________________
૨૧ : નમિનાથ જિન સ્તવન
[ ૪૦૩
વામાં આવ્યું છે; અને જૈનદર્શીન તે સ્થાનને પાતાની યાગ્યતાએ પ્રાપ્ત કરે છે. એ અવયવ પ્રાપ્ત કરવાને અંગે જૈનદન ઉપર કાંઈ મહેરબાની કરવામાં આવેલ નથી, પણ તે સ્થાન તેણે વાસ્તવિક રીતે પ્રાપ્ત કરેલ છે. આ સુંદર સ્થાન મેળવીને તેણે પોતાના યાગ્ય મહિમા સિદ્ધ કરી આપ્યા છે અને સવ" દૃષ્ટિબિન્દુએ ઉપરાંત તે પ્રમાણુસત્ય સ્વીકારતું હોવાથી તે બધી રીતે ચેાગ્ય છે. તેનાં એ અંગ છે ઃ ૧. બહિરંગ અને ર. અંતરંગ. બાહ્ય ક્રિયા કરવી, ઉપર ઉપરથી સમાચારી પાળવી, ચરણસિત્તરી અને કરણસિત્તરી પાળવી તે બહિરંગે જૈનધર્મ છે. અને રાગદ્વેષને સર્વથા ત્યાગ કરી આત્માના ગુણો પ્રગટ કરવા તે એને અંતર’ગ વિભાગ છે. આ વૈરાગ્યવિભાગ છે અને તેમાં આત્માના અનેક ગુણા કેમ પ્રાપ્ત કરી શકાય તેને અંગે કારણુ અને પરિણામ સાથે બતાવવામાં આવેલ છે. આવી રીતે બતાવેલ બહિરંગ અને અંતરંગ જૈનદનનું સ્થાન સમયપુરુષના અવયવ તરીકે મુકરર કરવામાં આવ્યું. એના બહિરંગ અને અંતરંગ વિભાગને જેવા બતાવવામાં આવ્યા છે તે અક્ષરેઅક્ષર અનુસરવા, એટલે આવશ્યક પડિલેહણાદિ એના બહિરંગ અને રાગદ્વેષ અને ત્યાગભાવ એના અતરગ વિભાગ વગર અપવાદે કે વગર શકાએ અનુસરવેા અને તે બન્ને વિભાગને ખહલાવવા-તે રીતે એની ઉત્તમાંગ તરીકે ગણના થાય છે. આ રીતે જૈનદનને સમયપુરુષના મગજનું-માથાનું સ્થાન આપવામાં આવ્યું છે.
અહી અક્ષરન્યાસની વાત કરી તે અક્ષરમાં વધારો, ઘટાડો કે આગળપાછળ ન કરતાં જે રીતે તે અક્ષરો બતાવવામાં આવ્યા છે તે રીતે જ તેની સ્થાપના કરવાના અને તેનું સેવન કરવાનો આગ્રહ બતાવવામાં આવ્યા છે. એટલે અમુક મુદ્રાએ ‘જય વીયરાય' કહેવું કે અમુક મુદ્રાએ ‘નમ્રુત્યુ’ કહેવું, તેને તે પ્રકારે જ કહેવું એ અક્ષરન્યાસરૂપ પૃથ્વીનું આરાધન છે. અને તે જ પ્રમાણે અનુસરણ કરવું એવા જે સાથે સાથે આગ્રહ રાખે છે તે એને સેવે છે, પૂજે છે, આરાધે છે.
Six Schools of Indian Philosophy' પુસ્તકમાં પ્રે. મેકસમ્યુલરે બૌદ્ધ, સેશ્વર સાંખ્ય, નૈયાયિક, વૈશેષિક, વેદાંત અને નિરીશ્વર સાંખ્યની ગણના કરી તેનું વિસ્તૃત વણુ ન આપ્યું છે. સૃષ્ટિકર્તા ઇશ્વર છે એમ જૈને ન માનતા હોવાથી તે (જૈન) હિંદ–ભારતની છ સ્કૂલેામાં આવતા નથી એમ તેની માન્યતા અનુમાનથી જણાય છે.
જેનું જ્ઞાન ન્યાય—તમાં ખૂંચેલ હાય તેમને ગુણરત્નસૂરિવિરચિત ‘ષડૂદનસમુચ્ચય’ની ટીકા જોવાથી આ દનાનો ખ્યાલ આવશે. મૂળ હરિભદ્રસૂરિના ૮૭ àાકાને તેમણે વૃત્તિ કરીને હજારો લેકમાં અવતરણ કર્યુ છે.
આ પ્રકારનું નદનનું સ્થાન સમજી તેને અક્ષરશઃ સ્થાપી આરાધના કરે અને સ દૃષ્ટિબિંદુ ધ્યાનમાં રાખી તેને સેવે તે પ્રાણી, તે દન પ્રમાણે હમેશને માટે મુક્તિના સુખને મેળવે. જૈનદર્શનનું સ્થાન સમયપુરુષને અગે છે, તે આ ગાથામાં જણાવ્યું. આ ઘણી અગત્યની વાત હેાવાથી જૈનદન સંબધી ઘેાડી ભલામણુ આવતી થોડીક ગાથામાં કરશે. (૫)