________________
૩૭૦]
શ્રી આનંદઘન–ચોવીશી ટો – દાનવિઘન-પિતાનું દાતાન્તરાય-વારીને સર્વ જનને અભયદાનપદદાયક થયા, લાભતરાય વારી જગતના વિધ્રો નિવારવાને પરમ લાભભરરસે કરી માતા-પુષ્ટ છે; સર્વ સંસાર ઉદાર પરમ મૈત્રી કરુણ રસે માતા. (૮)
વિવેચન—આ ગાથામાં પંદરમા તથા સેળમા દૂષણને પ્રભુએ કેવી રીતે ત્યાગ કરી દીધે તે વર્ણવે છે.
દાન પાંચ પ્રકારનાં છે : અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, કીર્તિદાન અને ઉચિતદાન.
સુપાત્રદાન તે તીર્થકર, કેવળજ્ઞાની, આચાર્ય, ઉપાધ્યાય, મુનિરાજ, ઉત્તમ શ્રાવક, સમ્યગદૃષ્ટિ કે માર્ગાનુસારીને દાન આપવું તે. એવા પુરુષને ગ બને અને પોતાની પાસે આપવા યોગ્ય વસ્તુની જોગવાઈ હોય તે આપવી તે સુપાત્રદાન. આ મરતા જીવને બચાવી લે, એને અંગે તકલીફ પડે તે ઉઠાવી લેવી, તે અનુકંપાદાન, કોઈ દુઃખી હોય તેને જોઈતી વસ્તુ પિતાની પાસે હોય તે આપવી તે પણ અનુકંપાદાનને પ્રકાર છે. અધમી જીવને જ્ઞાનને બોધ કરવો તે પણ અનુકંપાદાન. ઔષધાદિ આપવું તે પણ અનુંકપાદાનનો એક પ્રકાર છે. ટૂંકામાં બીજા જીવને સુખી કરવા કાંઈ આપવું તે અનુકંપાદાન છે.
પિતાની કીર્તિ ગવાય તે સારુ આપવું તે કીર્તિદાન છે. સંસારી કુટુંબાદિકને ઉચિત પ્રમાણે દાન આપવું તે ઉચિતદાન છે.
દાનને અંતરાય એટલે ઉપર જણાવેલા પાંચ પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારનું દાન કરનારને કહે જે દાન આપવું તે કરતાં પિતાના પેટમાં ખાવું તે વધારે ઠીક છેતે છોડીને લેકેને આપવામાં શું ફાયદો છે? ગુણવંતને નિર્ગુણી કરાવી દાન આપે નહિ; દાન આપનારને ના કહેવી, અથવા દાન આપનારની નિંદા કરવી, તેને ઉડાઉ કહે, અને પોતે શક્તિમાન હોય અને દાન આપનારનો મહિમા થાય તે જોઈ તેના ઉપર રેષ કરે; પિતાથી બને તે દાન દેનારનું બગાડે અથવા તેની અવહેલના કરે અથવા કદાપિ દાન આપે તે તેને અહંકાર કરે પિતાને કણદાનેશ્વરી ગણાવે; એ વિચારે નહીં કે ભગવંતના વરસીદાન આગળ પિતાનું દાન કાંઈ પણ નથી આવી રીતે પ્રાણી કાં તે દાન આપી અથવા આપનારને અટકાવી દાનાંતરાય બાંધે છે. આપે તે દાનાંતરાયને અટકાવીને સર્વ પ્રાણીઓને અભયદાન આપ્યું અને આ રીતે દાનાંતરાયરૂપ પંદરમા દૂષણને આપે ટાળ્યું, તેથી મારા આદશસ્થાને આપે છે. આપે દાનાંતરાયને તદ્દન દૂર કરી દીધો છે, અને વરસીદાન, ઉપદેશ અને જ્ઞાનદાન આપી જગતનું દારિદય કાપી નાખ્યું છે.
અને આપે લાભાંતરાયને ત્યાગ કરી એ સોળમાં મહાદૂષણને અટકાવી જગતનાં વિદનને અટકાવી દીધાં છે. સાંસારિક લાભ અને બીજા આત્મિક લાભ, એ બન્ને પ્રકારના લાભના અંતરાને આપે દૂર કરી દીધા છે. નીરોગી શરીરને લાભ થવો, ધન મળવું, નકરે મળવા. ઈટ વસ્તુ મળવી, વિદ્યા-કળા શીખવી તે સર્વ લાભ છે. તેને અંતરાયને નિવારીને આપ તે