________________
૩ર૮]
શ્રી આનંદઘન ચોવીશી થતું નથી. હું ગમે તેટલા પ્રયત્ન કરું છું, પણ તે એક ઠેકાણે કે એક ચીજમાં એકાગ્ર થતું જ નથી; એ એવું રખડું થઈ ગયું છે કે એ એક પ્રાણી કે વસ્તુ ઉપર ચુંટતું જ નથી. મનને બરાબર ઓળખ્યું હોય તેની રખડુ પદ્ધતિ આપણને જણાઈ આવે. એ તે ઘડીકમાં અહીં જાય, ઘડીકમાં પણ જાય અને ઘડીકમાં ત્રીજે ઠેકાણે જાય, પણ ઠરીઠામ થઈને એક સ્થાને એકાગ્ર કદી થાય જ નહિ. પ્રાણી કદાચ આરામ લે, જરા નિરાંત કરે, પણ મન તો ચકળવકળ થયા જ કરે છે. એ તે એક જગાએ લાંબો વખત સ્થિર થઈને બેસતું નથી, મનને અભ્યાસ કરતાં જણાય છે કે એ તો તોફાની ચપળ છોકરા જેવું છે. જેમ ચપળ છેક એક બાબતમાં મન પવી ન શકે, એ તો દોડાદોડ અને ધમાધમ કર્યા જ કરે છે, અને પિતાનું ચપળપણું પ્રગટ કરે છે. આવું ધમાલીઆ બાળક જેવું મન આપ પરમાત્મામાં કદી એકાગ્ર થતું જ નથી. એને
એક સ્થાને, એક વસ્તુ કે પ્રાણીમાં સ્થિર કરવું તે અશક્ય છે. એ તો બીજે-ત્રીજે સ્થાનકે રખડ્યા જ કરે છે, પણ એ કદી સ્થિર થતું નથી.
મને ખબર છે કે આપ મારા પરમાત્મા છે અને આપમાં મનને એકાગ્ર કરવું જોઈએ અને આપનું ધ્યાન કરવું જોઈએ અને તેમાં એકાગ્ર-સ્થિર થવું જોઈએ. આપની સેવા-ભક્તિ કરવા મને ઘણી હોંસ છે, પણ મન આપમાં કે બીજે કઈ સ્થાનકે એકાગ્ર થતું જ નથી. અને જેમ જેમ એને એક ઠેકાણે બાંધી રાખવાને પ્રયાસ કરું છું, તેમ તેમ તો ઊલટું તે દૂર જ જતું જાય છે. મારાં અનેક ફાંફા છતાં એ તો મારું થતું જ નથી, મનને એકાગ્ર કરવા પ્રયાસ કરવામાં આવે ત્યારે તે સામું બંડ ઊઠાવીને વધારે છેટું થઈ જાય છે અને મારા બધા પ્રયાસને નિષ્ફળ બનાવે છે. આપ મારા તારણહાર છે એ જાણું છું, તેથી આપનામાં એકાગ્ર થઈ આપને જ ધ્યાવવા મેં નક્કી કર્યું છે, પણ મારું મન એવી વિચિત્ર રીતે કામ કરે છે કે તે આપનામાં બાઝતું જ નથી, આપનામાં લાગતું જ નથી હે પ્રભુ ! મારું મન આવું છે. હું મારા મનની કેટલી વાત કરું? મારા સર્વ પ્રયત્નને નકામા બનાવનાર એ મન કેવું છે તેની થોડીક વાતો આપને કરું, તે આપ ધ્યાન રાખી સાંભળશે. હવે એ મનની જ વાતે ભગવાન પાસે કરે છે તે આપણે વિચારીએ. (૧)
રજની વાસર વસતી ઉજડ, ગયણ પાયાલે જાય;
“સાપ ખાય ને મુખડું થોથું, એહ ઉખાણો ન્યાય હો. કુંથુર ૨
પાઠાંતર-રજની' સ્થાને એક પ્રતમાં “રજનિ” પાઠ લખે છે. “પાયોલે” સ્થાને પ્રતમાં “પયાલે” પાઠ છે, અથ ફરતો નથી. “ખાય” સ્થાને બન્ને પ્રતમાં “પાય ” પાઠ છે, તે ૫, ખના અભેદને લઈને છે; ભીમશી માણેકને પાઠ “ખાઓ” છે. “મુખડું' સ્થાને મનડું” પાઠ એક પ્રતમાં છે. “એહ” સ્થાને પ્રતમાં એ” પાઠ લખે છે; બીજીમાં કઈ શબ્દ નથી, “ઉખાણ' સ્થાને “ઉષાણું” પાઠ પ્રતમાં છે. ભીમશી માણેક ઓખાણે” પાઠ આપે છે “ન્યાય ' સ્થાને પ્રતમાં “નાય” પાઠ છે; તેને અર્થ એ જ છે. “ગયણ સ્થાને ગણિ” પાઠ એક પ્રતમાં છે. “ જાય” સ્થાને “જાઉં” પાડુ છે પ્રતમાં. (૨)