________________
૩૩૦ ]
શ્રી આનંદઘન-ચાવીશી
મુગતિ તણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિત્તે, નાખે અવળે પાસે હા. કુથુ ૩ અથ—માક્ષને ઇચ્છવાવાળા પાતે નવુ' જાણે અને એકાગ્રતામાં લયલીન થાય અને તેને અભ્યાસ કરે. પણ એ મારું વહાલું નાનકડું દુશ્મન એવા વિચાર કરે કે તેમને પણ ઊંધા નાખીને ગડદાપેચ કરી દે. (૩)
ટા—મુક્તિની વાંછાએ પિયા તપ કરે, જ્ઞાની જાણુણહાર જ્ઞાનને અભ્યાસે, ધ્યાની પણ સાધનાદિ ધ્યાન અભ્યાસે, પણ કોઈ મન વૈરિડા એવા છે જે ચિંતવે કાંઇ અને અવળે પાસે નાખે, વાંકુ કરે. (૩)
વિવેચન—હે ભગવન્! મનની તે આપની પાસે શીશી અને કેટકેટલી વાત કરું ? મેાક્ષમાના ઇચ્છક માણસે જ્ઞાનમાં મશગૂલ રહે અને ધ્યાન કરવા માંડે અને તેને માટે અભ્યાસ કરે. તેઓ સમજે કે જ્ઞાન-ધ્યાનમાં સમય જાય તે સારું, તેથી જ્ઞાની તરીકે વખત કાઢવા માંડે અને ધ્યાનમાં મસ્ત થઇ પડયા કરે અને આખા વખત ઈશ્વરપ્રણિધાનમાં વખત કાઢવાના અભ્યાસ કરે. આવા જ્ઞાની અને ધ્યાની જ્ઞાન અને ધ્યાનના અભ્યાસ કરે ત્યારે એનુ' મનડુ તે કયાં કચાં ફરતું હાય છે. આવા ધ્યાનના અને જ્ઞાનના અભ્યાસ કરનારના એ કેવા હાલ કરે છે તે સાંભળે. મનરૂપી દુશ્મન એવા વિચાર કરે છે કે એવા માટા જ્ઞાની અને ધ્યાનીને પણ ઊંધા પાડી ગડદાપેચ કરી દે છે. જ્ઞાની જ્ઞાનમાં મસ્ત હાય કે ધ્યાની ધ્યાનમાં પડે તે વૈરી મન તે ગમે ત્યાં ચાલ્યું જાય છે અને જ્ઞાનીના અને ધ્યાનીના હાલહવાલ કરી નાખે છે. આવા માક્ષમાના અભ્યાસીને પણ મનરૂપ વૈરી બચાવતું નથી પણ એને ચત્તોપાટ કરી મૂકે છે, અને રખડ્યા જ કરે છે. આવું મન છે. હજુયે મન કેવાં કેવાં કામ કરે છે તે ભગવન્ ! આપ જાણા અને આવા મનને માટે મારે શું કરવું તે કહેા. તેને આપનામાં એકાગ્ર કેમ કરવું તે જ હું વિચારી રહ્યો છું. એ મનની કથા હું આપને હજુ વધારે વર્ણવી બતાવું. (૩)
'
'
પાઠાંતર—— તપિયા ’ સ્થાને એક પ્રતમાં ‘તપીયા' પાર્ડ લખેલ છે. ‘ જ્ઞાનને' સ્થાને ‘જ્ઞાની' પાડ છે, તે પ્રાચીન ગુજરાતી છે. ‘ જ્ઞાન ' સ્થાને પ્રતમાં ‘ ગ્યાન ’ પાઠ છે. ‘ તે ’ બીજા પાદમાં પ્રતમાં મૂકી દીધા છે. અભ્યાસે ' સ્થાને પ્રતકાર · અભ્યાસી ' લખે છે. ‘ વયરીડું ' સ્થાને પ્રતવાળો ‘ વયરીડો ’ લખે છે; એક પ્રતમાં‘વૈરિડા ’ પાડે છે. ‘નાખે ’ સ્થાને પ્રતમાં ‘નાખે ’ પાડે છે. ‘ અવળે’ સ્થાને ભીમશી માણેક ‘અલવે ’ પાડ છાપે છે. પાસે' સ્થાને પ્રતવાળો ‘ પાસે` ’ લખે છે; ભીમશી માણેક પણ એ જ પાડે છાપે છે. ‘ચિ ંતે’ સ્થાને ‘ચિતઈ ' પાડે પ્રતમાં છે, તે જૂની ગુજરાતી છે. (૩)
"
શબ્દાર્થ—મુગતિ = મુક્તિ, મેક્ષ, સ`કમથી રહિતપણું. તણા = ‘ ના ’, છઠ્ઠી વિભક્તિના પ્રત્યય. અભિલાષી = વાંછું, હાંસવાળા, ઇચ્છાવાળા. તપિયા = તપનારા, તપ કરનારા. જ્ઞાન = અભ્યાસ, જ્ઞાન ભણવું તે. ધ્યાન = એકાગ્રતા, ધ્યાન કરવુ, એના વિચાર કરવા. અભ્યાસે = કરે, એને અમલ કરે. વૈરીડુ` = હલકા દુશ્મન, વેરી, સામું કામ કરનાર. કાંઈ = હરકોઈ, કોઈ પણ એહવુ – એવું, એવા પ્રકારનું ચિંતે = વિચારે, યેજે, ઘના કરે. નાખે = ઝાપટે, પાડે. અવળે = ઊલટે, સાની. પાસે = બાજુએ. (૩)