________________
૪૮]
શ્રી આનંદઘન–ચોવીશી અગુરુલઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકળ દેખત; સુત્ર સાધારણ ગુણની સામ્યતા, દર્પણ જળ દષ્ટાંત. સુવ ધ્રુવ ૭
અર્થ—જ્યારે તેઓશ્રી પિતાના અગુરુલઘુ ગુણને જુએ છે ત્યારે સર્વ દ્રવ્યોને પણ જુએ છે, અથવા અગુરુલઘુ ગુણને લઈને સર્વ વસ્તુઓને જુએ છે. સર્વ સામાન્ય ગુણની સામાન્યતા એમાં છે, અને તે ઉપર અરીસો અને પાણીને દાખલ છે. કાચમાં ચીજ દેખાય તેમાં ચીજને કાચમાં જવું પડતું નથી. (૭)
વિવચન—આગલી ગાથામાં કરેલ શંકાનું હવે નિવારણ કરે છે. અગુરુલઘુ નામને આત્માને ગુણ છે, તેને લઈને આત્મા પવન આવે અને ઊડી જાય તેવો હળવે પણ હોતે નથી અને ડુંગર જેવો ભારે પણ હોતું નથી. તે ગુણને લીધે અગુરુલઘુપણે આત્મા ય વસ્તુમાં ગયા સિવાય, જેમ અરીસામાં વસ્તુ પ્રવેશતી નથી છતાં આખી અણી શુદ્ધ દેખાય છે, અથવા જળમાં વસ્તુ પસતી નથી છતાં તેનું પ્રતિબિંબ તેમાં પ્રવેશ કર્યા સિવાય પૂરેપૂરું પડે છે, તેમ યમાં વસ્તુ પ્રવેશ કરવા સિવાય આમા સર્વ વસ્તુઓને દેખે છે. આ અગુરુલઘુ કર્મના ઉદયથી ગુણ પ્રાપ્ત થાય છે. જેમ અરીસામાં કે જળમાં વસ્તુ પ્રવેશ કરતી નથી, છતાં બરાબર નજરે પડે છે, તેમ આત્મા વસ્તુમાં પ્રવેશ ન કરે, છતાં પણ તેનું પ્રતિબિંબ આત્મામાં પડે છે. આગળ બે ગાથામાં જે શંકા પડી અને તેને ખુલાસે કરવાનું હતું તે અગુરુલઘુ નામકર્મથી થાય છે. અગુરુલઘુ નામકર્મથી બીજી ચીજને નાશ થતાં આત્માના જ્ઞાનગુણુને નાશ થતો નથી. એટલે આગલી ગાથામાં ય વિનાશે જ્ઞાન વિનાશે જ્ઞાન વિનશ્વરુ એવી જે શંકા થઈ હતી એને અહીં નિકાલ થઈ જાય છે. અને જ્ઞાન સર્વવ્યાપી હોય તેથી આત્મા પણ સર્વવ્યાપી છે એને ખુલાસો અગાઉ થઈ ગયા.
આ શંકા ઘણી મહત્ત્વની છે. ય વસ્તુને નાશ તે વહેલું કે મેડો જરૂર થાય છે, એટલે જે તેના નાશે જ્ઞાનને નાશ થતો હોય તે આત્મા ક્ષણિક છે એમ થાય તે વાત બરાબર નથી. સ્વકાળે અને સ્વસત્તાએ જ્ઞાનને નાશ થતો નથી, પણ રૂપાંતર તે જરૂર થાય છે. અને પર્યાય બદલાય છે, પલટાય છે. આવી રીતે બદલાયલે પર્યાય જ્ઞાનમાં તે રૂપે દેખાય છે. આ કારણે જ્ઞાનનો નાશ થતું નથી. સ્વકીય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ જ્ઞાન તે નિત્ય
પાઠાંતર–દેખતાં” સ્થાને પ્રતમાં “દેતાં લખ્યું છે. “સાધમ્યતા’ સ્થાને પ્રતમાં “સાધમ્મતા” લખેલ છે. “દર્પણ” સ્થાને ભીમશી માણેક “દર્પણ” છાપે છે. “જળ’ સ્થાને ભીમશી માણેક “જળને” છાપે છે; પ્રતમાં “જલને ' પાઠ છે. “દષ્ટાંત” સ્થાને પ્રતમાં “દ્રષ્ટાંત” લખેલ છે. | શબ્દાર્થ –અગુરુલઘુ = હળવો નહિ અને ભારે નહિ. નિજ ગુણ = આત્મિક ગુણ. દેખતાં = જોતાં, વિચારતાં. દ્રવ્ય = ચીજો, સત , મૂળ, દ્રવ્ય (દ્રવ્ય, ગુણ અને પર્યાય પૈકી). દેખત = જુએ છે, જાણે છે. સાધારણ = સર્વસામાન્ય, સર્વ જગાએ હોય તેવું (આ તકને શબ્દ છે). ગુણ = તે જ તેને ધમ. સાધમ્યતા = સમાનધર્મી હોવાપણું, સમાનતા હોવાપણું. દર્પણ = અરીસ, કાચ. જળ = પાણી. (૭)