________________
૨૦: શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
[ ૩૯૩
આવા પ્રકારના આત્માને ચાહવે. એના મૂળ ગુણુ, જે જ્ઞાન, દન, ચારિત્ર વગેરે છે, તે નિશ્ચયપણે પ્રગટ કરવા, અને આત્મિક ગુણને ચાહવા, તે પ્રગટ કરવા પૂરતા પ્રયાસ કરવા, તેને માટે એકાગ્રતા કરવી એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ત્રીજી શરત છે.
આવી રીતે આત્માને બરાબર જાણવા, તેના ઉપર એકાગ્રતા કરવી, અને સેનાનું સુવણુત્વ પ્રગટ કરવા જેમ અગ્નિ લગાડી તેને ગરમ કરવામાં આવે છે તેમ આત્માના આ નિશ્ચયનયના મૂળ ગુણા પ્રકટ કરવા એને ધ્યાનાગ્નિમાં લગાડવા—આ ત્રણ શરત પૂરી પાડે તે ખરેખરો આત્મા છે અને તે તરીકે તેને સમજવા તે સાચી સમજણુ છે. આવા સારા દેશ મળે, દેવગુરુની જોગવાઇ મળે, પેાતામાં સમજશક્તિ અને તંદુરસ્તી સારી હોય, એના પૂરતા લાભ લેવા એ આપણી ફરજ છે. નિહુ તે આ ભવ માત્ર એક ફેરો થશે અને અનાદિ કાળથી આ પ્રાણીએ જે ફેરા મારેલા જ છે તેમાં એકનો વધારો થશે. સમજુ માણુસ આવી સરસ તકને ગુમાવે નહિ; એ તકના લાભ જ લે, અને દુનિયા શું કહેશે સાંભળવા તે અટકે જ નહિ. દુનિયા તે ખેચીતાણીને પાતા તરફ લાવે છે અને પાતા તરફ આકષી તેને પછાડી પેાતા જેવા કરે તેવી છે, તે તરફ પ્રાણી ધ્યાન ન આપે, પણ તે પેાતાની ફરજ બજાવવા સન્મુખ રહે. (૨૦) એપ્રિલ-મે : ૧૯૫૦
૫૦