________________
૩૭૨]
શ્રી આનંદઘન-વીશી જે એક વાર વસ્તુ ભગવાય તેને ભેગ કહેવામાં આવે છે. કેવળી કે તીર્થપતિ કેવળ જ્ઞાનને ભેગવે તે કેવળજ્ઞાન બારમા ગુણસ્થાનકને અંતે પ્રાપ્ત થાય છે. સાંસારિક જીવને પૌ ગલિક ભોગ્ય વસ્તુ ન મળે તે ભેગાંતરાય સમજો. આપે તે બુદ્ધિપૂર્વકના પ્રયાસથી ભેગાંત રાયને હણું નાખે છે અને આપ અનંત આત્મિક સુખના ભેગને ભેગવી રહ્યા છો. એ આપને મહિમા મોટો છે, અને મારે એવા થવું છે.
જે વસ્તુ વારંવાર ભગવાય તે ઉપયોગની વસ્તુઓ જેમ કે ઘર, કપડાં, પાટલા, ખુરશી એ સર્વ વસ્તુ એકની એક અનેક વાર વપરાય છે. આપનારની મશ્કરી કરવાથી, પોતે ન આપવાથી ન આપવાની સલાહ આપવાથી, અથવા આપનારની નિંદા કરવાથી પણ એ કર્મ બંધાય છે, આવી રીતે આત્મિક અને પૌગલિક વસ્તુને અંતરાય ન પડે તેવું કરીને આપે ઉપભેગાંતરાય દૂષણ પર વિજય મેળવ્યું છે અને આપના એ આદર્શને મારે અનુસરે છે. પ્રભુએ આ રીતે સોળમા, સત્તરમા અને અઢારમાં દૂષણ પર વિજય મેળવ્યો છે. એ પ્રભુને મહિમા આ ગાથામાં વર્ણવ્યું. આપે તે કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કર્યું અને દુનિયાને માર્ગ બતાવી સિદ્ધપણું પણ મેળવ્યું; એવા આપ કૃતકૃત થયેલા છે. એ જબરી વાત આપે કરી નાખી છે. આપે તીર્થકરપણું અને સિદ્ધપણું મેળવી મહાન કાર્ય કર્યું છે અને તેથી આપ મારા આદર્શ સ્થાને છે. (૯)
એ અઢાર દૂષણ વરજિત તન, મુનિજનવૃંદે ગાયા; અવિરતિ રૂપક દોષ નિરૂપણ, નિરદૂષણ મન ભાયા. હો મલિ૦ ૧૦
અર્થ_એ ઉપર ગણાવ્યા તે અઢાર દેને નિવારી-અટકાવી આપે તે શરીરને પણ તે અંતરા વગરનું કરી નાખ્યું છે. અને આપને મહિમા અનેક મુનિઓના સમૂહ ગાઈ બતાવે છે. એ અઢારે દે એ તે અવિરતિના–ત્યાગ ભાવના અભાવના છે. આપ તે તે દેથી રહિત છે અને મને પસંદ આવી ગયા છે. (૧૦)
ટ –એ અઢાર દૂષણે કરી વર્જિત શરીર મુનિજન જ્ઞાની સમુદાયે ગાયા-સ્તવ્યા અવિરતિરૂપ જે દોષ, તેનું જે રૂપણ-કહેવું, તેણે કરીને નિરદૂષણ; અથવા અવિરતિ–અસંવર રૂપ શબ્દાદિ દેષ મિથ્યાત્વાદિ, તેની જે નિરૂપણ તેણે નિરષણ એવા પાચ-મનસિ માયા. (૧)
પાઠાંતર–“ દૂષણ” સ્થાને પ્રતમાં “દોષણ” પાઠ છે. “વંદે' સ્થાને પ્રતમાં ‘વંદ” પાઠ છે. “ગાય” સ્થાને પ્રતમાં “ગાય” પાઠ છે. “નિરૂપણ' સ્થાને પ્રતવાળો નીરૂપણ' લખે છે. “નિરદૂષણસ્થાને પ્રતમાં નિરદોષણ” પાઠ છે. મન ભાયા” સ્થાને પ્રતમાં “મિતિ નાયા” પાઠ છે. (૧૦)
શબ્દાર્થ—અઢાર = ૧૮, દશ અને આઠ. દૂષણ = દોષ, સંસારનાં દુઃખો, પાપિ. વરજિત = વગરના. વિનાના, નિવારક, તનું = શરીર. મુનિ = સાધુઓ, ત્યાગી, મૌનધારી. જન = માણસ. વંદે= ટોળું, એકઠા મળેલા. ગાયા = વર્ણવ્યા, ગુણગાન કરાયા. અવિરતિ = વિરતિ–ત્યાગભાવ, તજવું, તેને અભાવ. રૂપ =રૂપધારણ કરેલ, સ્વરૂપ સ્વીકારેલ. દોષ = સંસારમાં રખડાવનાર, પાપો. નિરૂપક = બતાવનાર, નિરૂપણ કરનાર. નિરદૂષણ = દોષ -પાપ-મેલ વગરના, તેનાથી રહિત, તેવા. મન = ચિત્ત, દિલ. ભાયા = પસંદ આવ્યા, મનમાં રહ્યા (૧૦)