________________
૩૫૦]
શ્રી આનંદઘન-વીશી અર્થ_નિશ્ચયમાગે જે ચાલે છે તે એક તંત્રમાં રાજી થઈ જાય છે, બાકી વ્યવહારનયની દૃષ્ટિએ જે લક્ષ્યને ધ્યાન પર લે છે તેના તે અનંતા પ્રકારે છે. (૬)
ટબો—જે પરમારથ પંથે-મોક્ષપથ, તે કરે તે એક આત્મદ્રવ્ય, શુદ્ધ નિશ્ચય એકને નિર્ણય કહે. અને જે વ્યવહારે લખે તેના તે અનંત ભેદ છે, આજ્ઞા આચરણ ભવ્યત્વાદિ ઉપાદાનકારણુતા અનેક ભેદ ભાવે-શુદ્ધ વ્યવહારે નેવે (૬).
વિવેચન–પિતાના ઉત્કૃષ્ટ પરમાર્થને માર્ગ કહે તે એક તંત્રમાં-આત્માના એકત્વમાં–રીકે છે, રાજી થાય છે, આનંદ પામે છે. આ પરમાર્થને માર્ગ એટલે નિશ્ચયને માર્ગ. એમાં સાત ન પૈકી પ્રથમના ત્રણ અથવા ચાર ન વ્યવહારનયના નામથી ઓળખાય છે અને છેલ્લા ત્રણ ન તે પર્યાયાર્થિક હોવાથી નિશ્ચય જ છે. આત્માને ઉદ્દેશીને વાત કરાય ત્યારે શુદ્ધ રીતે તે નિશ્ચયથી વાત કરે છે. એના સંબંધમાં દાખલાઓ અનેક આપે છે. આપણે આ વાતની ચોખવટ કરવા એક સુપ્રસિદ્ધ દૃષ્ટાંત જોઈએ. છ આંધળાઓએ હાથીને
. નયાભાસનું કેવું વિચિત્ર પરિણામ આવે છે તે આપણે જોઈએ. અમુક સત્યને અંશ તે દરેક અંધને પણ હોય છે, તેઓને પિતાના અભિપ્રાય માટે આગ્રહ હોય છે અને આગ્રહ હોય ત્યાં શુદ્ધ જ્ઞાન હોતું નથી. એક અંધના હાથમાં હાથીને કાન આવ્યો; તેણે કહ્યું કે હાથી સુપડા જેવો હોય છે. બીજા આંધળાએ હાથીની સૂંઢ પકડી હતી; તે કહેવા લાગ્યું કે હાથી સાંબેલા જેવો હોય છે. ત્રીજા આંધળાએ હાથીના જંતુશળ પકડ્યા હતા તેને આગ્રહ હતું કે હાથી ભૂંગળા જેવો હોય અને તે પિતાના મતમાં મકકમ હતે. ચેથા આંધળાએ, જેણે હાથીના પગ પકડયા હતા, તે જણાવતું હતું કે હાથી થાંભલા જેવું છે. પાંચમા અધે હાથીનું પિટ પકડ્યું હતું, તે કહે કે હાથી પખાલ જે હોય છે. છઠ્ઠા આંધળાએ હાથીનું પૂંછડું પકડ્યું હતું તે કહે હાથી સેટી જેવું હોય છે. આ છયે નયાભાસવાળાઓ પિતાના મતમાં ખૂબ આગ્રહ રાખતા હતા. સાતમે દેખતે તેમની સાથે હતે. તે તે હાથીનું આખું સ્વરૂપ જાણ હત અને ને આગ્રહ સાંભળીને હસતે હતે. નયાભાસીઓ પિતાના મતને આગ્રહ રાખે અને બીજાના મતને સમજવાની પણ જરાય તકલીફ ન ઉઠાવે.
હવે આપણે નયનું ઉદાહરણ વિચારીએ. છ દેખતા સરલ પુરુષ અને એક વિચક્ષણ પુરુષનું પણ તે માટે જાણીતું ઉદાહરણ છે. એક ગામમાં હાથી નહોતે આવ્યો અને આવી પહોંચે. તેને પેલા સાતે પુરુષોએ જોયે. હાથીને જોઈને તેઓમાંના પ્રથમ પુરુષે કહ્યું કે હાથી દ્વિપ છે, કારણ કે તે બે મેઢેથી (સૂંઢથી તેમ જ મુખથી) પાણી પીતા હતા. બીજાએ કહ્યું કે તે “દંતી’ છે, કારણ કે તેના દાંત બહાર દેખાતા હતા. ત્રીજાએ કહ્યું કે હાથી હસ્તી છે, કારણ, એના હાથ, જે સૂંઢ, તે વડે એ સર્વ કામ કરે છે. ચેથાએ મદ ઝરતે જોઈ કહ્યું કે તે જ છે. પાંચમાએ બે દાંત પર લક્ષ્ય આપ્યું હતું, તે કહે કે આપણે એને “દ્વિરદ’ કહેવો જોઈએ. છઠ્ઠાએ એની હડપચી જઈ તેથી એને “કુંજર' કહ્યો. આવી રીતે એક એકનાં દષ્ટિબિંદુઓ હોય તે નયજ્ઞાન છે. એ સર્વ એક પર્યાયના જ્ઞાનથી થયેલ છે.