________________
૪૦૨]
શ્રી આનંદઘન-ચોવીશી છે તેના જણાવ્યા પ્રમાણે આ છેલ્લા વિનયવાદીના ૨૩ ભેદ લખેલ છે, પણ દર્શનસમુચ્ચયની ટીકા તપાસતાં તે ૩૨ જ ભેદ છે અને તે રીતે સરવાળે ૩૬૩ થઈ શકે છે. આવા અનેક પેટભેદો છે. આ પાખંડીઓને આનંદઘન શું સ્થાન આપત તે વિચારવા યંગ્ય છે. પણ તેઓની ઉદારતા જોતાં તેઓ તેમને પણ શરીરના કોઈ અવયવમાં જરૂર દાખલ કરી દેત. આવી વિચારણા કરવામાં આવે ત્યારે તત્ત્વવિચારના અમૃતની ધારા ગુરુગમથી પી શકાય. ગુરુ એને સમજાવી શકે કે એને પણ સમયપુરુષનું અંગ જ ગણવાનું છે, પણ એને કૂખસ્થાને મૂકવામાં ભારે અક્કલ વાપરવામાં આવી છે. અને આવા અંગને અવયવ ગણવું કે હસી કાઢવું તે ગુરુ સમજાવી શકે. (૪)
જેન જિનેશ્વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરગે રે; અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે. ષ૦ ૫
અર્થ છેલ્લું જૈન તીર્થકરનું અંગ સમયપુરુષના મસ્તકરૂપ છે. તે બહિરંગ-બાહ્યથી અને અંતરંગથી એવા બે પ્રકારનું છે. જેઓ એના અક્ષરેઅક્ષરનું સ્થાપન કરી તેની ધરાપૃથ્વીને પૂજે છે તે તેની સાથે સદર દર્શનનું પૂજન કરે છે. (૫)
ટબેઅને જિનેશ્વર મત તે વર–પ્રધાન ઉત્તમ અંગ છે, અંતરંગ અને બાહિર અંગે. અંતરંગ ઉત્તમ અંગ છે. સર્વાશ માટે બાહિરગત પર્યાયાદિક અંશે, તેણે કરી બને મીલીએ, કાય, અક્ષરન્યાસે આગમ; આ ત્યાં જે ન્યાસ થાપનાદિ કરે તે આરાધક કહીએ; તે જ પ્રાણી જિનશાસન સંગે હય, તે જ આરાધક કહેવાય. (૫)
વિવેચન—ઉત્તમ અંગ એટલે મરતક, માથું. આપણે હવે જે દર્શન સંબંધી વિચાર કરવાનું છે તે જૈનદર્શન છે. એ જૈનદર્શન સમયપુરુષના મુખને સ્થાને છે. શરીરના જુદા જુદા અવયવ હોય તેમ જૈનદર્શન એ સમયરૂપ પુરુષનું મુખરૂપ અવયવ છે. આ ગ્રંથના લખનાર જૈન છે માટે તેમણે જૈન મતને સારા અંગ તરીકે બતાવ્યું છે એમ નથી, પણ એ એક દષ્ટિ બિન્દુએ ઢાલની એક જ બાજુ જેનાર ન હોવાથી અને સર્વ દષ્ટિબિન્દુઓ ધ્યાનમાં લઈ કઈ પણ મુદ્દા ઉપર બોલતા હોવાથી તે વિચારને વાસ્તવિક ઉત્તમાંગ-મગજ-મુખનું સ્થાન આપ
પાઠાંતર–અંગ” સ્થાને એક પ્રતમાં “અંગે ” લખ્યું છે. વાસ’ સ્થાને પ્રતમાં બનાસ” છે. “આરાધે સ્થાને એક પ્રતમાં “આરાધે” એમ લખેલ છે; “આરાધે સ્થાને બન્ને પ્રતમાં “આરાધક” છે; એક પ્રતમાં
આરાધક” એટલું વધારે છે. “ધરી’ સ્થાને બને પ્રતવાળા “ધરિ લખે છે; બીજી પ્રતમાં “ગુરુ” લખેલ છે. (૫)
શબ્દાર્થ જૈન = જૈનદર્શન. જિનેશ્વર = દર્શન પુરુષનું. તીર્થંકરનું ઉત્તમ અંગ = માથું, મગજ મસ્તિષ્ક. અંતરંગ = હૃદયપૂર્વક, નિષ્ઠા-પ્રેમપૂર્વક. બહિર ગે = ઉપર ઉપરથી, વ્યવહાર જાળવવા, દેખાવ ખાતર, અક્ષર = ક, ચ, 2, ત, પ વગેરે અક્ષરા, ન્યાસ = સ્થાપના. ધરા = જમીન, સ્થળ. સંગે રે - સાથે સબતે. (૫)