________________
૨૩–૧ : શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[ ૪૪૯
રહે છે. દ્રવ્યની જે વ્યાખ્યા કરવામાં આવી છે તે જોતાં આ વાત મજબૂત થાય છે. આટલા ઉપરથી પ્રભુને ધ્રુવપદરામી કહ્યા છે તે વાત તદ્દન ચેાગ્ય છે અને તેમનું તે વર્ણન યથાઘટિત છે.
એક ટીકાકાર નોંધે છે કે અગુરુલઘુ ગુણ સર્વ દ્રવ્યને સાધારણ છે અને જીવમાં પણ તે સંવ્યાપી છે. તે પોતાના અગુરુલઘુભાવ દેખતાં સર્વ દ્રવ્યને દેખે, સર્વાંને જાણે એટલે દર્શનઉપયાગ, જ્ઞાન ઉપયોગ અને સાધારણ ગુણ, નિત્યત્વાદિકને અને અગુરુલઘુત્વાદિકને સમાનધર્મી હોવાથી એકને જાણવે સંનું જાણવું થાય. આ રીતે જોતાં અરીસાની પેઠે જ્ઞેય વસ્તુમાં જ્ઞાન ગયા વગર પણ વસ્તુ જાણી શકાય છે. એટલે જ્ઞાન જ્ઞેયમાં પરિણમે નહિ એ રીતે સ્વઅવગાહનાગત જ્ઞાનગુણ તે આત્માનું સ્વરૂપ છે : આ દૃષ્ટિએ અથ પણ વિચારવા. આ સ્તવનના અર્થ જરા અટપટા હોવાથી ખૂબ વિચારણા અને કોઇ કોઇ સ્થાને ગુરુની દોરવણી માગે છે. (૭)
શ્રી પારસ જિન પારસ રસ સમા, પણ ઇહાં પારસ નાંહિ; સુ॰
પૂરણ રસિયા હૈ। નિજ ગુણ પરસમાં, ‘આનંદધન’ મુજ માંહી. સુ॰ ૦ ૮ અ—શ્રી પાર્શ્વનાથ ભગવાન તે। પારસરસ સમાન છે, એ જેને સ્પર્શે તે સેનાનું થઈ જાય, પણ એ પારસ રસ અહીં મારામાં જ નહિ, સંપૂર્ણ રસિક પેાતાના આત્મિક ગુણના સ્પર્શમાં છે અને તે આનંદના રસસમૂહ મારામાં ભરેલા છે. (૮)
વિવેચન—શ્રી પાર્શ્વનાથ ભગવાન તેા પારસ પાષાણના રસ જેવા છે. પારસ પથ્થર એવા હોય છે કે કથાનક પ્રમાણે ચિંતામણિ રત્ન જેમ સ` વસ્તુ પૂરી પાડે છે અથવા કલ્પવૃક્ષ ઇચ્છિત સ` ચીજો આપે છે, તે રીતે પારસનાથ પારસરસ જેવા છે. તેમને એકાગ્રતાથી ધ્યાવવાથી તે સવ મનાવાંછિત પૂરા પાડે છે. પારસ નામના પથ્થરના રસ એવેા સરસ હાય છે કે તે જેને લાગે તેને સુવર્ણમય બનાવી દે છે. પણ હું પારસ એટલે ? (પા) રસ પણ નથી. જ્યાં પોતાનામાં ? રસ પણ ન હેાય ત્યાં એ ધ્રુવપદના રમણુ કરનાર પારસ સાથે શું વાત કરી શકે, પણ એનામાં એક વાત છે. મને તે નિજગુણને સ્પર્શ થાય તેમાં ખૂબ રસ લઉં છું અને આનંદના સમૂહ તો મારામાં જ છે. તમને એ આવિર્ભાવ પામેલે છે અને એ જ રસ મારામાં તિભાવે ભલે છે. મારામાં તે રસ જામે તે માટે હું પ્રયાસ કરુ છું. અને
*
પાઠાંતર—નાંહિ’ સ્થાને પ્રતમાં ‘નાહિ' પાડે છે; ભીમશી માણેક નાહિ ' પાઠ છાપે છે. ‘ પરસમાં ’ સ્થાને ભીમશી માણેક ‘ પરસના ' પાડે છાપે છે. ‘ મુજ ' સ્થાને પ્રતમાં ‘ મુઝ ’ લખ્યું છે. ‘માંહી ’ સ્થાને ભીમશી માણેકમાં ‘ માંહિ ' પાઠ છે; પ્રતમાં તે જ પાડે છે. (૮) શબ્દા —પારસન્જિન = પાČનાથ એ ઇચ્છિત પૂરૂં પાડે તેવા રસ હોય છે. આ જગાએ. પારસ = ઈચ્છિત પૂરનાર રસ લખદ થયેલા, રસિક. નિજ = પોતાના, આનંદ રસને સમૂહ, ઘટ્ટસ. મુજમાંહી = મારામાં, મારા અંતરમાં. (૮)
૧૭
ભગવાન, ત્રેવીશમા તીથંકર. પારસરસ = પારસના પ્રવાહી જેવા, સમા = સરખા. પણ = ઉલટુ', તથાપિ. i = મારામાં, અહી, નાંહિ = નથી. પૂરણ = સંપૂર્ણ, ભરેલા; તદ્દન, રસિયા = રસમાં આત્મિક પરસમાં = સ્પ'માં, રમણ કરવામાં, આનંદધન =