________________
૧૯: શ્રી મલિનાથ જિન સ્તવન
[૩૭૩ વિવેચન—ઉપર વર્ણવેલા અઢાર દોષથી રહિત આપનું શરીર છે. એ અઢાર દેશનું છેલ્લી નવ ગાથામાં સંક્ષેપથી વર્ણન કર્યું તેમાં જરા મતભેદ છે. તે અઢાર દેશે એક મતે નીચે પ્રમાણે થાય છે :૧. આશાને ત્યાગ.
૧૦. દુર્ગાને ત્યાગ. ૨. અજ્ઞાનને ત્યાગ.
૧૧. રાગને ત્યાગ. ૩. નિદ્રાદશાને ત્યાગ.
૧૨. દ્વેષનો ત્યાગ. ૪. સ્વપ્નદશાને ત્યાગ.
૧૩. અવિરતિને ત્યાગ. ૫. મિથ્યાત્વને ત્યાગ.
૧૪. કામ્યરસને ત્યાગ. ૬. હાસ્યને ત્યાગ.
૧૫. દાનાંતરાયને ત્યાગ. ૭. રતિને ત્યાગ.
૧૬. લાભાંતરાયને ત્યાગ. ૮. અરતિને ત્યાગ.
૧૭. ભેગાંતરાયને ત્યાગ. ૯. શેઠને ત્યાગ.
૧૮. ઉપભેગાંતરાયને ત્યાગ. કઈ તેમાં સ્વપ્નદશાને લેતા નથી, અજ્ઞાનને પણ જુદો ગણતા નથી. આશાને બદલે આશાતના કહે છે. ભરૂચના સુપ્રસિદ્ધ અનેપચંદભાઈ મેળાપચંદે એ અઢાર દે સંબંધી પુસ્તક છપાવી પ્રસિદ્ધ કર્યું છે. પણ અઢાર દોષે કયા કયા છે તે ગણાવ્યું નથી. એ ગમે તે હોય, આપનું શરીર અઢાર દોથી રહિત છે. અને અનેક મુનિજનેએ આપનાં ગુણગાન અનેક પ્રકારે કર્યા છે. દેવચંદ્રજી મહારાજ જેવાએ આપના ગુણનું ગાન કરેલું છે. ઉપાધ્યાય શ્રીમદ યશોવિજયજી તથા વીરવિજયજી જેવા અનેક પુરુષએ આપના ગુણની સ્તુતિ કરી છે. એ સર્વ વીશી-વીશીસંગ્રહમાં છપાઈ ગયા છે.
તે દષણોનું નિરૂપણ કરીને એક નિષણ વ્યક્તિ કેવી હોઈ શકે તેને જીવતે-સાચો દાખલો આપે છે. અને તેથી આપ મારા મનમાં પસંદ આવે છે. જેમાં મોટા મુનિઓનાં ટેળાઓ ગુણગાન કરે અને જે જાતે નિર્દૂષણને દાખલો પૂરો પાડે તે મનમાં કેમ ન ભાવી જાય? આપ તેવા છે, તે આપને કહી બતાવીને હું એક સવાલ પૂછવા માગું છું કે આપ આ સેવકની કેમ અવગણના કરી છે? (૧૦)
ઈણ વિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહિર નજરથી, ‘આનંદઘન” પદ પાવે. હો મહિલ૦ ૧૧ પાઠાંતર–વિધ” સ્થાને પ્રતમાં “પર” પાઠ છે. “પરખી’ શબ્દ પ્રતવાળો “પરથી” લખે છે, “મન” સ્થાને પ્રતવાળા “મનિ” લખે છે. “વિસરામી’ સ્થાને પ્રતમાં “વિસરામી” પાઠ છે. “ગાવે” સ્થાને “ ગાવે પાઠ પ્રતમાં છે. “પા” સ્થાને પ્રતમાં “પાવૈ ' પાઠ છે. એક પ્રત ૧૦ ગાથાએ સ્તવન પૂરું કરે છે. (૧૧) | શબ્દાર્થ-ઈણ = એ, તે. વિધ = રીતે, માગે, રસ્તે. પરખી = જાણી, સમજી, વિચારી. મન = ચિત્ત, દિલ. વિસરામી = વિશ્રામી, મન જ્યાં આશ્રય પામે, નિરાંત પામે. જિનવર = ભગવાન, પ્રભુ. ગુણ = સારી