________________
૧૯: શ્રી મલ્લિનાથ જિન સ્તવન
[૩૭૧ ઊંચામાં ઊંચા પ્રકારના રસમાં લચપચી રહ્યા છે. આપને એ સર્વ વસ્તુ મળે છે, કારણ કે આપને લાભાંતરાય નામના સોળમા દેષને સર્વથા અભાવ છે. આ સળગે દોષ આપનામાં જરા પણ નથી તેથી આપ મારા આદર્શ સ્થાનને યેગ્ય છે. આપે આવા બે અંતરાયના દૂષણ ઉપર વિજય મેળવ્યો છે તે ખરેખર પ્રશંસાપાત્ર છે. (૮)
વીર્યવિઘન પંડિત વીયે હણી, પૂરણ પદવી યોગી; ભેગોપભગ દોય વિઘન નિવારી, પૂરણ ભેગ સુભગી. હો મહિલ૦ ૯
અર્થ અને આપ તે વર્યાન્તરાયને પણ પંડિત શક્તિએ કરી તદ્દન હઠાવી દઈ સંપૂર્ણ પદવી સાથે જોડાઈ ગયા છે. અને ભેગાંતરાય તથા ઉપભેગાન્તિરાય એ બને અટકાવીને આપ તે સંપૂર્ણ ભેગને સારી રીતે ભેગે છે. (૯)
ટબે–વીર્યંતરાય હણવે પંડિત વીર્યના ઉલ્લાસ સર્વ જગને સ્વભાવધર્મ સંપાવક છે. સ્વભાવપ્રતીતજ્ઞાપકોપદેશાચરણાદિ અનેક નિમિત્તે પૂરણ પદવી ભોગી તીર્થકર નામકર્માદિકે ભેગાંતરાય, ઉપભેગાંતરાય વિઘન નિવારીને પરમ ભેગરસ અનંતધર્માત્મક ફેય વસ્તુના ભેગી છે. (૯)
વિવેચન—આ ગાથામાં ત્રણ દૂષણને ત્યાગ વવશે; અને એ રીતે સળમા, સત્તરમાં અને અઢારમા દેષનું નિવારણ થશે. આપનામાં અનંત શક્તિ છે. આપની શક્તિ પાસે ચકવતની શક્તિ પણ વિસાતમાં નથી. અને આપની ગતિને વજા પણ રોકી શકતું નથી.
આપે સમજુ-જાણકારના જોરથી વીર્યાતરાયને કાપી નાખી-દૂર કરીને સંપૂર્ણ પદવી, જે મેક્ષ સ્થાનમાં મળે છે, તેને વેગ સાધ્યું છે અને આપ એ સ્થાને પહોંચી ગયા છે. મારે પણ તેવા થવાની ભાવના છે. આપે તે આપની શક્તિને આત્મકાર્યમાં જોડી દીધી છે. જોકે તમાસ જોતી વખતે દોડાદોડ કરે છે, પણ ધર્મકરણી કરતાં પિતાની શક્તિ નથી એવાં બહાનાં કાઢે છે. પ્રતિકમણ બેઠા બેઠા કરવામાં તંદુરસ્તીનું નિમિત્ત બતાવે અને તપસ્યા કરતી વખતે અશક્તિ દાખવે. મન બળવાન હોય તે સર્વ બની શકે છે. ધર્મ સાંભળવા માટે ફરસદ ન મળે અને નકામાં ગપ્પાં મારવામાં કલાકે કાઢી નાખે. આ સર્વથી વીર્યંતરાય બંધાય છે.
પાઠાંતર–“વીર્ય સ્થાને પ્રતમાં “વિરજ' પાઠ છે. “વિઘન” પ્રતમાં “વીધન' એમ લખેલ છે. “વીયે' સ્થાને “વીરજે' એમ પાઠ પ્રતમાં છે, અર્થ એ જ રહે છે. “નિવારી' સ્થાને પ્રતમાં નીવારી ” લખ્યું છે. “પૂરણ સ્થાને “પરમ” પાઠ છે. “ભગ સુભાગી ” સ્થાને પ્રતમાં ‘ભોગસ ભોગી” પાડ છે. (૯)
* શબ્દાર્થ –વીર્ય-શક્તિ, જેર, બળ, તાકાત. વિઘન = તેનું વિઘ, તેની અટકાયત. પંડિત = પિતાની અકલથી, હુંશિયારીનું. વીયે = તાકાતના જોરથી, સામથ્થર, બળે. હણી = દૂર કરી, હડફેટી. પૂરણ = પૂર્ણ, મોટામાં મોટી, પારાકાષ્ઠાવાળી પદવી = સ્થાન, સ્થળ. યોગી = જોડનાર, મેળવનાર. ભોગપભગ = એક વાર ભગવાય તે ભેગ, અનેક વાર ભેગવાય તે ઉપભેગ. દેય = બન્નેના, બેના. વિઘન = વિદ્ય, અંતરાય, અડચણ નિવારી = અટકાવી, દૂર કરી. પૂરણ = પૂર્ણ, સર્વા, સઘળા. ભોગ = ભોગવવું તે. સુભોગી = તેને સારી રીતે ભોગવનાર. (૯)