________________
૧૭ : શ્રી કુંથુનાથ જિન સ્તવન
[૩૩૧ આગમ આગમધરને હાથે, નાવે કિણ વિધ આંકુ કિંહાં કણે જે હઠ કરી હટકું, તો વ્યાલ તણી પરે વાંકું હો. કુંથુ. ૪
અર્થ–પૂર્વધારીઓ મોટા આગમ-સૂત્રગ્રંથ વાંચીને મોટા આગમધર થાય. પણ તેમના જેવાને હાથે પણ એ અંકુશમાં આવતું નથી, અને હું કઈ જગોએ આગ્રહ ધરીને એને બળાત્કાર ધકેલી દઉં તે એની પેઠે એ તે વક થઈ જાય, પણ એ ઠેકાણે તે ન જ આવે, એવું મારું મન છે. (૪)
–આગમધરને હાથે યદ્યપિ આગમપ્રવચન છે, પણ કેઈ વિધિ પ્રકારે આંકડે મનને ન પામીએ. કોઈ વેળાએ જે હઠ કરી-કદાચડ હગે તાણી રાખું તે વ્યાલ-સર્ષની પેઠે વાંકું થાય, વિપરીત ફળ આપે, કુરંડ બરડાદિકની પરે. (૪)
વિવેચન-ખુદ આગમના અભ્યાસીઓ દશ પૂર્વ સુધી ભણી જાય તે પણ મન તે જરા પણ અંકુશમાં આવતું નથી. આગમધારીઓ આગમમાં મનને અધિકાર વાંચતા હોય ત્યારે પણ તેમનું પિતાનું મન અંકુશમાં આવતું નથી. અને એવા આગમધારી પુરુષે મારી નજીકમાં હોય ત્યારે પણ મારું મન અંકુશમાં રહેતું નથી. હું કહી કહીને થાક્યો કે આવા પૂજ્ય વિદ્વાની હાજરીમાં તે હે મન ! તું જરા કાબૂમાં આવે, પણ તે તે મારું કહેવું માનતું નથી અને ભટક્યા જ કરે છે.
અને કઈ જગ્યાએ હું એને કદાગ્રહ કરીને રેકું ત્યારે તે એ ઊલટું સર્ષની જેમ વાંક થઈ બેસે છે. જેમ જેમ એ મનને રોકું તેમ તેમ એ વધારે આડું થઈ વધારે જોરથી ફર્યા કરે છે. સામાયિક કરતા સસરાને માટે વહુએ જવાબ આપ્યો કે “સસરા તે ઢઢવાડે ગયા છે!” સસરાએ સામાયિક પૂરી થયા પછી આ જવાબ આપવા માટે વહુને ખુલાસો પૂછો તે વહએ જવાબ આપે કે તેઓ (સસરા) તે મનમાં સામાયિક જલદી પૂરું કરી ઢેઢવાડે ઉઘરાણી કરવા જવાને વિચાર કરતા હતા ! સસરાને માટે આવું બેલાવનાર મનને હું આગ્રહ કરીને
પાઠાંતર–આગમધરને બદલે પ્રતમાં “આગમધરીને ” પાઠ છે, બીજી પ્રતમાં આગમધરને પાઠ છે હાથે ને સ્થાને પ્રતમાં “હાથે' પાઠ છે; બીજી પ્રતમાં “હાથે ” પાઠ છે; “નાવે ને સ્થાને એક પ્રતમાં
ના” પાઠ છે. “કિણ ને બદલે “કિણે” પાઠ પ્રતમાં છે. ‘કિહાંકણે” સ્થાને પ્રત લખનાર “કેહિ જો” પાઠ લખે છે; બીજી પ્રતમાં “કિંહારે કિણિ’ પાડે છે. “હડ’ સ્થાને પ્રતમાં “હટ' પાઠ છે. “ કરી’ સ્થાને પ્રતમાં કરિ” પાઠ છે. “હટકું ” સ્થાને પ્રતમાં “હડકુ' પાઠ છે. “તણી’ સ્થાને પ્રત લખનાર “તણિ” પાઠ લખે છે. “પરે’ સ્થાને “પર” પાઠ પ્રતમાં છે. “વાંકુ ' સ્થાને “વાકુ’ પાઠ પ્રતમાં છે. (૪) | શબ્દાર્થ–આગમ = સૂત્ર, સિદ્ધાંત. આગમધર = આગમના મુખે જાણનાર, મૂળ સૂત્રના જાણકાર, આગમધારી. હાથે = પાસે, સામે, પડોશમાં. નાવે = ન આવે, થઈ શકે નહિ. કિણ = કોઈ એક પણ, વિધિ = વિધ, રસ્ત. આંક = અંકુશમાં, તાબામાં, કબજામાં. કિંહ = કઈ કણે = કને, સ્થાને. હઠ કરી = આગ્રહ કરી, જબરાઈ કરી. હટકું = લગાડું, વળગાડું. તે = તે બાબતમાં. વ્યાલ = વાંકે પ્રાણી, વાધ, સં૫. વાંક = ઉદ્ધત, તોફાની, આડું. (૪)