________________
ર૩-૧: શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[૪૪૭ ગાથામાં પણ વધારે સ્પષ્ટ કરવામાં આવશે. આ હકીક્ત પ્રભુના જ્ઞાનની પ્રવપદરામીતા બતાવે છે. (૫)
પરભાવે કરી પરતા પામતા, સ્વસત્તા થિર ઠાણ, સુર આત્મચતુષ્કમયી પરમાં નહિ, તો કિમ સહુનો રે જાણ. સુત્ર છુ. ૬
અથ–પરભાવમાં રમણ કરતાં જ્યારે તે તેના મય બને છે તે વખતે તે આત્માની સત્તામાં સ્થિર ઠામ-ઠેકાણું પામે છે. હવે આ આત્મિક ચતુષ્ક(અનંત જ્ઞાનાદિ મય જે સ્વસત્તા છે, તે તે પરમાં હોતી નથી, ત્યારે એ સર્વજ્ઞ કેમ હોઈ શકે ? થઈ શકે? (૬)
વિવેચન-આવી રીતે પરભાવને જાણવાથી જ્ઞાન પરપણું પામતું નથી, પણ એ સ્વસત્તારૂપ છે. હવે આ ગાથામાં એ જ વાતમાં વિશેષ કહે છે. પરવસ્તુ, જે યાદિક, તેને જાણવાથી પરવસ્તુ પામવા છતાં પણ આત્માની પોતાની જાણવાની સત્તા તે સ્વસ્થાનકે જ સમજવી. અહીં શંકા થાય છે કે આત્મા પરપણું પામતે નથી? તે તેને જવાબમાં કહેવામાં આવે છે કે મને આકારે જ્ઞાન પરિણમે છે, પણ આ પરભાવ પામવા છતાં આત્મા પિતાની સત્તામાં સ્થિર રહે છે. આ સવાલનું સમાધાન આવતી ગાથામાં આપવામાં આવશે. સ્વસત્તારૂપ સ્થિર સ્થાનક છે તે કદી પરપણું પામે જ નહિ અને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય, તે પરમાં ન પમાય. સર્વ જાણે તેથી તે સર્વવ્યાપી ન ગણાય, તેના સમાધાનમાં આ વાત કરી. સર્વ વસ્તુઓને જાણવાનું કારણ આવતી ગાથામાં જણાવે છે.
આ આખું સ્તવન સમજવું ઘણું મુશ્કેલ છે. અને તે આનંદઘનજીની કૃતિ નથી એ સ્વીકૃત વાત છે. પણ એ આનંદઘનની કૃતિ છે એ તરીકે તેના ઉપર જ્ઞાનસારે વિવેચન કર્યું છે. બાવીશમાં સ્તવનની આખરના વિવેચન પરથી જણાય છે કે કૃષ્ણગઢમાં સંવત્ ૧૮૬૬ ના ભાદરવા સુદ ૧૪ લખેલ છે. અત્યારે સંવત્ ૨૦૦૬ ચાલે છે, તે હિસાબે તેને લખાયાને ૧૪૦ વર્ષ થયાં. આ અર્થ કરવામાં એ ટબાની મદદ લીધી છે અને આનંદઘનનાં બાકીનાં ૨૧ અથવા રર સ્તવનને ભાવ લખવામાં તે વાંચીને તેને સીધી રીતે અને આડક્તરી રીતે ઉપયોગ કર્યો છે. (૬)
- પાઠાંતર—“થિર ” સ્થાને ભીમશી માણેક “ધિર’ પાક છાપે છે; પ્રતમાં “સ્થિર ” પાઠ છે. “નહિ.” સ્થાને પ્રતમાં “નહી ” પાઠ છે; ભીમશી માણેક તે છાપે છે. “સહુને’ સ્થાને ભીમશી માણેક “સદને ” છાપે છે. (૬) | શબ્દાર્થ–પરભાવ = અન્ય વસ્તુના ભાવ, પર પરિણામરૂપ. પરતા = અન્યપણું, પરભાવમાં હોય ત્યારે પરતા પામે, સ્વને બદલે પરભવમાં રમણ કરે. પામતા = પ્રાપ્ત થતા. સ્વસત્તા = પોતાની આત્મિક સત્તા. થિર = સ્થિર, ઠાણ = સ્થાન. તે (સત્તા) કેવી હોય છે તે કહે છે : આત્મચતુષ્ક = આત્માના ચાર મૂળ ગુણો-અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય. મયી = મય, તદ્રુપ. પરમાં = અન્યમાં, બીજી વસ્તુમાં. નહિ = ન હોય. તે કિમ = તે કેમ, કેવી રીતે. સહુને = સવ પરવસ્તુને. જાણ = જાણકાર, સર્વજ્ઞ. (૬).