________________
૩૯૬]
શ્રી આનંદઘન–વીશી - વિવેચન- ઉદાર મતની ઝાંખી કરાવતાં શ્રીમદ્ આનંદઘનજી શરૂઆત જ ઘણું ભવ્ય કરે છે. તેઓ જણાવે છે, છયે દશને કે જે અમુક દષ્ટિબિન્દુ લક્ષ્યમાં રાખી તે દષ્ટિબિન્દુએ બતાવવામાં આવ્યાં છે તે, એક જૈનદર્શન સિવાય, સમયપુરુષનાં અંગો છે અને જે એની વિરુદ્ધને પ્રચાર કરે તે સંસારી છે, અને કોઈ પણ રીતે મુક્તાત્મા થઈ જ શકતું નથી. એક પણ અંગને છેદ કરવાથી તે ખોડખાંપણવાળે રહી જાય છે. અને તેવું કરનાર પ્રાણી તે આ અનંત સંસારમાં રખડ્યા જ કરે છે અને એ સંસારસમુદ્રને કાંઠે પહોંચતો જ નથી. આવી ઉદારતા બતાવવી અને દરેક દષ્ટિબિન્દુઓ સમજી તેને ગ્ય સ્થાન આપવું તે આનંદઘનજીથી જ બની શકે. જોકે આનંદઘને આ સ્તવનમાં નવી વાત કહી નથી, છતાં સત્તરમી શતાબ્દીની આખરે અને અઢારમી શતાબ્દીની શરૂઆતમાં આવા ઉદાર વિચાર બતાવવા તે, તે કાળનો ઈતિહાસ વિચારતાં, અત્યંત કપરું કામ છે. અને ધર્મયુદ્ધમાં આ વિચારે નિઃશંકપણે બતાવવા તે ભારે વિચારશક્તિ દાખવે છે.
તેઓશ્રી તો ત્યાં સુધી કહે છે, જેમ શરીરના હાથ કે પગ કે કોઈ પણ અવયવ કપાય તો પ્રાણ ખેડખાંપણવાળો કહેવાય છે અને રહી જાય છે, તેમ છયે દર્શનમાંથી કોઈ પણ દર્શનને કાપી નાખવું કે તેની ટીકા કરવી એ દુર્ભવીનું લક્ષણ છે. આવા વિચારને બતાવતાં તેઓના ધ્યાનમાં છે કે તેમાં નાસ્તિક જેવા મતને પણ તે (છ દર્શન)માં સમાવેશ થાય છે. તેમના મત પ્રમાણે છ દશને મુખ્યત્વે છે : બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, વેદાંત, નાસ્તિક લેકા યતિ) અને જૈન. આ દરેકના મુદ્દા સમજવા અને કેઈની પણ ટીકા ન કરવી અને જેટલાપૂરતી તેમણે દર્શનની પ્રરૂપણ કરી છે તેટલે અંશે તેઓ સત્ય સમજ્યા છે. આવી મતઉદારતા તમે અન્યત્ર કઈ પણ દર્શનમાં નહિ જુઓ. તેઓ તો પિતે સાચું સમજ્યા છે અને પિતાથી અન્ય દર્શનકારે સત્ય સમજ્યા જ નથી અથવા જૂઠા છે એવી વાત સ્થાપશે, અને પિતા સિવાય કોઈ અન્ય કોઈ સત્ય સમક્યું જ નથી એવી સ્થાપના કરશે, અને દર્શનને નામે મટી જાદવાસ્થળી ખડી કરી દેશે.
છયે દશને જુદાં જુદાં અંગે છે અને અંગ તરીકે ઉપયોગી છે તેને તેટલા અંશસત્ય તરીકે સમજીને તેમને સ્થાપન કરવા અને સ્વીકારવા એ યોગ્ય વાત છે. અને તેની ટીકા કરવી, તેને કાપી નાખવા તે અયોગ્ય છે. સત્યના અંશ તરીકે તેને સ્વીકાર કરે તેમાં જ વ્યવહાર દક્ષતા છે. જે નમિનાથના ચરણની સેવા કરે તે છ દર્શનને સ્વીકારે છે અને તેની ટીકા કરવાથી કે તે જૂઠા છે એમ કહેવાથી દૂર રહે છે.
ન્યાસ’ શબ્દ યોગને છે. “ન્યાસ” એટલે “સ્થાપના.” “ન્યાસ” એટલે એને મોટા ગણી તેની આરાધના કરનાર. છયે દર્શનની આ દષ્ટિએ આરાધના-પૂજા–સેવા કરનાર ખરી રીતે તીથી કરદેવની સેવા કરે છે. સત્ય બે પ્રકારનું છે. સર્વસત્ય અને દષ્ટિબિંદુસત્ય. આ દશનકારમાં સર્વસત્ય નથી પણ દષ્ટિબિંદુપૂરતા તેઓ સાચા છે તેમ માનવું અને તે તરીકે તેટલા પૂરતા તેઓને સાચા સમજવા એમાં કઈ પણ પ્રકારને વધે નથી. (૧)