________________
૨૩-૨: શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[૪૫૯ આ વાત સમજવા જેવી છે. સંસારમાં કે પૌગલિક ભાવમાં રમવું અને સત્તાગતે હું પિતે પ્રભુ સાથે એક છું એવી વાત કરવી, એમ આનંદઘન પદવી હાથમાં આવી જતી નથી. આત્માના મૂળ ગુણમાં રમણ કરી અંતરાત્મભાવ આદર અને પરમાત્મા થવું એ સર્વ આ જીવથી યોગ્ય પ્રયત્ન બને તેવું છે, પણ તે સ્થિતિ તે પ્રાપ્ત થાય ત્યારે વાત છે. અત્યારે સરખાઈમાં આવી જવાનો પ્રયત્ન કરવા જેવો છે, પણ આરોપિત ધર્મને અંગે ગેરસમજૂતીમાં રહેવા જેવું નથી અને અનેકાંતધર્મને પિતાના એકાંતવાદમાં ખેંચી લઈ જઈ પિતાની જાતે છેતરપીંડી કરવામાં કઈ જાતને લાભ નથી. આનંદઘનના નામે આ કઈ પૂર્વ પુરુષની કૃતિ છે, પણ આનંદઘનજીના કાવ્યથી એ જુદું પડે તેવું સ્તવન છે, પણ કૃતિ સુંદર અને સમજવા લાયક છે. (૭)
ઉપસંહાર આ રીતે પાર્શ્વનાથનું આ સ્તવન પૂર્ણ થાય છે. જ્ઞાનસારના ટબા પ્રમાણે તે આનંદઘનજીનાં પિતાનાં કરેલાં આ બે સ્તવને હતાં તે પ્રતે ઉપરથી જડ્યાં. અને તે બે પ્રતના લખનારે એવું લખ્યું હતું કે એ બે સ્તવને આનંદઘનજીનાં સ્વકૃત છે. આ સ્તવને અર્થ જ્ઞાનસારે કર્યો છે.
આ સ્તવનને કેન્દ્રસ્થ વિચાર “સત્તા’ શબ્દ ઉપર છે. તે ઉપર કેટલાક વિચાર ભૂમિકામાં બતાવવામાં આવ્યા છે. તેટલે જ અગત્યને વિચાર પરમાત્માને છે. પરમાત્મા શબ્દ ઉપર જરૂરી વિવેચન આગળ પાંચમા સ્તવનના વિવેચનમાં થઈ ગયું છે. આ શરીરે પરમાત્મા થઈ શકાય છે અને અમુક અપેક્ષાએ સત્તાગને આ આમા પરમાત્મા જ છે, આ દષ્ટિબિન્દુ સમજવું અને આ આત્માનું પરમાત્મપદ પ્રાપ્ત કરવું તે માટે આપણો સર્વ પ્રયાસ છે અને આખા સ્તવન એ જ કેન્દ્રસ્થ વિચાર છે.
શુ વિચાર છે. બાકી, આત્માના આરેપિત ધર્મમાં મચી જવું નહિ. તે પિતાના ધર્મ તે જરૂર છે જ, પણ હાલ પિતાના ધર્મ છે એમ પિતે માની-મનાવી લેવું નહિ. પ્રયાસ કરતાં એ ધર્મ પ્રાપ્ત કરી શકાય છે. અને આત્મારામ કરવા માટે એ જરૂર પ્રાપ્ત કરવા જેવા છે એ વાત બરાબર લયમાં રાખવા જેવી છે. બાકી આ પ્રાણીને દેહ, ધન, પુત્ર વગેરેને અધ્યાસ એવો પડી ગયે છે કે તે છૂટ અને આત્માના મૂળગુણમાં રમણ કરવું એ જરા પ્રયત્નસાધ્ય વાત છે, પણ અશકય નથી. જે તેના સંબંધમાં ચીવટ રાખવામાં આવે તે તે થઈ શકે તેવી બાબત છે. પણ પ્રાણી અધ્યાસ છેડે નહિ અને છતાં, વાંદરાની પેઠે, એમ માને કે પિતાના સંબંધે જ તેને છોડતા નથી. વાંદરાને પકડવા માટે એક ગાગરમાં બેર ભરે છે. વાંદરે તેમાં હાથ નાંખે છે, પછી હાથ છોડતું નથી અને માને છે કે એને બેરે પકડી રાખે છે. મદારી આવી ગળે દોરડું બાંધી એને એક ચાબુક મારે ત્યાં હાથ છૂટી જાય છે, ત્યારે તેને મેડી મોડી ખબર પડે છે કે બારે તેને પકડ્યો નથી, પણ પોતે બેરને પકડી રાખેલ હતાં! પણ આ સમજણ ઘણી મોડી આવે છે. તેવી જ રીતે આ પ્રાણ ધન, દેહ, પુત્ર વગેરેને પકડી રાખે છે અને માને છે