________________
[૩૬૯
૧૯ : શ્રી મહિલનાથ જિન સ્તવન પુરૂષને ભેગવવાની ઈચ્છા થાય તે છાણાની-અડાયાની અગ્નિ સમાન સ્ત્રીવેદ, અને પુરુષને તથા સ્ત્રીને બંનેને ભેગવવાની ઈચ્છા થાય તે નગર-અગ્નિ સમાન નપુંસક વેદ. આ કામ્યક રસ, જે સર્વ ઇંદ્રિયથી ઉત્પન્ન થાય છે, તે બહુ અધમ છે. આ કામ્યક રસને કવિઓએ અલંકારની ભાષામાં વર્ણવ્યા છે. આપને તે એ કામ્યક રસ જરા પણ ગમ્યું નથી. આપે તો કામરસને સર્વથા ત્યાગ કરી આ તેરમું દૂષણ સર્વથા ત્યાગ કરેલ છે.
પાંચ ઇંદ્રિયના તેવીશ વિષય છે. તેને આપે તજી દીધા છે. અને હે કરુણારસના સાગર ! આપ તે તદ્દન નિકામી થયા છે. આપને દેવતાની દેવીઓ કે મનુષ્યની ગમે તેવી બાહ્ય રંગે રૂપાળી સ્ત્રીઓ પણ લલચાવી શકતી નથી. આપની આ ઉપદેશકથા સાંભળવા ગમે તેવી રૂપવતી સ્ત્રીઓ આવે તેની આપને પરવા નથી.
આપ તે અનંત જ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યશક્તિને શોધનારા છે અને એ અનંત ચતુષ્કમાં મસ્ત થઈ રહેલા છે.
હે કરુણરસના દરિયા ! આપ કઈ પણ પ્રકારે મારી અવગણના ન કરો અને આપના જેવો થવાના મારા મનમાં કેડ જાગ્યા છે તે પૂરા કરે. આપ અનંત શક્તિના ધણ છે તે બધું કરી શકશે. આ ગાળામાં પ્રભુના નિકામી ભાવની પ્રશંસા કરી. આ આદશે આપણે પહોંચવું છે. આપણું આદેશમાં સુદર્શન શેઠ છે. એણે રાણીની પ્રાર્થના સાંભળી નહિ અને શૂળી સ્વીકારી. એને અને સ્થૂળીભદ્ર તથા તેમનાથને આપણો આ આદર્શ છે એ લક્ષ્ય ચુકાય નહિ. (૭)
દાનવિઘન વારી સહુ જનને, અભયદાન પદ દાતા; લાભવિઘન જગવિઘન નિવારક, પરમ લાજરસ માતા. હો મલિ૦ ૮
અર્થ–દાનાન્તરાયને અટકાવી આપ તે સર્વને અભયદાન આપે છે. આપ તેને જીવવા દે છે. અને આપ આખી દુનિયાના લાભમાં જે અંતરાય આવે તેને અટકાવનાર છે અને આપ પરમ મહારસમાં લદબદે છે. (૮)
પાઠાંતર–“દાન” સ્થાને “દાન’ પાઠ પ્રતમાં લખ્યા છે. “જનને’ સ્થાને પ્રતમાં “જનનૈ' પાઠ છે. જગ” સ્થાને પ્રતમાં “જગિ” પાઠ છે. (૮)
શબ્દાર્થ –દાન = બીજાનું આપવું -દેવું તે. વિધાન = વિદ્મ, અડચણ, અંતરાય. વારી = અટકાવીને, મટાડી દઈને. સહુ = સર્વ, બધા, કુલ. જનને = માણસને, મનુષ્યને. અભયદાન = કોઈની પણ તારે બીક નથી, જીવતદાન. પદ = સ્થાન. દાતા = આપનાર. લાભ = પ્રાપ્તિ, મળવું તે, એક વાર જે વસ્તુ ઉપભોગમાં આવે તેની મેળવણી. વિધન = વિન્ન, તેમાં અંતરાય. અડચણ, ન મળવું તે. જગ = અને જગતના (બીજાના), અન્યત. નિવારક = અટકાવનારા, રોકનારા. પરમ લાભ = ઉત્કૃષ્ટ પ્રાપ્તિ, સારામાં સારી મોટી વસ્તુનું આવી મળવું તે. રસ = તેને મહિમા, સ્વાદ, માતા = તે મેળવીને તેમાં એકરૂપ થઈ ગયેલા, મગ્ન થયેલા. (૮)
४७