________________
ર૩-૨ : શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[૪૫૭ આતમતા પરમાત્મતા, શુદ્ધ નય ભેદ ન એક રે; અવર આરોપિત ધર્મ છે, તેહના ભેદ અનેક રે. પાસ ૫
અર્થ_આ આત્મા છે, બહિરાત્મા છે કે અંતરાત્મા છે અને તે પરમાત્મા છે, પણ શુદ્ધ નયે એ કોઈ તફાવત નથી. આ અને બીજા આરોપ કરેલા ધારેલા ધર્મ છે, તેને તે ઘણા પ્રકાર છે, પણ તે સર્વ માની લીધેલા ભેદ છે. (૫)
વિવેચન–આત્મતા અને પરમાત્મતામાં શુદ્ધ નયની નજરે જરા પણ તફાવત નથી. નિશ્ચયનયથી આત્મત્વ અને પરમાત્મત્વ બન્ને એકસરખાં જ છે, એમાં જરા પણ તફાવત નથી. બાકી બીજા એના ધર્મો છે તે તો આરોપ કરેલા છે, તેના ઉપર ઘારી લીધેલા-લાદેલા ધર્મો છે અને એવા તે અનેક પર્યા છે. અને પ્રત્યેક પર્યાય તે તેના પ્રકારે છે.
નિશ્ચયનયની નજરે આગળ જણાવ્યું તેમ, આત્મા એ જ પરમાત્મા છે અને તે બને વચ્ચે જરા પણ તફાવત નથી. બાકી કર્મોથી એ દેવ થાય, મનુષ્ય થાય, નારક થાય કે તિર્યંચ થાય, તેમ જ એકેદ્રિય થાય, દ્વીદ્રિય થાય ગરીબ થાય કે તાલેવત થાય, તેમ જ રેગી કે નરેગી થાય, સૂફમ થાય કે બાદર થાય, કીર્તિમાન થાય કે અકીર્તિમાન થાય વગેરે અનેક ભેદ પડે છે, પણ એ કમેં કરેલા આરેપિત ધર્મ છે; આત્મા એની મૂળ દશામાં તે નિઃકર્મા છે; શુદ્ધ દશાએ તે એ અને પરમાત્મા એકસરખા છે, એમાં જરા પણ તફાવત નથી. બાકી આ આત્મા કે થઈ શકે તે હજુ પણ વધારે જાણવું હોય તે આવતી અને છેલ્લી ગાથા જુઓ. (૫)
ધરમી ઘરમથી એકતા, તેહ મુજ રૂપ અભેદ રે; એક સત્તા લખ એકતા કહે તે મૂઢમતિ ખેદ રે. પાસ. ૬
અથ—અને ધર્મ અને ધર્મની તે એકતા કહેલી છે તે દૃષ્ટિએ જોતાં મારામાં અને તારામાં અભેદ છે, કાંઈ તફાવત નથી. સત્તાને એક જાણવાથી તારે એકતા સમજવી; પણ એવી એકતાને એકતા માનવાને મૂખમતિ ખેદ સાથે પ્રયાસ કરે છે, એવું સમજનાર મૂખ છે. (૬)
વિવેચન – હવે સત્તાગત એકતાને એકતા માનવામાં એકાંત પક્ષ લેતાં ભૂલ થાય છે તે ' શબ્દાર્થ—આતમતા = આત્મતા, આત્મા હોવાપણું. પરમાત્મા = પરમાત્મા હોવાપણું. શુદ્ધ નય = નિશ્ચયનય. ભેદ = જુદાપણું, પૃથપણું. ન એક = કઈ પણ નથી. અવર = બીજા. આરોપિત = આરોપ કરેલા ધારેલા, માનેલા. ધર્મ = વસ્તુ, ખાસિયત. તેહના = તેના ભેદ = પ્રકાર. અનેક = ઘણા, એકથી વધારે. (૫) . | શબ્દાર્થ –ધરમી = જેને ધમ હોય તે. ધરમથી = ધમ સાથે, ધમ થકી. એકતા = એકત્વ, એકપણું. તેહ = તે. મુજ = મારી, રૂપ = સ્વરૂપે, અભેદ = એક્તા. એક સત્તા = એક સત્તા, એકવ. લખ = જાણે છે. એકતા = એકપણું. કહે = જાણે, સમજે. મૂઢમતિ = મૂખ. ખેદ = પ્રયાસ છે. (૬)
૫૮