________________
૪૫૮ ]
શ્રી આન’ઘન-ચાવીશી
બતાવે છે અને પછી છેવટે આત્મા પરમાત્મ કેમ થાય તેના માર્ગ બતાવે છે. પાર્શ્વનાથ ભગવાન હવે સ્યાદ્વાદધર્મનું સ્વરૂપ સમજાવતાં કહે છે: ધર્મી અને ધર્મની એકતા છે, અને તે દૃષ્ટિએ મારામાં (પ્રભુમાં) અને તારામાં અભેદ છે, પણ તે સત્તાગતે એકતા છે, તેને એકતા કહેવી તે મૂખ અણુશીખેલા માણસને નકામા પ્રયાસ છે. જે વાત કરી હતી. તે હવે ફેરવી નાખે છે. ધર્મી અને ધર્માંની એકતા છે એટલે માણસનું મનુષ્યત્વ તે એક જ છે, અને તે રીતે તારામાં અને મારામાં એકતા છે, પણ અનેકાંતાષ્ટિએ સત્તાગત એકતાને–ભવિષ્યમાં થવાની એકતાને એકતા કહેવી તે અયુક્ત છે, એટલે અત્યાર સુધી તે જે પ્રયાસ કર્યાં તે તારી મૂઢતા છે, એવે પ્રયાસ કરવા તે અસ્થાને છે, અણુઘટિત છે. એને માટે કેવા પ્રયાસ કરવા જોઇએ તે છેલ્લી ગાથામાં બતાવશે અને સવાલને છેવટે પ્રભુ જવાબ આપશે.
આ ગાથામાં અનેકાંતવાદનું સ્વરૂપ બતાવ્યું છે તે બહુ સુંદર છે. સત્તાગત એકતા તા છે જ, પણ તેને એકતા મનાવવામાં કે માનવામાં મૂર્ખાઇ થાય છે, એકાંત પક્ષ થઈ જાય છે, તે અયેાગ્ય છે; એ તેા ભવિષ્યમાં થવાની વાતને વર્તમાનમાં થવાની છે, એવું રૂપક છે એ એકાંત થઈ જાય છે. (૬)
આતમધરમ અનુસરી, ૨મે જે આતમરામ રે; આનંદધન’પદવી લહે, પરમ આતમ તસ નામ રે.
પાસ૦૭
અથ—આત્માના મૂળ ગુણુના અંગીકાર−તેનું અનુસરણ કરે અને જે તેમાં રમણ કરે તે આત્મારામ છે. અને તે આનંદના સમૂહની પદવીને પ્રાપ્ત કરે અને તેનું નામ પરમાત્મા છે. એટલે ત્યાં એકતા થાય છે. (૭)
વિવેચન—આવી રીતે સત્તાગત એકતા સમજવા જેવી છે. પણ તે પાતે અનુસરવા યાગ્ય કે માનવા યાગ્ય અને તેના પર આધાર રાખવા યગ્ય નથી, કારણ કે અનેકાંતદૃષ્ટિબિન્દુથી જોવાની છે. અને તેની એકાંતાષ્ટિ કરતાં મોટા ગોટાળા થાય તેમ છે. આવી અનેકાંતદૃષ્ટિને એકાંત જોવાની ભૂલ ન કરવી. આવી ગૂંચવણ ઊભી થઈ તેને, ભગવાન કહે છે કે, આત્મધર્મ જાણી-સમજીને તેને અનુસરે, તે પ્રમાણે ન કરે તે આત્મારામ થાય છે, તેમાં રમણ કરે છે. અંતે તે આનદઘનની પદવી પ્રાપ્ત કરી પરમાત્માનું નામ પામે છે. એટલે સ` વાતને આધાર આત્મધર્મીના અનુસરણને અવલંબે છે. આ તે સંસારના ચક્કરમાં પડવું અને આત્મારામની વાત કરવી એ એ વાત અને તેમ નથી. જો આનદઘન પદવી પ્રાપ્ત થાય તે તે પરમાત્મા થાય છે, કહેવાય છે. આપણે પરમાત્માનું સ્વરૂપ પાંચમા સ્તવનમાં વિસ્તારથી જોઈ ગયા છીએ. જે આત્માના મૂળ ગુણમાં રમણ કરી આત્મામાં લીન થઇ જાય એ પરમાત્માનું પત્તુ પામે. શબ્દાર્થ——આતમધર્મ = આત્મધમ', પોતાના ધમ. અનુસરી = તેની પાછળ જઈ, અંગીકાર કરી. રમે = રમણ કરે, તદાકારપણું પામે. આતમરામ = આત્મરામ. તે આનંદધન = આનંદના સમૂહ. પદવી = સ્થાન, મહેાય. પરમ આતમ = પરમાત્મા. તસ = તેનું. નામ = તેનું અભિધાન. (૭)