મ. ટલે=દૂર થાય. હોય = થાય. દષ્ટિ = નજર, જોવાની શક્તિ, સુનિર્મળ = તદ્દન ચેખી , ખૂલે તેવી થાય. અનુપમ = અદ્ભુત, કોઈની સાથે ન સરખાવી શકાય. એહ = તે, એ. ભલાઈ = સારાવાટ, ભલમનસાઈ, (૫)