________________
૪૦૪]
શ્રી આનંદઘન-ચોવીશી જિનવરમાં સઘળાં દર્શન છે, દશને જિનવર ભજના રે; સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજના રે. ષડૂ૦ ૬
અથ-જિનવર-તીર્થકર-જૈનદર્શનમાં સઘળાં દર્શનનો સમાવેશ થઈ જાય છે. પ્રત્યેક બીજા દર્શનમાં જનધર્મ આવે કે નહિ તે વિકલ્પ છે, હોય પણ ખરું અને ન પણ હોય; જેમ કે દરિયામાં સર્વ નદીઓ જરૂર આવી મળે છે, પણ નદીમાં સમુદ્ર હોય પણ ખરે અને ન પણ હોય. (૬)
ટ-શ્રી જિનેશ્વર જિનાગમમાં સર્વ દર્શન છે, પણ બીજા એકેક દર્શનમાં જિનમતની ભજન જાણવી. જિનમત અપર દર્શનમાં હોય અને ન પણ હોય, કોણ દૃષ્ટાંતે, તે કહે છે ? જેમ સાગર-સમુદ્રમાં સઘળી તટિની-નદી સમાય સહી, પણ નદીમાં સમુદ્ર ન સમાય. તટિની– નદીમાં સાગરની ભજના છે. અને નહીં તે માટે છતિના. (૬)
વિવેચન-જિનવરના દર્શનમાં સઘળાં દર્શને છે, કારણ કે તે પ્રમાણુવાદને માન આપે છે, અને બીજાં દર્શન એક બિંદુએ જુએ છે, તેથી બીજા દર્શનમાં જૈનદર્શન હોય કે ન હોય તે વાત વિકલ્પ છે. જૈન મત તેમાં હોય પણ ખરે, અને ન હોય તેમ પણ બનવા જોગ છે. જૈનદર્શનમાં સઘળાં દર્શને તે આવી જ જાય છે, કારણ કે એ એકદેશીય મટીને સર્વદેશીય થાય છે. બીજા દર્શનેમાં જૈન દર્શન આવે પણ ખરું અને ન પણ આવે, કારણ કે સર્વ દેશીથતા જૈનધર્મેન્દશને સ્વીકારી છે તે બીજા દેશોએ, તે પૈકી કેઈએ, સ્વીકારેલ નથી. એના પર એક સરસ દાખલે આપે છે. સર્વ નદી અનેક ટેકરા, ડુંગર, ખાડા વટાવી અંતે સમુદ્રને મળે છે તેથી સમુદ્રમાં તે નદીઓ જરૂર હોય જ; પણ નદીમાં સમુદ્ર હોય પણ ખરે અને ન પણ હોય, આ વિકલ્પવાદ છે. તે જ પ્રમાણે જૈનદર્શનમાં સર્વ દર્શનેને સમાવેશ જરૂર થાય છે.
ખાડા, ટેકરા, ખીણ એ ક્રિયાના ભેદ સમજવા. જૈન મતને કે દર્શનને અહીં સમુદ્રનું સ્થાન છે, નદીરૂપ જુદાં જુદાં દર્શને સમજાય છે. જેના મતરૂપ સમુદ્રમાં સર્વ દર્શનેને તે જરૂર સમાવેશ થાય છે, કારણ એ સર્વ દૃષ્ટિબિંદુને સ્વીકારે છે. આવી જૈનદર્શનની મહત્તા બતાવી તેમાં ભારે વિશાળતા ભરેલી છે એ વાતને એક વાર વધારે સ્પષ્ટ કરી છે. આવી વિશાળતા અન્યત્ર જ્યાં હોય ત્યાં નદીમાં પણ સમુદ્ર છે એમ જણાવ્યું. આવી વિશાળતા ખાસ આદરણીય
પાઠાંતર દરશન’ સ્થાને પ્રતમાં “દરિસન” શબ્દ લખેલ છે; બીજી પ્રતમાં “અંતર દરિશન” છે. દને સ્થાને બીજા પાદમાં ‘દર્શન શબ્દ છે. “સહી ” સ્થાને એક પ્રતમાં “છે.” પાઠ છે. અંતમાં ભજના” સ્થાને પ્રતમાં છતિના ” લખેલ છે. (૬)
શબ્દાર્થ-જિનવર = તીર્થકર, પ્રભુ, ભગવાન. સધળા = સવ, કુલ, બધાં. દર્શન = મત, અભિપ્રાયો. દર્શન = મત, સંપ્રદાયભેદમાં. જિનવર = જૈનદર્શનની. ભજના = વિકલ્પ, હોય કે ન પણ હોય. સાગરમાં = દરિયામાં, સમુદ્રમાં. સધળી =બંધી, સર્વ, કુલ. તટિની = નદી, તટિનીમાં = નદીમાં. સાગર = સમુદ્ર, દરિયો. ભજના = હોય કે ન હોય, વિકલ્પ. (૬)