________________
૨૧ : શ્રી નમિનાથ જિન સ્તવન
[ ૯૫
સમયમાં તો વિશાળ નજર સાત્રિક હતી, પણ આનંદઘનજીના સમયમાં તે વાત અસાધારણ હતી; છતાં આનંદઘનજીએ એવી ભવ્યતા બતાવી છે, તે બતાવે છે કે શાસ્ત્રના સમજનાર સત્તરમી સદીમાં પણ હતા. અને જોકે વ્યક્તિગતે વિશાળ નજર અને વિચારઔદાય થવું કે રહેવું મુશ્કેલ છે, પણ તે દલીલથી સમજનાર પણ આવા કઠણ કાળમાં પ્રાપ્ય થઇ શકે છે. આ વિશાળ નજરે આ સ્તવનના ભાવ વિચારવા અને ઉદારતાને અવકાશ આપવા પ્રાથના કરી હવે આનંદઘનજીની વિશાળતા અભ્યસીએ.
સ્તવન
( રાગ–આશાઉરી; ધન ધન સંપ્રતિ રાજા સાચા-એ દેશી.)
ષડ્ દર્શન જિન અંગ ભણી, ન્યાસ ષડંગ જે સાધે રે; નમિ જિનવરના ચરણઉપાસક, ષડ્
દરશન આરાધે રે. ષ
૧
અ—યે દર્શોના જિન ભગવાનનાં જુદાં જુદાં અંગો-અવયવે છે. છયે દ્રુના જે જુદાં જુદાં અગા છે તેની સ્થાપના કરવાથી આ વાત માલૂમ પડશે. જેએ એકવીશમા પ્રભુ તીર્થંકર શ્રી નમિનાથ ભગવાનના પગને સેવે તે છયે દર્શનની સેવા કરે છે, આરાધના કરે છે. (૧)
ટબા— —આ એકવીશમા સ્તવનના અર્ધાં કરતાં જ્ઞાનવિમળસૂરિ જણાવે છે (થાડા જરૂરી ફેરફાર સાથે), તે નીચે પ્રમાણે છે : હવે જિનમતમાં સ` આવે તે રીતે આગલા સ્તવનમાં દેખાડે છે; તે જાણે તે વારે કશત્રુને નમાવે, તે શ્રી નમિનાથ જિનના ધ્યાન-સ્તુતિથી નીપજે એ કહે છે. ષડ્ દર્શીન જે કહ્યું તે શ્રી જિનમતનાં અંગ છે, તે માટે ‘કારણે કાર્યોપચાર’ તે જિનનાં અંગ કહીએ. દ્રવ્ય ષડંગ ન્યાસ તે આવર્તાદિક, અંગીકાર ન્યુસન રૂપ; ભાવ ષડંગ ન્યાસ ઇંદ્રિયના ઇંદ્રિય રૂપે ધ્યાનલીનતાના ષડંગન્યાસ સાધે, તો જે જ્યાં તે તેટલે સાધે, તે શ્રી મિનાથના જે ચરણસેવક સ્યાદ્વાદમતને જાણે છે તે જ ષટ્ દનના આરાધક હાય. જે જિનમત જાણે તે જ સને તે રૂપે જાણે. (૧)
પાઠાંતર— દર્શન ’ સ્થાને પ્રતમાં ‘ દરસણ ' લખેલ છે. ‘ ભણીજે' સ્થાને એક પ્રતમાં ‘ ભણિજે ’ લખેલું છે. જો સાધે સ્થાને એક પ્રતમાં જે સાધે’ લખ્યુ છે. ‘સાધે ' સ્થાને પ્રતમાં ‘ સાધે ' લખેલ છે. ‘ ઉપાસક' શબ્દ એક પ્રતમાં મૂકી દીધેલ છે. ‘ આરાધે’ સ્થાને પ્રત લખનાર ‘આરાધે ' લખે છે. (૧) શબ્દાર્થ—ષડ્ દ ન = છંદને સાંખ્ય, યોગ, બૌદ્ધ, મીમાંસક, ચાર્વાક અને જૈનદર્શીન (હરિભદ્ર સૂરિ પ્રમાણે ) . જિન = જૈનદર્શનના ( દ"નની અહીં મનુષ્ય તરીકે ૫ના કરી છે.) અંગ = દર્શીનશરીરનાં અંગો, જુદા જુદા અવયવેા. જાણીજે = જાણવા, સમજવા. ન્યાસ = સ્થાપના, મૂકવું તે. ષડંગ = છ અંગોને, છ અવયવેાને. સાધે = આરાધના કરે, અનુસરે નમિ જિનવર = નમિનાથ નામના એક્વીશમા તીથ કર. ચરણ = ના પગ, નાં પાદકમળ. ઉપાસક = તેની સેવા કરનાર, તેના ઉપદેશ પ્રમાણે ચાલનાર. ષડ્દર્શીન = કે દર્શીતાને. આરાધે = પૂજે, સેવે, ભજે. (૧)