________________
૩૫ર ]
શ્રી આનંદઘન-ચોવીશી લાભ તે થાય છે, સારી ગતિ અને ત્યાં સગવડ મળે છે, પણ તેને જે ખરેખર લાભ થશે જોઈએ તેના પ્રમાણમાં તે લાભ દમ વગરને છે. અને એવા લાભ ખાતર દીર્ઘદ્રષ્ટા માણસ કઈ કામ કરે નહિ. સમજુ માણસ તે સ્થાયી લાભ માટે જ પ્રયાસ કરે. ક્રાફર્ડ મારકેટથી એક બે ઉપાડી ગ્રાંટ રોડ જાય અને મજૂરીને માત્ર એક પૈસે મળે તેના જેવી એ વાત છે. અલબત્ત, કાંઈ ન મળે તેના પ્રમાણમાં તે એ કાંઈ મળ્યું ગણાય, પણ જે મેળવવાનું છે તેને પ્રમાણમાં તદ્દન ઓછું અથવા નહિવત્ ગણાય. આ બે દિવસ સમજણ વગર ક્રિયા કરવી તે આવી છે અને એ રીતે ભવના ભવ નીકળી જાય તેમાં કોઈ મુદ્દામાં વળતું નથી. વ્યવહારે લખ એટલે લક્ષ્ય-દેખાતું સ્વરૂપ પ્રાપ્ત થવું અત્યંત મુશ્કેલ છે. એમાં કોઈ મુદ્દાસરની વાત આપણને મળે નહિ.
અને શુદ્ધનય, જે નિશ્ચયનય છે, તેની સ્થાપનાને સ્વીકારતાં કઈ જાતનું બેપણું રહેતું નથી. પછી તે પૌગલિક ભાવ અને આત્મિકમાંથી કેને સ્વીકાર કરે તેને સવાલ જ રહેતે નથી. શુદ્ધ નિશ્ચયનયે તે આત્માને અંતે મિક્ષ કેમ થાય તેમ જ વર્તન ચલાવવાનું રહે છે. અને જાણીતું સૂત્ર છે કે એકલી કિયા એ તે માત્ર વ્યવહાર છે, પણ વાત એમ છે કે જ્ઞાનવિયાખ્યાં મોક્ષ એટલે સમજણપૂર્વકની કિયાથી મોક્ષ થાય છે, નહિ તે માત્ર વ્યવહારપિષણ થાય છે, પણ એ તે એકંદરે નકામી છે. જે ક્રિયા કરવાથી આ આંટાફેરા અને દોડાદોડી ન મટે તેવી ક્રિયા સરવાળે નકામી નીવડે છે અને જ્ઞાનપૂર્વકની કિયા તે અંતે મોક્ષને અપાવી અત્યારની માથાકૂટને હમેશને માટે અંત લાવે છે.
આ ઉપરથી જણાય છે કે વ્યવહાર જળવાય તેટલા પૂરતી ગમે તેટલી ક્રિયા કરવામાં આવે તેથી કાંઈ ખરેખરે અર્થ સધાતું નથી અને એમાં આત્મિક દષ્ટિએ ખરે લાભ સ્થાયીપણે થતું નથી. પણ જે જ્ઞાનપૂર્વકની ક્રિયા થાય તે સ્થાયી લાભ મળે છે. અને તે રીતે સર્વ કામ કરવા જોગ છે. શુદ્ધ નિશ્ચયનયે એ કિયા સમજણપૂર્વક કરવા જેવી છે. અને શુદ્ધ નિક્ષયનય અને વ્યવહારનયને સમન્વય કરવા જોગ છે. આ રીતે ચેતનને પ્રાપ્ત કરે અને તેને બરાબર સમજી ગઠવે એ જ અંતે કર્તવ્ય તરીકે પ્રાપ્ત થાય છે. અને આ પૌગલિક ભાવ અને આત્મિક ભાવ વચ્ચે તફાવત બરાબર ધ્યાનમાં રાખીને માત્ર નિશ્ચયનયે આત્મિક ભાવ આદરવા યોગ્ય છે, કારણ કે એમાં પછી કોઈ જાતને દુવિધાભાવ એટલે બેપણું કે ગોટાળે રહેતું નથી અને અંતે એનાથી જ પિતાનું કામ સરે છે. આના ઉપરથી છેવટે પ્રભુને વિનંતી કરે છે. તે કેવા પ્રકારે કરે છે તે હવે આપણે જોઈએ. (૭)
એકપખી લખ પ્રીતની, તુમ સાથે જગનાથ રે; કૃપા કરીને રાખજો, ચરણ તમે ગ્રહી હાથ રે. ઘરમ૦ ૮
પાઠાંતર–પખી’ સ્થાને પ્રત લખનાર “પંપી ” લખે છે. “લખ” સ્થાને ભીમશી માણેક લખિ” છાપે છે; એક પ્રતમાં “લષ' પાઠ છે. “પ્રીતની ' સ્થાને બન્ને પ્રત લખનાર “પ્રીતડી ' લખે છે. “સાથે” સ્થાને એ સાથે” છાપે છે; એક પ્રતમાં પણ તે પાઠ છે. “તમે ” સ્થાને ભીમશી માણેક “તલે ' છાપે છે. નાથ” સ્થાને એક પ્રતમાં “નાથા” પાઠ છે. “કરીને ' ને બદલે “કરીને ' લખેલ છે, તે પ્રાચીન ગુજરાતી