________________
૧૭ : શ્રી કુંથુનાથ જિન સ્તવન
[૩૨૯ અર્થ_એ તે રાતને વખત હોય કે દિવસને વખત હોય, લેકે વસતી–સમુદાયમાં હોય કે એકાંત વાસમાં હોય એ તે આકાશમાં અને પાતાળ–અલેકમાં જાય. સર્પ ખાય અને તેનું મેં ખાલી ને ખાલી રહે, કદી એનું પેટ જ ભરાય નહિ, એ વાળી એ વાત છે. એ કહેવત સાચી ઠરે છે.
ટ– રાત દિવસે વસ્તીમાં તથા ઉજડમાં–રાનમાં ગગન આકાશે, પાતાળ-અલેકે જ્યાં જાઉં ત્યાં કેમે ન બાઝે, કેણ દઈ, જેમ સપ ભશે, પણ થોથું-ક સ્વાદ ન પામે ચાવ્યા ચગળ્યાને દાઢ-દાંત વિના, તેમ સવે કરે, પણ મન પાખે થયું, એ ઉખાણો. અથવા વળી એ ઉખાણના અર્થને દેશની ભાષાવાળાને પૂછ. (૨)
વિવેચન–અને હે ભગવન! આપ ધારતા હશો કે ફરે તે ચરે તેવી રીતે મારું મન તે રાત અને દિવસ વિચાર કર્યા વિના ફર્યા કરે છે. એને તો અંધારી રાત અને દેળે દિવસ એકસરખાં છે. કેટલાક માણસ રાત્રે ઠંડા પડે, પણ મનડું તે રાત કે દિવસને વિચાર કર્યા વગર ફર્યા જ કરે છે. એ રાત્રે પણ એકાગ્ર થતું નથી અને દિવસે પણ ફર્યા કરે છે, અને કોઈ પણ વખતે ઠરીઠામ બેસતું જ નથી. એ તો મને અહીં રહેવા દઈને વસતી કે તદ્દન રણ જેવા ઊજડ પ્રદેશમાં પણ ફરી આવે છે. એ તો ઘડીકમાં અમેરિકા જાય અને ઘડીકમાં સહરાના રણમાં જાય છે, અને આ વખત ફર્યા જ કરે છે. આવું ચપળ મારું મન છે. અને એ ઘડીકમાં આકાશમાં જાય અને બીજી પળે અલેકમાં ચાલ્યું જાય, હું તે એની ભાળ લઉં તે પહેલાં તો આકાશમાં ઊડે છે અને બીજી પળે અલેકમાં જાય છે. એ તો ભટક્યા જ કરે છે અને ધ્યાનમાં આવે ત્યાં જઈ આવે છે અને એ એક મિનિટ પણ ઠેકાણે બેસતું જ નથી. આવું મારું મનડું ચપળ છે અને તે પિતાની ચપળતા દાખવે છે.
ટૂંકામાં કહું તે એક માણસને કે પશુને સાપે ખાધે; અને તેના મુખમાં તે કાંઈ જ ન આવ્યું; એ વાળી વાત સાચી બનાવે છે. કેમ કહેવાય છે કે ફલાણાને સાપે ખાધે, પણ સાપનું મુખ તે તદ્દન હતું તેવું ને તેવું જ અતૃપ્ત રહે છે એ વાળી વાત થાય છે. મન ગમે ત્યાં જ આવ કરે છે, ગમે ત્યાં રખડે, રાતદિવસ જોયા વગર આકાશ-પાતાળ એક કરે અને વસતી કે વેરાનમાં જાય; એમાં એનું કાંઈ સપની જેમ વળતું નથી. એ કઈ ચીજમાં એકાગ્ર થઈ શકતું નથી. આવું મારું ચપળ મને ગમે ત્યાં જાય છે, આવે છે, હરેફરે છે, પણ એને કઈ વાતની તૃપ્તિ થતી નથી. (૨)
શબ્દાર્થ –રજની = રાત્રિ, રાત હોય છે. વાસર = દિવસ હોય. વસતી = મનુષ્યોની વચ્ચે, મનુષ્યો રહેતા હોય તેવી જગા. ઉજડ = મનુષ્ય ન રહેતા હોય તેવી રણની માણસ વગરની જગ્યાએ. ગયણ = ગગન, આકાશ, ખાલી જગાએ. પાયાલે = પાતાળે, જમીનની નીચે, અધોલકમાં. જાય = ત્યાં એ આવજા કરે છે, ફરે છે, આંટા મારે છે. સાપ = એરું, સપ. ખાય = ગ્રાસ કરે, કરડે, ભરડે. મુખડું = મેં. થોથું = કોઈ જાતની તૃપ્તિ વગરનું, ભૂખ્યું. એહ = તે, એ. ઉખાણો = કહેવત, સામાન્ય રૂપક, ન્યાય = એ ન્યાયે, એના જેવા બનાવે. (૧)
૪૨