________________
૪૬૦].
શ્રી આનંદઘનચોવીશી એમ કે તેમણે આ પ્રાણીને પકડી રાખેલ છે. વસ્તુતઃ તેમ છે જ નહિ, પણ યમને એક આંચ કે વાગે ત્યારે તેને અધ્યાસ છૂટી જાય છે અને ડહાપણ આવે છે, પણ તે તે ઘણું મોડું થઈ પડે છે. આવી જીવનની સ્થિતિ છે. પણ જેણે પરમાત્મપદ પ્રાપ્ત કરવું હોય તેને વહેલું આવે છે, તે આત્મારામમાં રમણ કરી પરમાત્મપદ પ્રાપ્ત કરે છે, પણ તેને માટે પુરુષાર્થ કરે પડે છે, દુન્યવી ભેગેને વિચારવા પડે છે અને તપ તપવાં પડે છે. આ અનેક કષ્ટો દુનિયામાં પણ સહન કરવો પડે છે, પણ જેનું લક્ષ્યસ્થાન પરમાત્મા થવાનું હોય છે તે સાધ્ય સ્થાને પરમાત્માને ભજે છે અને સાધ્યના ફેરફારે લાભપ્રાપ્તિને અંગે ઘણો મોટો ફેર પડે છે. આ વાત આ સ્તવનમાં સમજવા જેવી છે અને બરાબર સમજીને વ્યવહારમાં મૂકવા જેવી છે. (૨૩-૨)
જૂન : ૧૯૫૦