________________
શ્રી નમિનાથ જિન સ્તવન
સંબંધ–હિંદમાં છ દર્શને છેઃ બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, વેદાંત, કાયતિક (નાસ્તિક) અને જૈન. એ સમયપુરુષનાં અંગે છે અને અમુક નયની અપેક્ષાએ તેમની પ્રત્યેકની અથવા કોઈની પણ સેવા કરવી તે જૈનદર્શનની સેવા બરાબર છે, અને એ દર્શનને ઉતારી પાડવાને પ્રયત્ન કરે તે દુર્ભયતાને બતાવનાર છે, તે આ સ્તવનને પ્રધાન સૂર છે. જેનેએ સહિષ્ણુતા કેટલી કેળવી છે તે આ સ્તવન-વિચારણામાં આપણું ગંભીરપણે ધ્યાન ખેંચે છે અને નાસ્તિકને પણ કૂખમાં દબાવી દે ત્યાં તે હદ કરે છે. આવી સહિષ્ણુતા હરિભદ્રસૂરિના વખતમાં કેળવાયેલી હતી અને બસ કે અઢી વર્ષ પહેલાં લાભાનંદે પણ એને અપનાવી હતી તે ખાસ સમજવા જેવી વાત છે. અત્યારે તે બીજા ધર્મની વાત સાંભળીને લડાઈના મોટા મોરચા મંડાય છે અને ધર્મને નામે ઝઘડા ચાલ્યા જ કરે છે. એવા વખતમાં આવી ધર્મસહિષ્ણુતા દલીલપુર:સર બતાવવામાં આવે તે આપણું સારું નસીબ છે. અને આટલું વિચારઔદાર્ય બતાવવા માટે આપણે લાભનંદને ધન્યવાદ જ આપીએ. એ વિચારની મોટી ઉદારતા બતાવે છે અને આપણી તરફ એક જાતને બોધ કરે છે. આવી વિચારણું જરૂર કરવા યોગ્ય છે અને બહુ સમજણપૂર્વક વિચારણા માગી રહે છે. મતઔદાર્ય રાખવું અને તે પરધર્મની દૃષ્ટિએ રાખવું એ કોઈ જેવી તેવી વાત નથી. ખૂબ વિચારણા કરી નિર્ણય કરેલ હોય અને આજુબાજુના તુચ્છ વિચારોથી જે પર ગયેલ હોય તે જ આવા વિચાર કરે છે. અને વિચાર તે કેટલાક કરે, પણ બીજાને તે સમજાવી શકે અને તેને માટે દલીલે રજૂ કરે એવી વિશાળતા બહુ ઓછી દેખવામાં આવે છે. એને બદલે નાની-નજીવી વાતના ઝઘડા અને પિતાનું પુચ્છ પકડી રાખવાની ચીવટ લેકમાં એટલી બધી હોય છે કે એક જ દર્શનના અનુયાયીઓ એલચીને સચિત્ત ગણવી કે અચિત્ત કહેવી એવી બાબતમાં મોરચા માંડી દે છે. પારકા દર્શનને તિરસ્કારનારા તો એટલી મોટી સંખ્યામાં હોય છે કે તે બાબતમાં તે આપણે છેલ્લી હદે ઊતરી ગયા છીએ. આવા દુઃખદ સંગોમાં મતસહિષ્ણુતા ગાવી અને તે પર દલીલ આપવી તેવું અદ્ભુત કામ આ નાના સ્તવનમાં આનંદઘનજી કરી બતાવે છે. આ રીતે જયારે દર્શનની સ્થાપના અને અન્ય તરફના ભાવમાં વિશાળતા થશે ત્યારે જ આપણે ઉદ્ધાર થશે. તે દૃષ્ટિએ આ સ્તવન સંતોષકારક રીતે સારે ભાગ ભજવે છે. અને મને આ સ્તવનને ભાવ વિચારીને જીવવા યોગ્ય લાગે છે. એ દષ્ટિએ ખૂબ સહૃદયતાથી અને અત્યંત ધીરજથી આ સ્તવનને ભાવ વિચારવા યોગ્ય છે.
ધર્મ-દર્શન-વિચારણામાં આટલી વિશાળતા રાખવી અને દીર્ઘદર્શિતા બતાવી મતફેરને મુખ્યતા ન આપતાં તેમાં સમદર્શિતા જેવી તે ભારે વિચારણા માગે છે. અગાઉ હરિભદ્રસૂરિના