________________
૧૮ : શ્રી અરનાથ જિન સ્તવન
[૩૫૧ હવે વ્યવહારનયને આશ્રય લઈ જે બોલે તેના તે અનંતા ભેદ થાય છે. આપણે એક સુવર્ણના દાખલાથી ઉપર જઈ ગયા કે તેની અનેક વસ્તુઓ થાય છે, તેમ વ્યવહારનયે આપણે દરેક વસ્તુના અનેક પ્રકાર જાણીએ, પણ આત્મા તે એક જ છે અને આ સર્વ તેનાં જુદાં જુદાં સ્વરૂપ છે.
આવી રીતે માણસ કઈ અપેક્ષાથી બોલે છે અને એના ધ્યાનમાં શો મુદ્દો છે તે ધ્યાનમાં રાખી, તે વ્યવહારને આશ્રય લઈને બોલે છે કે નિશ્ચયનયે તે બોલે છે, તે સમજી તેને નિર્ણય કરે તેમાં નયના જ્ઞાનની અને અપેક્ષાના જ્ઞાનની બહુ જરૂર છે. આવી રીતે એક જ આત્માના અનેક પર્યાય થાય તે વિચારવા માટે નયના જ્ઞાનની ચાવી પ્રાપ્ત કરવી જોઈએ. આ ચાવીઓ બરાબર હાથ આવી ગઈ છે તેથી તેને બરાબર ઝળકાવી તે જ વાતનું સ્પષ્ટીકરણ કરે છે. (૬)
વ્યવહારે લખ દોહિલો, કેઈ ન આવે હાથ રે શુદ્ધ નય થાપના સેવતાં, નવી રહે દુવિધા સાથ રે. ધરમ૦ ૭
અથ–વ્યવહારનયે તે લક્ષ્ય સ્વરૂપને પ્રાપ્ત કરવું એ ઘણું મુશ્કેલ કામ છે; એમાં કાંઈ પણ હાથમાં આવતું નથી; બાકી જે નિશ્ચયનયાને સ્થાપન કરવામાં આવે તે દ્વિધાભાવ આપો ખલાસ થઈ જાય છે. (૭)
ટબો–(ટબાકાર જ્ઞાનવિમળસૂરી સાતમી ગાથા મૂકી દે છે.)
વિવેચન~વ્યવહારનયે લક્ષ્ય મળ દુર્લભ છે. વ્યવહારથી ગમે તેટલી ક્રિયા કરવામાં આવે કે ગમે તેવો વેશ પહેરવામાં આવે, તેમાં કાંઈ વળતું નથી. વ્યવહારનયને આશ્રય લેનાર અંતે પિતાને માત્ર કાયકષ્ટ જ આપે છે. એમ તે પ્રાણીઓ મેરુ પર્વત જેટલે ઢગલે થાય તેટલાં ઘા-મુહુપત્તિ કર્યા, પણ એ ગતાનુગતિક રીતે સર્વ વાતે થઈ. એમાં તે સંસારભ્રમણ જ થયું. એમાં અનેક સુખસગવડ મળી, પણ આ જન્મ-મરણના ફેરા ટળ્યા નહિ એક ખાડામાંથી બીજામાં પડવાની વાત ગઈ નહિ. વ્યવહારથી ગતાનુગતિક ગમે તેટલી કિયા કરે પણ તેનું તેમાં કાંઈ વળતું નથી, તેના આ જન્મના ફેરા ટળતા નથી. અલબત્ત, તેને
પાઠાંતર–એક લખનારે પ્રતમાં આ આખી ગાથા મૂકી દીધી છે. બીજી પ્રતમાં “વ્યવહાર” સ્થાને - વ્યવહારી' મૂક્યું છે. “લખ” સ્થાને એક પ્રતમાં “લષ” આપેલ છે. “હાથ” સ્થાને એક પ્રતમાં “હાત” લખે છે. “થાપના” સ્થાને એક પ્રતમાં “થાપિ” પાઠ છે. “દુવિધા ને બદલે “દુવીધાઈ' એક પ્રતમાં છે. સાથ” સ્થાને પ્રતમાં “સાધ્ય” પાઠ છે. (૭)
શબ્દાર્થ-વ્યવહારે = વ્યવહારનયે, ચાલુ રીતે. લેખ = લક્ષ્ય, દેખાય તેવું સ્વરૂપ. હિલે = દુર્લભ્ય, દાએ કરીને મેળવી શકે. કાંઈ = કઈ ચીજ, કઈ વસ્તુ ન આવે=ન મળે, લાભ થતો નથી. હાથ રે = હાથથાં, કબજામાં. શુદ્ધ = નિશ્ચયન. નય = દષ્ટિબિંદુ. થાપના = સ્થાપના, પાકે વિચાર. સેવતાં = પાકે રાખતાં. નવી = ના, ન રહે. રહે = થાય, હાય. દુવિધા = ગોટાળો, બેપણું, બે વિચારો સાથ = સથવારે (૭)